બોલિવુડ સ્ટાર્સનું લીલુંછમ્મ અભિયાન .
- 'પૃથ્વીનું જતન એ કંઈ કોફી ટેબલ પર બેસીને ચર્ચા કરવાની બાબત નથી. જો આપણે આજે પૃથ્વીની સંભાળ રાખીશું તો તે કાલે આપણી સંભાળ રાખશે.'
પૃથ્વીનું ઉષ્ણતામાન દિનપ્રતિદિન વધતું જ જઈ રહ્યું છે અને તેની પ્રતિકૂળ અસર સમગ્ર પૃથ્વીના પર્યાવરણ પર પડી રહી છે. બોલીવૂડના ટોચના કલાકારો પર્યાવરણ બચાવવાની ઝુંબેશમાં સક્રિય છે, જેમાં જેકી શ્રોફ, દિયા મિર્ઝા - રેખી અને ભૂમિ પેડણેકર તો ઘણી સક્રિય છે.
જેકી શ્રોફ
આ અભિયાનમાં સૌથી ચાવીરૂપ ભૂમિકા ભજવનારા અભિનેતા જેકી શ્રોફ તો કહે છે, આપણે આવનારી પેઢી માટે સારું ભવિષ્ય બનાવવું પડશે. જો આપણે અત્યારે પૃથ્વીની સંભાળ રાખીશું તો તે કાલે આપણી સંભાળ રાખશે. સામાન્ય રીતે જેકી શ્રોફ હંમેશા પોતાની સાથે એક છોડ રાખે છે અને તેના માટે અનેકવિધ વાતો કરે છે. આ સાથે જ આ અભિનેતા માટે આ ગ્રહના સંરક્ષણ પ્રત્યેની તેની સમર્પણની ભાવના પણ સમજવા જેવી છે. આપણે જે બાળકો માટે પૃથ્વી છોડી રહ્યા છીએ તેમનામાં આ જાગૃતિ ફેલાવવાની જરૂર છે. રસપ્રદ વાત તો એ છે કે એક શાળા હતી, જેમાં મને મેથીના છોડ ઉગાડવાની ફરજ પડી હતી. આ પ્રસંગને કારણએ જ હું આ માર્ગ પર આવ્યો છું. આગળ ધપી રહ્યો છું અને મારી સાથે વિરાટ મેદની સામેલ થાય એવા પ્રયત્ન કરી રહ્યો છું. અમે એક સમયે ચાલીમાં રહેતા હતા અને ત્યારે જ મને વૃક્ષોનું મૂલ્ય સમજાયું. આજે મારા બંને સંતાન-ઉદ્યોગસાહસિક કૃષ્ણા શ્રોફ અને ટાઇગર શ્રોફ પણ ઘણા બધા છોડવા રોપે છે. જેથી તે મોટા થઈ આપણી માતાનું રક્ષણ કરી શકે. પૃથ્વીનું સંરક્ષણ એ કંઈ કોફી ટેબલ પર બેસીને ચર્ચા કરવાની બાબત નથી, પણ તેમાં સક્રિયપણે આગળ વધવાનું છે. જો આપણે આજે પૃથ્વીની સંભાળ રાખીશું તો તે કાલે આપણી સંભાળ રાખશે.'
દિયા મિર્ઝા
લાંબા સમયથી પર્યાવરણ ક્ષેત્રે સક્રિય રહેલી અભિનેત્રી દિયા મિર્ઝા તો આ દિશામાં ઘણું કરી રહી છે. એ તો આજે પણ સાફ શબ્દોમાં કહે છે, આપણે તમામ સીએફએલ બલ્બ બંધ કરી દેવા જોઈએ અને સ્વચ્છ ઊર્જા પૂરી પાડતા બલ્બો અપનાવવા જોઈએ. બધા જ બિનઉપયોગી ઇલેકટ્રોનિક્સનો નાશ કરવો જોઈએ. અરે, આ ઉનાળામાં વોટરહીટર ટાળી એર-કન્ડિશનરનો ઓછામાં ઓછો ઉપયોગ કરવો જોઈએ. પ્લાસ્ટિક ફ્રી જીવનશૈલી અપનાવો અને પર્યાવરણ બચાવવામાં તમારું યોગદાન આપો. વાત આટલેથી જ અટકતી નથી. નિસર્ગને ધબકતું રાખવા જળનું સિંચન પણ કરો. શાવરમાં નાહવાનું પાંચ મિનિટમાં પતાવો. તેના પર પ્રેશર કન્ટ્રોલ રાખો. પાણીની જાળવણી પણ એટલી જ મહત્ત્વની છે. આ સાથે જીવનમાં આવતા, જન્મદિવસ, લગ્નપ્રસંગે કે કોઈ પાર્ટીને પ્લાસ્ટિક-મુક્ત રાખો અને લીલોતરીને ઉત્તેજન આપો. અરે, વાસણો સાફ કરતાં પણ તમે નળ બંધ કરી શકો છો.
ભૂમિ પેડણેકર
અભિનેત્રી ભૂમિ પેડણેકરે પણ પર્યાવરણ કાર્યકર્તા તરીકે ઉમદા સેવા કરી છે અને તેની સરાહના પણ કરવી રહી. ભૂમિ કહે છે, 'અર્થપૂર્ણ પરિવર્તનની શરૂઆત સભાન, પસંદગી દ્વારા થાય છે. પ્રભાવશાળી પરિવર્તન માટે મોટા હાવભાવની જરૂર નથી.'
ભૂમિ કહે છે, 'મારા માટે એક મહત્ત્વની વાત એ છે કે છોડ આધારિત .