- ક્રિસ ઇવાન્સ અને આલબા બેપ્ટિસ્ટા
'એવેન્જર્સ' સ્ટાર ક્રિસ ઇવાન્સ એ તેની પત્ની 'વોરિયર નન' અભિનેત્રી આલબા બેપ્ટિસ્ટાએ ઓક્ટોબર ૨૦૨૫માં પુત્રીને જન્મ આપીને તેમના ચાહકોને આશ્ચર્યમાં મુકી દીધા. આ હોલિવુડ કપલે તેમનો સંબંધ ૨૦૨૩થી ગોપનીય જ રાખ્યો છે અને તેથી જ પ્રગનન્સી વિશેની ખબરે ચાહકોને આશ્ચર્યચકિત કર્યા.
- મીલી બોબી બ્રાઉન અને જેક બોંગિયોવી
માત્ર ૨૧ વર્ષની 'સ્ટ્રેન્જર થિન્ગ્સ'ની સ્ટાર મીલી બોબી બ્રાઉને મે ૨૦૨૪માં એક ખાનગી સમારંભમાં ગાયક જોબ બોન જોવીના પુત્ર જેક બોંગિયોવી સાથે લગ્ન કર્યા હતાં. ૨૦૨૧થી સાથે રહેતા કપલે સોશિયલ મીડિયા પર જાહેરાત કરી કે તેમણે ઓગસ્ટ ૨૦૨૫માં બાળકી દત્તક લીધી છે.
- લીલી કોલિન્સ અને ચાર્લી મેકડોવેલ
'એમિલી ઈન પેરિસ'ની અભિનેત્રી લીલી કોલિન્સ અને તેના ફિલ્મસર્જક પતિ ચાર્લી મેકડોવેલએ ફેબુ્રઆરી ૨૦૨૫માં સરોગસી દ્વારા બાળકને જન્મ આપ્યો. લીલી ફિલ કોલિન્સની પુત્રી છે જ્યારે મેકડોવેલ કલાકારો માલકમ મેકડોવેલ અને મેરી સ્ટીનબરેનનો પુત્ર છે.
- હેનરી કેવિલ અને નતાલી વિસકુસો
ભૂતપૂર્વ 'સુપરમેન' એક્ટર હેનરી કેવિલ અને તેની મિત્ર હોલિવુડ એક્ઝિક્યુુટિવ નતાલી વિસકુસોએ જાન્યુઆરી ૨૦૨૫માં તેમના પ્રથમ બાળકને જન્મ આપ્યો. અહેવાલ મુજબ કપલની સગાઈ થઈ ગઈ છે અને તેઓ ૨૦૨૧થી સાથે રહે છે. તેમણે ઓગસ્ટ ૨૦૨૪માં પ્રેગનન્સીની જાહેરાત કરી હતી.
- સેઓર્સ રોનન અને જેક લોડેન
સ્કોટિશ એક્ટર જેક લોડેન અને આઈરિશ અભિનેત્રી સેઓર્સ રોનન તેમની ૨૦૧૮ની ફિલ્મ 'મેરી ક્વીન ઓફ સ્કોટ્સ'થી સંબંધમાં હતા. તેમણે જાન્યુઆરી ૨૦૨૪માં એક આત્મીય સ્કોટીશ સમારંભમાં લગ્ન કર્યા હતાં અને સપ્ટેમ્બર ૨૦૨૫માં પ્રથમ બાળકને જન્મ આપ્યો.
- એડ વેસ્ટવિક અને એમી જેકસન
'ગોસિપ ગર્લ' સ્ટાર એડ વેસ્ટવિકે 'થેરી' અને '૨.૦'ની અભિનેત્રી એમી જેકસન સાથે જાન્યુઆરી ૨૦૨૪માં સગાઈ કરી. બીજી માર્ચ, ૨૦૨૫માં તેમણે પ્રથમ બાળકના જન્મની જાહેરાત કરી. જેકસનને તેના અગાઉના સંબંધથી પણ એક પુત્ર છે.
- વાનેસા કર્બી અને પોલ રેબિલ
'ધી ફેન્ટેસ્ટિક ફોર: ફર્સ્ટ સ્ટેપ્સ' અભિનેત્રી વાનેસા કર્બીએ ગર્ભાવસ્થા દરમ્યાન મારવેલ ફિલ્મ માટે સમગ્ર પ્રેસ ટૂર કરી હતી. તે અને તેના પાર્ટનર ભૂતપૂર્વ લોક્રોસ ખેલાડી તેમજ પ્રીમિયર લેક્રોસ લીગના સ્થાપક પોલ રેબિલે ઓક્ટોબર ૨૦૨૫માં પ્રથમ બાળકને જન્મ આપ્યો.


