Get The App

બોલિવુડના સ્ટાર્સનું સ્ટ્રોંગ સ્પોર્ટ્સ કનેક્શન

Updated: Sep 11th, 2025

GS TEAM

Google News
Google News
બોલિવુડના સ્ટાર્સનું સ્ટ્રોંગ સ્પોર્ટ્સ કનેક્શન 1 - image

એક જમાનામાં ફિલ્મસ્ટાર્સ કોઈ કુદરતી આફત માટે ભંડોળ ભેગું કરવા ક્રિકેટ રમતા. રાજ કપૂર અને દિલીપકુમારના સુકાની પદે મેચ રમાતી પણ ે માત્ર દેખાડા પૂરતી, આવી મેચો ફેશન પરેડ બની રહેતી અને પ્રેક્ષકો માત્ર સ્ટાર્સને નિહાળવા મેચની ટિકિટ ખરીદતા. ઇન શોર્ટ, બોલીવુડને સ્પોર્ટ્સ સાથે માત્ર આટલા પૂરતો સંબંધ હતો. આજે વાત જુદી છે. બોલીવુડના સ્ટાર્સ હવે સ્પોર્ટ્સને સિરીયસલી લે છે અને ક્રિકેટ સિવાયની ગેમ્સ પણ રમે છે. હમણાં ૨૯ ઓગસ્ટે આખા દેશમાં નેશનલ સ્પોર્ટ્સ-ડે ઉજવાયો. દર વરસે હોકીના લેજન્ડ મેજર ધ્યાનચંદના માનમાં નેશનલ સ્પોર્ટ્સ-ડે ઉજવાય છે. એ પ્રસંગે મિડિયાએ બોલીવુડના સ્પોર્ટ્સ કનેક્શનને યાદ કર્યું. સ્પોર્ટ્સ પર 'ચક દે ઇન્ડિયા' અને '૮૩' જેવી ફિલ્મો તો બની જ છે, પણ એ ઉપરાંત પણ ઘણાં એક્ટર્સ રમતગમતમાં ઊંડો રસ લેતા થઈ ગયા છે. રણદીપ હુડા અને જોન અબ્રાહ્મ જેવા અમુક એક્ટર્સને તો સ્પોર્ટ્સનું રીતસર પેશન છે. અભિષેક બચ્ચન પણ સોકરપ્રેમી છે અને એક કબડ્ડી ટીમનો માલિક છે. પ્રીતિ ઝિન્ટા પણ આઇપીએલ શરૂ થઈ ત્યારથી પંજાબ કિંગ્સની ઓનર છે. જ્યારે શાહરૂખ ખાન અને જુહી ચાવલા કોલકતા નાઇટ રાઇડર્સના કો-ઓનર્સ છે. આટલી પૂર્વભૂમિકા પછી અત્રે એ ચર્ચા કરીએ કે કયા ફિલ્મસ્ટાર્સને કઈ ગેમમાં કેટલો રસ છે

રણબીર કપૂર (ફૂટબોલ)

 રણબીર કપૂર પોતાની એક્ટિંગ સ્કીલ્સ અને રોમાંસથી લઈ એક્શન સુધીના જોનરની પસંદગી માટે જાણીતો છે. પરંતુ અંગત જીવનમાં એ ફૂટબોલ પ્રત્યે ઊંડે પ્રેમ ધરાવે છે. રણબીરને અને જોન અબ્રાહમ સાથે સોકર રમતો જોય છે. એ અભિનયની જેમ ફૂટબોલ પ્રત્યે પણ ગંભીર છે. ફૂટબોલ માત્રે એની ફિટનેસ રેજિમનો ભાગ નથી, પરંતુ એક સચોટ સ્ટ્રેસ-બસ્ટર છે. શાળાના દિવસોમાં કપૂર પોતાની સ્કૂલની ફૂટબોલ ટીમનો કેપ્ટન હતો. ત્યારથી ેનું આ ગેમ સાથેનું 'લવ અફેયર' શરૂ થયું તું. આજે એ ઓલ સ્ટાર્સ ફૂટબોલ ક્લબ (એએસએફસી)નો એક્ટિવ પ્લેયર અને એક કો-ઓનર છે. આ ક્લબ સેલિબ્રિટી ચેરિટી મેચીસનું આયોજન કરે છે. સૈયામી ખેર (ક્રિકેટ, સાઇકલિંગ, સ્વિમિંગ)

