સોશિયલ મીડિયા પર હાલમાં એક નવી લહેર ઉઠી છે, જ્યાં વૈશ્વિક સંગીત આઈકન બીયોન્સેનું એક લોકપ્રિય ક્વોટ 'જો બધું જ પરફેક્ટ હોય, તો તમે ક્યારેય શીખી નહિ શકો અને ક્યારેય આગળ વધી નહિ શકો' ટ્રેન્ડ કરી રહ્યું છે. માટિવેશનલ સ્પીકરો અને લાઇફ કોચ તરીકે કામ કરતા વ્યક્તિઓ પણ બીયોન્સેના આ અવતરણનો ભરપૂર ઉપયોગ કરી રહ્યા છે.
આ અવતરણ દર્શાવે છે કે નિષ્ફળતા, અભાવ અને આઘાત વિકાસ માટે જરૂરી છે. બીયોન્સેનું પોતાનું જીવન આ અવતરણનું જીવતુ જાગતું ઉદાહરણ છે. એની જિંદગી અસાધારણ સફળતાઓ, જોખમો અને શાનદાર વાપસીથી ભરેલું છે.
૩૫ ગ્રેમી એવોર્ડ્સ સાથે તે ગ્રેમીના ઈતિહાસમાં સૌથી વધુ સન્માનિત થયેલી કલાકાર છે. ૪ સપ્ટેમ્બર, ૧૯૮૧માં જન્મેલી બીયોન્સેને 'ડેસ્ટિનીઝ ચાઈલ્ડ' ગુ્રપની મુખ્ય ગાયિકા તરીકે પ્રસિદ્ધિ મળી. ગુ્રપની સફળતા ૧૯૯૭ના ડેબ્યુ આલ્બમથી શરૂ થઈ, પછી ૧૯૯૯ના 'ધી રાઈટિંગ્સ ઓન ધી વોલ'ની અમેરિકામાં ૮૦ લાખથી વધુ કોપી વેંચાઈ. ૨૦૦૧ના 'સર્વાઈવર' બિલબોર્ડ ચાર્ટ પર ટોચના ક્રમાંકે રહી, જેને બીયોન્સે, કેલી રોલેન્ડ અને મિશેલ વિલિયમ્સને વૈશ્વિક પ્રસિદ્ધિ અપાવી. ૨૦૦૩માં સોલો ડેબ્યુ 'ડેન્જરસલી ઈન લવ'થી 'ક્રેઝી ઈન લવ' જેવાં હિટ્સ આવ્યાં. એક જ રાતમાં એણે પાંચ-પાંચ ગ્રેમી એવોર્ડ જીત્યા.
બીયોન્સેએ 'ડ્રીમગર્લ્સ', 'ધી પિન્ક પેન્થર', 'કેડિલેક રેકોર્ડ્સ' અને 'ધી લાયન કિંગ' જેવી ફિલ્મોમાં પણ પોતાનો અવાજ આપ્યો.
દુનિયાભરના લાખો-કરોડો લોકોને પ્રભાવિત કરી ચૂકેલી બીયોન્સેની ફિલોસોફી સ્પષ્ટ છે- જો બધું જ પરફેક્ટ હોય, તો તમે ક્યારેય શીખી નહી શકો.
બિલકુલ!


