Get The App

બાળકો એટલાં સ્માર્ટ છે કે હું તેમની સલાહ લઉં છું: અભિષેક બચ્ચન

Updated: Sep 11th, 2025

GS TEAM

Google News
Google News
બાળકો એટલાં સ્માર્ટ છે કે હું તેમની સલાહ લઉં છું: અભિષેક બચ્ચન 1 - image

- 'જ્યારે એક  કળાકાર કશું સર્જે ત્યારે એ ખુદ પોતાના વિશે, જીવન વિશે અને દુનિયા વિશે કશુંક શીખતો હોય છે...' 

આજે સિનિયર અભિનેતા બની ચૂકેલો અભિષેક કહે છે, એક એક્ટર તરીકે તમારે તમારી જાતને સતત પડકારવી જોઇએ. તમારે રાત્રે સુતાં પહેલાં યાદ કરી લેવું જોઇએ કે તમે આવતીકાલે સીન કેવી રીતે ભજવશો.   મને એવું લાગે છે કે આ રીતે શીખેલી બાબતો એકદમ અંગત હોય છે અને તેના વિશે હમેશા જાહેરમાં બોલવાની જરૂર હોતી નથી.  

ફિલ્મ ઉદ્યોગમાં શું પરિવર્તન થવા જોઇએ તેવા સવાલનો ફિલોસોફિકલ જવાબ આપતાં અભિષેક કહે છે, દરરોજ તમારે આંતરદર્શન કરવું જોઇએ કે તમે આગલાં દિવસની સરખામણીમાં આજે શું બહેતર કર્યું? હું હજી શું સારું  કરી શકું? આમ કરીએ તો સતત સુધારો થતો રહેશે. પણ જીવનમાં સારું-ખરાબ બને બનતું જ રહે છે પણ મને એ વાતનો આનંદ છે કે ૨૫ વર્ષ પછી પણ હું હજી કામ કરી રહ્યો છું. દરેક ઉંમરે સફળતાના માપદંડ અલગ અલગ હોય છે. તમારી આંતરિક શાંતિ, આરોગ્ય અને તમારો પરિવાર એ સફળતાનો બહેતર માપદંડ ગણાય. જો તમે આખો દિવસ કામ કરી રાતે આરામથી સૂઇ શકો છો તો તમે સફળ છો. 

આજની પેઢી એટલી બધી સ્માર્ટ છે કે તેને તમારી સલાહની કોઇ જરૂર રહી નથી. આ એકદમ બુદ્ધિશાળી પેઢી અનુભવથી ઘડાઇને ઓર બહેતર બનશે. હું તેમને સલાહ આપતો નથી પણ તેમની પાસેથી સલાહ લઉં છું. 'કાલિધર લાપતા' નામની ફિલ્મમાં મેં  દૈવિક બઘેલા નામના ચાઇલ્ડ આર્ટિસ્ટ સાથે કામ કર્યું ત્યારે તેમના પ્રોફેશનલીઝમને જોઇ હું ચક્તિ થઇ ગયો. મધ્યપ્રદેશના ભોપાળનો  છે અને તે થિયેટરમાં પણ સક્રિય છે. તે એટલો પ્રોફેશનલ છે કે તમને કલ્પના ન આવે કે તમે દસ વર્ષના બાળકળાકાર સાથે કામ કરો છો. તે જાણે વર્ષોથી એક્ટિંગ કરતો હોય એમ સહજ રીતે એક્ટિંગ કરે છે. તેનું નિરીક્ષણ કરી હું ઘણું શીખ્યો છું. હું ખરેખર એમ માનું છું કે કેમેરાની સામે બધાં એકસમાન હોય છે. પછી ભલેને તમે ૨૫ વર્ષથી એક્ટિંગ કરતાં હો કે પચીસ દિવસથી એક્ટિંગ કરતાં હો..

સહી બાત!