- દાસ્તાન-એ-સિનેમા
- 'મૈને પ્યાર કિયા' માટે સૂરજ બડજાત્યાએ 'અમર, અકબર, એન્થની' ફિલ્મના વિલન યુસુફ ખાનના પુત્ર ફરાઝ ખાનને પસંદ કરી લીધો હતો. તે બીમાર થઈ જતાં વિંદુ દારાસિંઘ અને દીપક તિજોરીને પણ કન્સિડર કરવામાં આવ્યા હતા. દરમિયાન સલીમ ખાને કહેવડાવ્યું કે, મારા દીકરાને સલમાનને બસ, એક ચાન્સ આપો, અને...
બોલિવુડના સુપરસ્ટાર સલમાન ખાને થોડા દિવસ પહેલા જ ૬૦મા જન્મદિવસની ઉજવણી કરી હતી. તેના પનવેલ ખાતેના ફાર્મહાઉસ પર સંજય દત્ત, સોનુ સુદ, મહેન્દ્ર સિંહ ધોની સહિતના સ્ટાર્સ જોવા મળ્યા હતા. અઠવાડિયા સુધી ટીવી ચેનલ્સ અને સોશિયલ મીડિયા સાઈટ્સ પર બર્થડેના ફોટોઝ-વિડીયોઝની ભરમાર જોવા મળી હતી. ટ્વિટર (એક્સ) પર હેપ્પી બર્થ ડે સલમાન અને સલમાન ખાન હેશટેગ ટ્રેન્ડ થયા હતા. આ તમામ ઘટનાક્રમને જોતા લાગ્યું કે, સાચેમાં જ કોઈ સુપરસ્ટારનો બર્થ ડે છે. એક એવો અભિનેતા કે, જેને જોઈને કોઈએ પહેલા દિવસે જ આગાહી કરી દીધી હતી કે, ભાઈ આ તો સુપરસ્ટાર જ બનશે. પરંતુ, સલમાનની સ્ટોરીમાં તેવું કશું જ નહોતું. ૧૯૮૮માં ફારુક શેખ અને રેખા સ્ટારર ફિલ્મ 'બીવી હો તો ઐસી'માં સાઈડ રોલ સાથે ડેબ્યુ કરનાર સલમાનને ગણતરીમાં જ નહોતો લેવામાં આવતો. આ ફિલ્મ પછીની ફિલ્મો પણ ચાલી પણ એવી નહીં કે, જે તેને સુપરસ્ટારની શ્રેણીમાં મૂકે. આ તો નસીબજોગે, 'મૈને પ્યાર કિયા' સાથે 'પ્રેમ'ની શુભ શરૂઆત થઈ અને ત્યાર બાદ, 'હમ આપકે હૈ કૌન', 'હમ સાથ સાથ હૈ', 'પ્રેમ રતન ધન પાયો' જેવી ફિલ્મોમાં સલમાન પ્રેમના રોલમાં જોવા મળ્યો. પરંતુ, શું તમને ખબર છે કે, 'મૈને પ્યાર કિયા' માટે સલમાન પહેલી પસંદ નહોતો?
દીપક તિજોરી, વિંદુ દારા સિંઘ અને ફરાઝ ખાન
'મૈને પ્યાર કિયા' માટે સૂરજ બડજાત્રાએ 'અમર, અકબર, એન્થની' ફિલ્મના વિલન યુસુફ ખાનના પુત્ર ફરાઝ ખાનને પસંદ કરી લીધો હતો. પરંતુ, તેની તબિયત લથડતા અન્ય અભિનેતાઓનો સંપર્ક કરવામાં આવ્યો હતો. ચોંકાવનારી વાત એ છે કે, દારા સિંઘના પુત્ર વિંદુના નામ પર પણ વિચારણા કરવામાં આવી હતી. ત્યારબાદ, સૂરજ બડજાત્યાએ દીપક તિજોરી સાથે વાતચીત શરૂ કરી હતી. પરંતુ, સલમાનના પિતા સલીમ ખાનની એક વિનંતીએ બાજી ફેરવી દીધી. સલીમ ખાને કહેવડાવ્યું કે, સલમાનને એક ચાન્સ આપો... બસ.. એક ચાન્સ...
