Get The App

બોલિવુડના સિતારા જેમને કામ મેળવવા અપમાનના ઘૂંટ પીવા પડયા

Updated: Nov 6th, 2025

GS TEAM

Google News
Google News
બોલિવુડના સિતારા જેમને કામ મેળવવા અપમાનના ઘૂંટ પીવા પડયા 1 - image

નવોદિત કલાકારોને બોલિવુડમાં કામ મેળવવા માટે સંઘર્ષ કરવો પડતો હોય છે. એટલું જ નહીં, ઘણી વખત તો તેમને કામના બદલામાં હલકી-ગંદી ઓફરો પણ આપવામાં આવતી હોય છે. પોતાના આવા કડવા અનુભવોને ઘણા સ્ટાર્સએ જણાવી છે. 

કંગના રનૌત

કંગના રનૌતે એક ઈન્ટરવ્યૂમાં હિંદી ફિલ્મ ઇન્ડસ્ટ્રીની પોલ ખોલતાં જણાવ્યું કે લીડ રોલ મેળવવા માટે તેણે એ ફિલ્મના મુખ્ય અભિનેતા સાથે સુવું પડશે. કંગના રનૌત બોલીવૂડના ઘણા સ્ટાર્સ વિરુદ્ધ પોતાના કડવા અનુભવો વગર ડરથી જણાવતી હોય છે.

નીના ગુપ્તા

અભિનેત્રી નીના ગુપ્તાએ પોતાના ભૂતકાળની યાદ તાજી કરતાં કહ્યું હતું કે એક વખત મને પ્રોડયુસરે મને તેની ફિલ્મમાં કામ મેળવવા માટે તેની સાથે એક રાત પસાર કરવાની શરત મુકી હતી. અભિનેત્રીએ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાંથી તેની સાથે થયેલા શોષણ પર ઘણી વખત બળાપો કાઢ્યો છે.

રણવીર સિંહ

રણવીર સિંહે જણાવ્યું હતું કે એક ફિલ્મના ડાયરેક્ટરે શૂટિંગ વખતે મને ખોટી રીતે સ્પર્શ કરતો હતો. આ ઇન્ડસ્ટ્રીમાં પુરુષોએ પણ કામ મેળવવા માટે નિર્માતાઓની આવી હરકતો સહન કરવી પડતી હોય છે. એટલું જ નહીં એક વખત તો કાસ્ટિંગ ડાયરેક્ટરે પણ મને પરેશાન કરવાનો પ્રયાસ કર્યો હતો.

સુધાંશુ પાંડે

સુધાંશુ પાંડેએ પોતાની સાથે થયેલા શોષણ વિશે કહ્યું હતું કે એક ફિલ્મની ઓફર મળી તેની સાથે સાથે મને તેમની બાબત પર કોમ્પ્રોમાઇઝ કરવાની શરત મુકી હતી. જોકે ટેલિવિઝન અભિનેતાએ કઈ બાબત પર સમાધાન કરવાનું કહ્યું હતું તે સ્પષ્ટ કર્યું નહોતું.

ઝરીન ખાન

ઝરીન ખાને પોતાની કડવી યાદ તાજી કરતાં એક ઇન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે મને તો ઘણી વખત કામના બદલામાં સેટ પર પણ પરેશાન કરવામાં આવી હતી.

રાધિકા આપ્ટે

રાધિકા આપ્ટેએ કહ્યું હતું કે બોલીવૂડની ઘણી ઓફરો મેં નિર્મતા-દિગ્દર્શકની શરતો મુજબ તેમની સાથે રાત વિતાવવાનો ઈન્કાર કર્યો હોવાથી હાથમાંથી જતી રહી હતી.