સૈયામી ખેર

 બોલીવુડની એક બહુમુખી પ્રતિભા છે. મરાઠી માનુની મહારાષ્ટ્રમાં સ્કૂલ લેવલથી ક્રિકેટ રમતી આવી છે અને એક તબક્કે એની નેશનલ ટીમમાં પસંદગી પણ થઈ હતી, પરંતુ એ છોડીને એણે સ્ટેશ ચેમ્પિયનશિપમાં બેડમિન્ટન રમવાનું પસંદ કર્યું. એ ઉપરાંત સૈયામી એક કુશળ સ્વિમર, સ્પ્રિન્ટર (દોડવીર) અને સાઇકલિસ્ટ પણ છે. દુનિયાની સૌથી ટફ મનાતી 'આર્યનમેન ૭૦.૩ ટ્રાયથેલોન' એક વરસમાં બે વાર પૂરી કરી ખૈરે સ્પોર્ટ્સ ક્ષેત્રે એક મોટું શિખર સર કર્યું હતું. એક્ટરના પિતા સ્ટેટ લેવલના ક્રિકેટર રહી ચૂક્યા છે. એટલે એને રમતગમત પ્રત્યેની રુચિ ગળથુથીમાંથી મળી છે એમ કહી શકાય. એણે અભિષેક બચ્ચન સાથે ફિલ્મ 'ઘુમર'માં એક હાથે અપંગ મહિલા ક્રિકેટરનો અદ્ભુત રોલ કર્યો હતો. સૈયામીએ પોતાના પેશનથી પુરવાર કર્યું છે કે એક્ટિંગ અને એથ્લેટિક્સ સાથે સાથે ચાલી શકે છે.

રણવીર સિંહ (બાસ્કેટ બોલ)  

બોલીવુડનો સૌથી સ્ફૂર્તીલો એક્ટર ગણાતો રણવીર ેક સ્પોર્ટ્પ્રેમી સજ્જન છે. બાસ્કેટબોલ એનો પહેલો પ્રેમ છે. એનું આ ગેમ પ્રત્યેનું પેશન એટલું સ્ટ્રોંગ છે કે એનાા જોરે એ ભારતના નેશનલ બાસ્કેટબોલ એસોસિયેશન (એનબીએ)નો બ્રાન્ડ એમ્બેસેડર બની ગયો હતો. 

એનાથી પ્રેરાઈને ઘણાં યુવાનો ફિજિકલ ફિટનેસ માટે બાસ્કેટબોલ રમતા થઈ ગયા છે. 

રણદીપ હુડા (પોલો) 

પોતાના પાવરફુલ પરફોર્મન્સીસ માટે જાણીતો રણદીપ ઓફ્ફ સ્ક્રીન એકદમ રફટફ અને સાહસિક વ્યક્તિ છે. હરિયાણાનો વતની આ જાટ પોલો અને શો જમ્પિંગમાં નેશનલ લેવલના મેડલ્સ જીતી ચૂક્યો છે.

 સ્વભાવે પ્રકૃતિ અને પ્રાણીપ્રેમી એક સ્કીલ્ડ ઇકવેસ્ટેરિયન (ઘોડેસવાર) છે અને અવારનવાર પોલોની મેચો અને શો જમ્પિંગમાં ભાગ લે છે. હુડાને અશ્વો પ્રત્યે અસીમ પ્રેમ છે અને એને કારણે જ એનો ઇકવેસ્ટેરિયન સ્પોર્ટ્સ પ્રત્યે ઝુકાવ રહ્યો છે. રણદીપને મન પોલો અને હોર્સ રાઇડિંગ સ્પોર્ટ્સ કરતા વધુ જીવનનો એક હિસ્સો બની ગઈ છે. 

તાપસી પન્નુ (સ્ક્વોશ)

 પોતાના રોલમાં જીવ રેડી દેવા માટે જાણીતી તાપસી એક ઉત્સાહી સ્ક્વોશ પ્લેયર છે. ફિટ અને શાર્પ રહેવા એ સમય મળે ત્યારે આ ગેમ પર હાથ અજમાવી લે છે. સ્પોર્ટ્સમાંથી મળેલા શિસ્તને કારણે એ ડેડિકેશનથી પડદા પર પોતાના પાત્રોને ન્યાય આપી શકે છે.

નોંધવા જેવી વાત એ છે કે આ બધા સક્સેસફુલ એક્ટર્સ પોતાના હેકટિક શિડયુલમાંથી સ્પોર્ટ્સ માટે અચુક સમય કાઢી લે છે. એ એમની ફિજિકલ ફિટનેશના લાભમાં પણ છે. 

બાકી, ફિલ્મોમાં આવ્યા પહેલા કેટલાક એક્ટર્સ સ્કૂલ અને કોલેજમાં સારા સ્પોર્ટ્સ પર્સન્સ રહી ચૂક્યા છે. દાખલા તરીકે, આમિર ખાન મહારાષ્ટ્રના જુનિયર બેડમિંગ્ટન ચેમ્પિયન પ્લેટર હતો. શાહરૂખ સ્કૂલ-કોલેજમાં હોકી અને ફૂટબોલ સારું રમી જાણતો. જ્યારે બેડમિંગ્ટનમાં દુનિયાભરમાં ભારતનું નામ રોશન કરનાર પ્રકાશ પદુકોણની પુત્રી દિપીકા મોડલિંગ શરૂ કર્યા પહેલા એક ઉત્તમ બેડમિંગ્ન પ્લેયર હતી. આજે પણ એ એક્ટ્રેસની સૌથી પ્રિય ગેમ છે.