Get The App

'રામાયણ'માં ચેતન હંસરાજ સાત અલગ-અલગ ભૂમિકા!

Updated: Jun 18th, 2026

GS TEAM

Google News
Google News
'રામાયણ'માં ચેતન હંસરાજ સાત અલગ-અલગ ભૂમિકા! 1 - image

- 'રામાયણ'ને કારણે ચેતન હંસરાજ ખૂબ જ એકસાઈટેડ છે. આ ફિલ્મમાં એમનો એનો એક રોલ રાવણના નાના સુમાલીનો છે. 

રણબીર કપૂરની ફિલ્મ 'રામાયણ' આ વર્ષની સૌથી વધુ ઉત્કંઠાથી રાહ જોવડાવનારી ફિલ્મોમાંની એક અગ્રેસર ફિલ્મ છે. દિવાળી પર નીતેશ તિવારીની આ ફિલ્મનો પહેલો ભાગ રિલિઝ થવાનો છે. આ તો ભારતીય સિનેમા ઈતિહાસની સૌથી મોંઘી ફિલ્મ છે, જેનું બજેટ રૃા.૪,૦૦૦ કરોડ છે. ફિલ્મમાં રણબીર કપૂર ભગવાન રામની ભૂમિકા ભજવી રહ્યા છે. આ સાથે જ સાંઈ પલ્લવી માતા સીતાની ભૂમિકામાં છે. હાલમાં જ 'રામા' ગ્લિમ્પસ નજરે પડયા, જેને લોકોના મિક્સ્ડ રિએક્શન મળ્યા છે. એમ તો ફિલ્મમાં કેટલાંય મોટા-મોટા કલાકારો નજરે પડવાના છે, પણ એક ટીવી-કલાકાર જે આ ફિલ્મમાં જુદી જુદી સાત ભૂમિકા નિભાવી રહ્યા છે, જેનો ખુલાસો ચેતન હંસરાજે પોતે એક પોડકાસ્ટમાં કર્યો છે. જો કે એ વાતની જાણ તો થોડા સમય પહેલાં જ થઈ ગઈ હતી કે 'રામાયણ'માં રાવણના નાના સુમાલીની ભૂમિકા તો એ જ ભજવે છે.

તાજેતરમાં ટીવી-કલાકાર ચેતન હંસરાજે એક પોડકાસ્ટમાં ફિલ્મ 'રામાયણ' અંગે કેટલીક  જાણકારી રજૂ કરી હતી. એને પૂછવામાં આવ્યું કે ફિલ્મમાં તેનો રોલ કેવા પ્રકારનો છે?- તો તેણે જણાવ્યું કે 'ફિલ્મમાં મે રાજા માલીની ભૂમિકા ભજવી છે. આ ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ રોલ છે.તેની સાથે જ મેં અન્ય છ કલાકારની ભૂમિકા પણ ભજવી છે.' અંતે તે કહે છે કે 'હું વધુ જાણકારી આપી શકું એમ નથી.' વાસ્તવમાં તે ટીવીનો લોકપ્રિય અદાકાર છે અને કેટલીય ફિલ્મોમાં કામ કરી ચૂક્યો છે.

'રામાયણ'ને કારણે ચેતન હંસરાજ ખૂબ જ એકસાઈટેડ છે. તેણે જણાવ્યું કે 'એક જ પિક્ચરમાં વિશ્વના ટોપ ક્લાસના કલાકારો છે. ફિલ્મનું ફાઈનલ એડિટિંગ તો મિ. નોલન કરશે. આથી વિશેષ અન્યની શી ચાહના હોય. મેં જે શુટિંગ નિહાળ્યું છે તે જોઈને તો કોઈ પણ વ્યક્તિ દંગ રહી જશે. જે સ્તરની આ ફિલ્મ બની રહી છે એ જોઈને તો દર્શકો દંગ રહી જશે. હવે આપણે પાછા વળીએ અભિનેતાની સાત ભૂમિકા ભણી. પોડકાસ્ટમાં ચેતન હંસરાજે પોતાની ભૂમિકાને સુમાલી નહીં, પણ માલી બતાવ્યું. જેમાં પણ રાવણના નાનાનો તેણે ઉલ્લેખ કર્યો. કેમ કે રાવણના નાના તો સુમાલી હતા. બની શકે આ કલાકારની કોઈ ક્ષતિ હોય શકે. કેમ કે 'રામાયણ'માં ત્રણ રાક્ષસ ભાઈનો ઉલ્લેખ છે. જેના નામ- માલ્યવાન, સુમાલી અને માલી છે.

જો કે તેણે તેની અન્ય ભૂમિકા અંગે કોઈ ખુલાસો નથી કર્યો. સુમાલીની કથા શી છે? લંકાના રાજા રાવણના નાના સુમાલી એક શક્તિશાળી રાક્ષસ હતો. તે અને તેનો ભાઈ-માલ્યવાન અને માલીએ વિશ્વકર્મા પાસે ભવ્ય નગરી બનાવી હતી. જો કે આ રાક્ષસોએ દેવતાને ખૂબ સતાવ્યા હતા અને પછી તેમની રક્ષા માટે ભગવાન વિષ્ણુ આવે છે, જેમણે પોતાના સુદર્શન ચક્રથી માલીનો વધ કરી દીધો. આ પછી સુમાલી પાતાલલોકમાં નાસી ગયો. આ પછી કુબેરને લંકા મળી. જો કે આ દરમિયાન જ સુમાલીએ એક વ્યૂહ રચ્યો. આ સાથે જ પોતાની પુત્રી કૈકસીને ઋષિ વિશ્રવા સાથે લગ્ન કરવા મોકલી દીધી. બંનેના પુત્ર રાવણે બાદમાં કુબેર પાસેથી લંકા નગરી છીનવી  એવી ચર્ચા થાય છે કે આવા જ કોઈક સીનની સાથે ફિલ્મની શરૂઆત થશે.