Get The App

બ્રિટની સ્પીઅર્સ પોપ આઈકને આખરે સત્ય બોલવાની હિંમત કરી

Updated: Jan 1st, 2026

GS TEAM

Google News
Google News
બ્રિટની સ્પીઅર્સ પોપ આઈકને આખરે સત્ય બોલવાની હિંમત કરી 1 - image

બ્રિટની સ્પીઅર્સે થોડાં અઠવાડિયાં પહેલાં એણે સોશિયલ મીડિયા પર એક હૃદયસ્પર્શી મેસેજ શેર કર્યો હતો. એ કહે છે, 'આત્મમંથન આત્મા માટે સારી વસ્તુ છે. મુશ્કેલ અનુભવો ભલે પીડાદાયક હોય, પણ તે ઘણીવાર આપણને અણધાર્યા વિકાસ તરફ દોરી જાય છે. ક્યારેક કઠોર બાબતો બને છે, પણ તેમાંથી સારી વસ્તુઓ પણ મળી આવે છે અને આપણને તેમાંથી શીખ મળે છે.'

સ્પીઅર્સના સંદેશમાં સૌથી ધ્યાન ખેંચનારી બાબત હતી પોતાની અંદર જીવતા બાળકની  ખેવના. એ કહે છે, 'આપણો મહિલા તરીકે ઉછેર થયો છે, પણ શું તમે તમારા આત્માના સૌથી સંવેદનશીલ હિસ્સાને જાળવી રાખવાની હિંમત કરી શકો છો ખરા? તમારી જાતને પોતાની જ વિરુદ્ધ બળવો કરવાની આપી શકો છો ખરા? તમારી અંદર રહેલા બાળકે સૌથી કઠિન સમયે બોલવું જ પડશે.'

બ્રિટની સ્પીઅર્સની તાજેતરની સોશિયલ મીડિયા ગતિવિધિ એના ભૂતપૂર્વ પતિ કેવિન ફેડરલાઈનને કારણે પેદા થયેલા નવા તણાવ વચ્ચે થઈ છે. ચાહકો પહેલેથી ચિંતિત હતા, ખાસ કરીને તેણે પોતાના પુત્રો બાબતે કરેલી લાગણીસભર પોસ્ટ્સને કારણે. બ્રિટનીએ સોશિયલ મીડિયા પર લખ્યું હતું કે ભૂતપૂર્વ પતિ તરફથી થતી સતત ટીકાઓ અત્યંત પીડાદાયક છે. મેં કાયમ સંતાનો સાથે જીવન વિતાવવા યાચના કરી છે. ટીનેજ વયના સંતાનો સાથેના સંબંધ આમેય જટિલ હોય છે.  બિલકુલ.