Get The App

બોલીવૂડના એ કલાકારો જેમણે સરોગસી દ્વારા સંતાન સુખ મેળવ્યું

Updated: Aug 21st, 2025

GS TEAM

Google News
Google News
બોલીવૂડના એ કલાકારો જેમણે સરોગસી દ્વારા સંતાન સુખ મેળવ્યું 1 - image

- બોલીવૂડ સેલિબ્રિટીઓએ સરોગસી દ્વારા સંતાન સુખ મેળવ્યાની યાદી લંબાઇ રહી છે. જેમાં પ્રિયંકા ચોપરા જોનાસથી લઇને કરણ જોહરનો સમાવેશ છે. 

પ્રિયંકા ચોપરા જોનાસ

પ્રિયંકા ચોપરા જોનાસે ૨૦૧૮માં નિક જોનાસ સાથે લગ્ન કર્યા હતા. એ પછી ૨૦૨૨માં તેણે ૩૯ વરસની વયે સરોગસી દ્વારા પુત્રી માલતી મૈરીની માતા બની ગઇ. 

પ્રીતિ ઝિન્ટા

પ્રીતિ ઝિન્ટા અને તેના પતિ જીન ગુડઇનફે નવેમ્બર ૨૦૨૧માં સરોગસી દ્વારા જોડકા સંતાનોના પેરન્ટસ બન્યા. તેમને ત્યાં એક પુત્ર જય અને પુત્રી જિયાનો જન્મ થયો હતો. પ્રિતી ઝિન્ટાએ આ સુખ ૪૯ વરસની વયે મેળવ્યું હતું. 

શિલ્પા શેટ્ટી

શિલ્પા શેટ્ટીએ ૨૦૧૨માં પુત્ર વિહાનને જન્મ આપ્યો હતો. ત્યાર પછી બીજા બાળક માટે તેને બહુ પ્રયાસ કરવા છતાં પણ તે તેમાં નિષ્ફળ રહી હતી, અંતે તેણે સરોગસીનો સહારો લીધો હતો.જેના દ્વારા તેને ત્યાં પુત્રી સમીશાનો જન્મ થયો હતો. 

કરણ જોહર

સિંગલ કરણ જોહરે સરોગસી દ્વારા પિતા બનવાનું સૌભાગ્ય પ્રાપ્ત કર્યું છે. તેને ત્યાં ૨૦૧૭માં સરોગસીની મદદથી યશ અને રુહીનો જન્મ થયો હતો.

એકતા કપૂર

જીતેન્દ્રનો પુત્ર તુષાર લગ્ન વગર પિતા બન્યો તો, પુત્રી એકતાએ પણ સિંગલ મધર બનવાનો નિર્ણય લીધો હતો. તેણે ૨૦૧૯માં સરોગસીની મદદ લઇને પુત્રની માતા બની હતી. તેણે પોતાના પુત્રનું નામ પણ પિતાના અસલી નામ રવિ કપૂર જ રાખ્યું.

તુષાર કપૂર

તુષાર કપૂરને લગ્ન કરવામાં બિલકુલ રસ ન  હતો. પરંતુ પિતા બનીને પોતાનો વંશ આગળ વધારવામાં અદમ્ય ઇચ્છા હતી. પરિણામે તેથી તેણે સરોગસીનો સહારો લીધો હતો અને તેને ત્યાં લક્ષ્યનો જન્મ થયો. 

ગૌરી ખાન

શાહરૂખ ખાનની પત્ની ગૌરીએ પણ માતૃત્વની સફરમાં સરોગસીને અપનાવી છે. સુહાના અને આર્યનના જન્મ પછી  ૪૨ વરસની ગોરીએ ત્રીજા સંતાન માટે સરોગસીનો સહારો લીધો હતો અને અબરામનો જન્મ થયો હતો.