Get The App

...પણ પાકિસ્તાન શાંતિમાં ક્યાં માને જ છે? : અનિલ શર્મા

Updated: May 8th, 2025

GS TEAM


Google News
Google News
...પણ પાકિસ્તાન શાંતિમાં ક્યાં માને જ છે? : અનિલ શર્મા 1 - image


- 'ગદર-1' હોય કે 'ગદર-2'...મારી ફિલ્મોમાં પાકિસ્તાનની જનતા ક્યારેય નકારાત્મક દેખાતી નથી. અમે રાજકારણીઓને જ નકારાત્મક રીતે બતાવીએ છીએ, જે સત્ય છે.'

ભારત અને પાકિસ્તાન વચ્ચે અત્યાર સુધીમાં જેટલાં સંઘર્ષ થયા એમાં ભારત હાર્યું નથી અને પાકિસ્તાન જીત્યું નથી છતાં અત્યારે માહોલ એવો સર્જાયો છે, જે ગમે ત્યારે ગમે તે થઈ શકે છે. અત્યારે પણ ભારત તમામ તૈયારીને અંતિમ ઓપ આપી પોતાના બાવડાં ફુલાવી રહ્યું છે ત્યારે બોલીવૂડમાં ઘણા ફિલ્મસર્જકો તેમણે બિછાવેલી શાંતિની બાગડોરને આગળ ધપાવી પાકિસ્તાને શીખ જ આપી રહ્યા છે. આ અંગે જ તેઓ કહે છે, 'સબને અપને-અપને તરીકે સે બતાયા હૈ કિ ઇન્ડિયા ઔર પાકિસ્તાન કા યુધ્ધ. યશજીએ 'વીર-ઝારા' બનાવીને પોતાની રીતે સંઘર્ષને અલગ મોડ આપ્યો. અમે પણ 'ગદર-૧', 'ગદર-૨' બનાવી 'મોહબ્બત હી સબ કુછ હોતી હૈ' એની વાતો કરી.'

   જોકે પહલગામ આતંકવાદી હુમલા પછી અનિલ શર્માનો સૂર બદલાઈ ગયો છે. જેમણે પડદા પર ભારત-પાક સંઘર્ષના મૂળમાં તેમનો અવાજ કેવો છે, આ વિષયને કેવી રીતે દર્શાવવામાં આવે છે તે તે અંગે અભિપ્રાય વ્યક્ત કર્યો છે.

આપણા સંબંધ સુધારવા હોય તો માનવતા વિશે વિચારવું

અનિલ શર્મા કહે છે, 'પહેલગામમાં શું થયું- તે કેમ થયું? તેનો અર્થ શું થાય? તમે મને પહેલા કેમ માર્યો? શું તમે એવી અફવા ફેલાવા માગે છે કે હિન્દુઓ અને મુસ્લિમો વચ્ચે લડાઈ છે? અને આ તેમનો રાજકીય વિચાર છે? આ તેમની રાજકીય સિધ્ધિ છે? ભારત અને પાકિસ્તાનના સંબંધોની વાત એ છે કે બંને દેશોના લોકોએ એકવાર વિચારવું જોઈએ કે - રાજકારણીઓ રાજકારણ કરતા રહેશે. તેઓ બદલાશે નહીં, એક સમયે બધાએ વિચાર્યું કે આપણે માનવતાના માર્ગે આગળ વધવું જોઈએ. જ્યાં સુધી આપણે જીવીત છીએ ત્યાં સુધી આપણે પ્રેમ અને શાંતિ ફેલાવવી જોઈએ અને તે જ ભારત-પાક સંબંધ સુધારી શકે છે - આનો વિચાર કરો. આપણે વિદેશીઓ દ્વારા બનાવેલા શસ્ત્રો પર અબજો રૂપિયા ખર્ચી રહ્યા છીએ. તે આપણને કેવી રીતે મદદ કરે છે? જો આપણે આપણાં સંબંધ સુધારવા હોય તો આપણએ માનવતા વિશે વિચારવું પડશે મેં હંમેશા આ વિચારો સાથે ફિલ્મ બનાવી છે.' 