સલમાનનો ચાન્સ પર ડાન્સ
પિતાની વિનંતી પર સલમાનને રોલ તો મળી ગયો. હવે, વારો હતો ચાન્સ પર ડાન્સ કરવાનો. સલમાને આ વિશે એક ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે, આ દિવસો તેના માટે ખૂબ મુશ્કેલ હતા. આત્મવિશ્વાસની કમી તેની એક્ટિંગમાં જોવા મળી રહી હતી. તે જાણતો હતો કે, તે સમયના 'ટિપિકલ' બોલિવુડ હીરોના કોઈપણ ગુણ તેનામાં નહોતા. પરંતુ, આ ફિલ્મની સ્ટોરીએ કમાલ કર્યો. અમીર પરિવારના 'પ્રેમ' (સલમાન)નો ગરીબ ઘરની દીકરી સુમન(ભાગ્યશ્રી) સાથેનો પ્રેમ દર્શકોને ખૂબ પસંદ આવ્યો. ફિલ્મ હિટ રહી. તે સમયે આશરે રૂપિયા ૨ કરોડના બજેટમાં બનેલી ફિલ્મે બોક્સઓફિસ પર રૂપિયા ૫૦ કરોડની કમાણી કરી. આ સાથે જ તે ૧૯૮૦ના દાયકાની સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ બની ગઈ હતી. આ ફિલ્મને ૧૨ ફિલ્મફેર નોમિનેશન મળ્યા અને તેમાંથી ફિલ્મે બેસ્ટ ફિલ્મ, બેસ્ટ ડિરેક્ટર, બેસ્ટ સિંગર, બેસ્ટ સિંગર મેલ, બેસ્ટ ડેબ્યુ મેલ, બેસ્ટ ડેબ્યુ ફિમેલના એવોર્ડ જીત્યા હતા. ફિલ્મને ઈન્ટરનેશનલ નામના પણ મળી હતી. મધ્ય પૂર્વ અને દક્ષિણ પૂર્વ એશિયામાં ફિલ્મ ખૂબ ચાલી હતી. જ્યારે, સ્પેનિશમાં તેનું ડબિંગ કરીને '્ી છર્સદના નામે રિલીઝ કરવામાં આવી હતી.
બ્લોકબસ્ટર બાદ પણ સ્ટ્રગલ
સામાન્ય માન્યતા એવી કે, કોઈપણ કલાકારની ફિલ્મ હિટ જાય તો તેમના ઘરની બહાર પ્રોડયુસર્સની લાઈનો લાગી જાય. પરંતુ, સલમાને એક ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે, આ ફિલ્મ બાદ તેની પાસે કામ જ નહોતું. પિતા સલીમ ખાન અખબારોમાં સલમાનના અભિનયના વખાણ કરતા આર્ટિકલ્સ લઈને અનેક પ્રોડયુસર્સને મળતા હતા. તે સમયે એવો પ્રતિસાદ નહોતો મળત. પ્રોડયુસર્સ કહેતા કે, ભાઈ ઠીક છે હવે.. સલમાનની આ બ્લોકબસ્ટર હિટ બાદની સ્ટ્રગલ સાબિત કરે છે કે, સફળતાની સીડી આસાન નથી હોતી અને જે આસાન હોય છે એ સફળતાની સીડી નથી હોતી.
ભાગ્યશ્રીની પહેલી અને છેલ્લી ફિલ્મ
સલમાન ખાનની જેમ 'મૈને પ્યાર કિયા' માટે ભાગ્યશ્રી પણ પહેલી પસંદ નહોતી. કપિલ શર્મા શોમાં આવતી ઉપાસના સિંહને લીડ રોલ માટે લગભગ ફાઈનલ કરી દેવામાં આવી હતી. ઉપાસના સિંહને તેની સલમાનથી વધુ હાઈટ નડી ગઈ. આ ફિલ્મ માટે નીલમના નામ પર પણ વિચારણા કરવામાં આવી હતી. પરંતુ, છેવટે પસંદગીનો કળશ ભાગ્યશ્રી પર ઢોળાયો. ભાગ્યશ્રી માટે આ પહેલી અને છેલ્લી મોટી ફિલ્મ સાબિત થઈ. તેણે પરિવારને પ્રાથમિકતા બનાવીને ફિલ્મ પછી તરત જ લગ્ન કરી લીધાં હતાં. આ સાથે જ ભાગ્યશ્રી એવી અભિનેત્રીઓની લિસ્ટમાં સામેલ થઈ ગઈ જેમના વિશે કહી શકાય કે, જો તેમણે ફિલ્મો પર ધ્યાન કેન્દ્રિત કર્યું હોત તો વાત કંઈક અલગ જ હોત.
ફિલ્મની સુપરહિટ અંતાક્ષરી
મોટાભાગે પિકનિક સમયે રમવામાં આવતી અંતાક્ષરીને આ ફિલ્મ અલગ સ્તર પર લઈ ગઈ હતી. રામલક્ષ્મણનું મ્યુઝિક, દેવ કોહલી અને અસદ ભોપાલીના અંતાક્ષરી સહિત ૧૧ ગીતો અને લતા મંગેશકર, એસ.પી. બાલાસુબ્રમણ્યમ, ઉષા મંગેશકર, શૈલેન્દ્ર સિંહ અને શારદા સિંહાનો અવાજ તે સમયનો સાઉન્ડટ્રેક બની ગયો હતો. આ ફિલ્મના સંગીતને તેટલી હદે પસંદ કરવામાં આવ્યું હતું કે, જો તે સમયે ઈન્સ્ટાગ્રામ હોત તો આ તમામ ગીતો ટ્રેન્ડિંગ લિસ્ટમાં હોત. 'દિલ દીવાના બિન સજના કૈ માને ના', 'કબૂતર જા જા..', 'આજા શામ હોને આયી..' જેવા ગીતોને કારણે તેની ૧ કરોડથી વધુ ઓડિયો કેસેટ્સ વેચાઈ હતી.
