કેન્સરના સપાટામાં આવેલા સેલિબ્રિટીઓ
દીપિકા કક્કડ : દીપિકા કક્કડે હાલમાં જ લિવલ કેન્સરની સર્જરી કરાવી છે. તેના પતિ શોએબ ઈબ્રાહિમે વિડિયો શેર કરીને જણાવ્યું હતું. તેની સર્જરી ૧૪ કલાક ચાલી હતી અને એ પછી તેણે વીડિયો શેર કરીને ચાહકોનેશેર કર્યો હતો.
હિના ખાન : હિના ખાને હાલમાં જ બોયફ્રેન્ડ સાથે લગ્ન કરીને ચર્ચામાં છે. અભિનેત્રીને બ્રેસ્ટ કેન્સરનું નિદાન થયું હતું. અને કેન્સર સામે લાંબા સંઘર્ષ બાદ હવેજીવનમાં સ્થાયી થવાના પ્રયાસ કરી રહી છે.
સુનયના રોશન : રાકેશ રોશનની પુત્રી અને હૃતિક રોશનની બહેન સુનયના રોશન સર્વાઈકલ લિમ્ફોમા નામના દુર્લભ કેન્સરના સપાટામાં આવી હતી.
રાકેશ રોશન : રાકેશ રોશનને ગળાના કેન્સરની પીડા ઝીલી છે. ૨૦૧૮માં રાકેશ રોશનને ગળાના કેન્સરનું નિદાન થયું હ તું. લાંબી સારવાર પછી હવે તે ફરી કામે લાગી ગયો છે.
મનિષા કોઈરાલા : ૨૦૧૨માં મનિષા કોઈરાલાને ઓવરી કેન્સરનું નિદાન થયું હતું. તેણે અમેરિકામાં સારવાર કરાવી હતી. નિયમિત જિંદગીમાં આવતા છ વરસ લાગ્યા હતા.
સોનાલી બેન્દ્રે : ૨૦૧૮માં સોનાલી બેન્દ્રેને સ્ટેજ ૪ સાથે મેટાસ્ટિક બ્રેસ્ટ કેન્સરનું નિદાન થયું હતું. ડોક્ટરે તેને ફક્ત ૩૦ ટકા જ બચવાની આશા આપી હતી. જો કે તે કેન્સર સામેના જંગમાં જીત મેળવીને ફરી નિયમિત જીવન જીવી રહી છે.
સંજય દત્ત : ૨૦૨૦ માં સંજય દત્તને સ્ટેજ ૪ના કેન્સરનું નિદાન થયું હતું. અભિનેતાને ફેફસાનું કેન્સર થયું હતું. તેણે કેમોથેરપીની સખત પીડા ભોગવી હતી અને કેન્સર સામે જંગ જીતી ગયો.
કિરણ ખેર : કિરણ ખેરને ૨૦૨૧માં બ્લડ કેન્સરનું નિદાન થયું હતું. જો કે તે માનસિક રીતે ભાંગી ન પડતા તેણે આ જીવલેણ રોગનો સામનો કર્યો.
અનુરાગ બસુ : ૨૦૦૪માં અનુરાગ બાસુને બ્લડ કેન્સરનું નિદાન થયું હતું. લાંબી સારવાર બાદ આજે તે સ્વસ્થ જીવન જીવી રહ્યો છે.
તાહિરા કશ્યપ : તાહિરા કશ્યપને ૨૦૧૮માં બ્રેસ્ટ કેન્સર થયું હતું તે તેમાંથી સ્વસ્થ થઈ ગઈ હતી પરંતુ થોડા મહિનાઓ પહેલા ફરીથી તેને કેન્સરનું નિદાન થયાની જાણ કરી હતી. જો કે તેણે સ્વસ્થતાથી પીડા સહીને સારવાર હેઠળ છે.
રિશી કપૂર : ૨૦૧૮માં રીશિ કપૂરને બ્લડ કેન્સરનું નિદાન થયું હતું. અભિનેતાએ અમેરિકામાં સારવાર કરાવી હતી. ૧૧ મહિના તે મુંબઈ આવ્યો હતો અને ૨૦૨૦માં ફરી કેન્સરના સપાટામાં આવ્યો હતો. અભિનેતા કેન્સર સામેના જંગમાં હારી ગયો હતો અને મૃત્યુ પામ્યો હતો.
ઈરફાન ખાન : ઈરફાન ખાનને ૨૦૧૮માં કેન્સરનું નિદાન થયું હતું. તેણે લંડનમાં ઈલાજ કરાવ્યો હતો પરંતુ અંતે તે નિધન પામ્યો હતો.
મુમતાઝ : ૭૦ની દાયકાની મશહૂર અભિનેત્રી મુમતાઝ બ્રેસ્ટ કેન્સરના સપાટામાં આવી હતી. ૨૦૦૪માં ૫૪ વરસની વયે તેણે કેન્સર સામે જંગ જીત્યો છે.