અનિલ શર્માએ તેમની ફિલ્મો દ્વારા સંઘર્ષનો સામનો કરતી વખતે માનવતાની શક્તિ વિશે વાત કરવાનો પ્રયાસ કરે છે. તેઓ કહે છે, 'વિભાજન દરમિયાન ૧૦ લાખથી વધુ લોકોએ જીવ ગુમાવ્યા-જે વિશ્વએ જોયેલી સૌથી મોટી દુર્ઘટનામાં એક હતી. અમે પોતાની જાતને પૂછ્યું, જ્યારે સરહદની બંને બાજુના લોકો આટલા સમાન હોય તો પછી બે રાષ્ટ્ર બનાવવાની જરૂર જ શી હતી?' 

આ સાથે જ અનિલ શર્મા ઉમેરે છે, 'તે સમયે ભારતમાં રહેતા મોટાભાગના મુસ્લિમો તેમના પૂર્વજો કોઈને કોઈ રીતે હિન્દુઓ સુધી શોધી શકતા હતા. ભાઈચારાની ઊંડી ભાવના પ્રવર્તતી હતી. એ પણ સાચું છે કે તેમને એમ કહેવામાં આવતું કે પાકિસ્તાનમાં રહેતા હિન્દુઓ ત્યાં જ રહેશે અને હિન્દુસ્તાનમાં રહેતા મુસ્લિમો ત્યાં જ રહેશે તો પછી આવું કેમ થયું?' 'ગદર'માં અમે જે સમન્સ આપ્યું હતું તે જ રીતે પાકિસ્તાનમાં રહેતા હિન્દુઓએ પોતાની ઘર છોડવા પડશે? તો પછી હિંસા શા માટે થઈ? તે બધુ સત્તા અને ધર્મની રમતને કારણે થયું- એક રમત  જ જે માનવતાને મારી નાખે છે. 'ગદર'માં અમે એ જ બતાવવાનો પ્રયાસ કર્યો. અમે આ દ્રષ્ટિકોણથી ફિલ્મ બનાવી. માનવતાને માર્ગે ચાલો...' 

અમે પ્રથમ હુમલો કરતા નથી

યુધ્ધમાં જેમણે તેમના સ્વજનો, પ્રિયજનો ગુમાવ્યા છે તેઓ કદીય પાક-ફિલ્મોમાં 'એન્ટિ' કે 'પ્રો' પાકિસ્તાની બન્યા નથી. હમ ફિલ્મ બનાતે હૈ શાંતિ કે લિયે, લેકિન  પાકિસ્તાન શાંતિ માનતા કહાં હૈ? ભારત હંમેશા શાંતિપ્રિય દેશ રહ્યો છે, પણ જ્યારે પણ તેઓ હુમલો કરે છે - આપણે તેનો પ્રત્યુત્તર આપીએ છીએ. તેમણે ૧૯૬૫થી તાજેતરમાં થયેલાં કારગિલ હુમલા અને પુલવામા- પાર્લામેન્ટ એટેક સુધી અને છેલ્લે પહેલગામ હુમલા સુધી તેમની નિયત બતાવી છે. ભારતે જ્યારે પણ તેમની હિંસા, ઉશ્કેરણી અથવા યુધ્ધ પર પ્રતિક્રિયા આપી છે ત્યારે અમે એવી ફિલ્મો બનાવી છે, જે બતાવે છે કે શાંતિ કેવી રીતે શક્ય છે- પરંતુ ત્યારે જ જ્યારે સત્યનો સામનો કરવામાં આવે છે.' આ સાથે જ અનિલ શર્મા કહે છે, 'અમારી ફિલ્મો ૧૦૦ ટકા વાસ્તવિક છે. અમે આખા પાકિસ્તાનને નકારાત્મક રીતે ચિત્રિત કર્યું નથી. 'ગદર-૧' અને 'ગદર-૨'માં દાખવાયેલા મોટા ભાગના પાકિસ્તાની પાત્રો  સાચા હતા. અમે લોકોમાં સકારાત્મક છાપ આપવાનો પ્રયત્ન કરીએ છીએ. જનતા ક્યારેય નકારાત્મક દેખાતી નથી. આપણે રાજકારણીઓને જ નકારાત્મક રીતે બતાવીએ છીએ, જે સત્ય છે. હું માનું છું કે દરેક પ્રયાસમાં સામાન્ય લોકોને શું જોઈએ, આવામ બિચારી કો ક્યાં ચાહીએ એ જ બતાવ્યું છે. આવામ કો તો કેવલ રોટી ચાહિયે ખાને કો,' એમ કહી શર્મા સમાપન કરે છે.

Tags :