કબૂતર અને પ્રેમ
'મૈને પ્યાર કિયા'માં કબૂતરનો રોલ પણ મહત્ત્વનો છે. આ કબૂતર એટલે આપણી બારીની બહાર અવાજ કરીને આપણું માથું ફેરવી દે તે નહીં. આ તો, પ્રેમનું સફેદ કબૂતર. આ કબૂતર દ્વારા આડકતરો સંદેશ એ છે કે, ધીમો છે તો સાચો પ્રેમ છે. બાકી, પ્રેમની તો વાત બાજુ પર ઈન્સ્ટન્ટ તો મેગી પણ નથી બનતી.
ફ્રેન્ડ્સ કેપ અને હોલિવુડનું જેકેટ
આ કદાચ તે સમયની પહેલી ફિલ્મ કે જેણે કોઈ વસ્તુની ડિમાન્ડ વધારી. તે સમયે પ્રેમની નિશાની એવી ફ્રેન્ડ્સ લખેલી કેપની માંગ વધી હતી. આ સલમાનની પોતાની કેપ હતી, જે તેણે ફિલ્મમાં પહેરી હતી. આ સિવાય હોલિવુડ હીરો પહેરે તેવું જેકેટ પણ સ્ટાઈલ સ્ટેટમેન્ટ બન્યું હતું. પ્રેમનો લૂક સામાન્ય હતો. લેધર જેકેટ, ફ્રેન્ડ્સ લખેલી કેપ અને જીન્સનું પેન્ટ. એક સમયે રાજેશ ખન્નાની સ્ટાઈલ કોપી કરતા દર્શકોને ઘણા સમય બાદ કોઈ અભિનેતાની સ્ટાઈલ કોપી કરવાનો ચાન્સ મળ્યો હતો.
સલમાનની સફળતા અને ખાલીપણું
સલમાનના સ્ટારડમ પાછળ મહત્વનું ફેક્ટર તેનો અભિગમ રહ્યો છે. પહેલા સલમાન એવો વ્યક્તિ હતો જે, 'ઉીચિૈહય રીચિા ર્હ ારી જનીીપીદમાં માનતો. તેનો મતલબ એ કે, જે છે એ જગજાહેર કરવું. ભલે તે આનંદ હોય, ગુસ્સો હોય, દુ:ખ હોય કે પછી પ્રેમ. જ્યારે કોઈપણ વ્યક્તિ 'ઉીચિૈહય રીચિા ર્હ ારી જનીીપીદ સમયગાળામાંથી પસાર થઈ રહ્યો હોય ત્યારે, આજુબાજુના વ્યક્તિઓને તે પસંદ નથી પડતું. તેને એવી ઠોકરો, ફટકા અને ઉપનામ મળે કે, તેની પાસે બે જ વિકલ્પ રહે. એક તો સહન કરવું અને કોઈ ખૂણામાં બેસી જવું અને બીજું, 'ઉીચિૈહય ર્ુેહગજ ચજ મચગયીજદ એટલે કે, પોતાના જખ્મોને છૂપાવવાના જ નહીં. જખ્મોને પણ ફેશન સ્ટેટમેન્ટ બનાવીને પહેરવા. જ્યારે આવો 'એટિટયુડ' આવે છે ત્યારે, માણસ સામાન્યની શ્રેણીમાંથી નીકળીને અસામાન્ય બને છે. 'મૈને પ્યાર કિયા' સલમાનના 'ઉીચિૈહય રીચિા ર્હ ારી જનીીપીદ સમયગાળાની પહેલી હિટ ફિલ્મ હતી. તેને 'ઉીચિૈહય ર્ુેહગજ ચજ મચગયીજદ સુધી પહોંચતા એટલે કે, સાચા અર્થમાં 'દબંગ' બનતા વાર લાગી. આ વચ્ચે આપણે સૌએ જોયું કે, એક રોમેન્ટિક હીરોને સ્ટારડમ ન મળી. સ્ટારડમ મળી એક એવા અભિનેતાને કે જેણે બાંધછોડ કરવાનું છોડી દીધું, જેણે આલોચકોની મંજૂરી મેળવવાનું બંધ કરી દીધું, જેણે 'લોગ ક્યાં કહેંગે' જેવા સવાલો પર ચિંતા કરવાની છોડી દીધી. મિર્ઝા ગાલિબની ફેમસ ગઝલ સલમાનને બંધબેસતી છે. 'હઝારો ખ્વાહિશેં ઐસી કિ હર ખ્વાહિશ પે દમ નિકલે, બહુત નિકલે મિરે અરમાન લેકિન ફિર ભી કમ નિકલે...' આ પહેલી પંક્તિ તો સૌએ સાંભળી હશે. પણ, આ ગઝલની પંક્તિઓ છે, 'મોહબ્બત મે નહીં હૈ ફર્ક જીને ઔર મરને કા, ઉસી કો દેખ કર જીતે હૈ, જિસ કાફિર પે દમ નિકલે...'


