Get The App

બીયોન્સે પરથી મોટી ઘાત ગઈ!

Updated: Jul 17th, 2025

GS TEAM

Google News
Google News
બીયોન્સે પરથી મોટી ઘાત ગઈ! 1 - image


બીયોન્સેએ હ્યુસ્ટનમાં કરેલી મ્યુઝિક કોન્સર્ટ એના ચાહકો લાંબો સમય સુધી વિસરી નહિ શકે. શો અપેક્ષાની મુજબ ભવ્ય તો હતો, પણ એક ક્ષણ એવી આવી ગઈ કે આ ગ્લોબલ સુપરસ્ટારની સલામતી સામે જોખમ ઊભું થયું. થયું એવું કે '૧૬ કેરેજીસ' ગીતના પર્ફોર્મન્સ દરમિયાન  બીયોન્સે ઉડતી કાર પર ડાન્સ કરી રહી. આ દ્રશ્ય અત્યંત રોમાંચક હતું, પણ અચાનક કશીક ટેકનિકલ ક્ષતિ પેદા થઈ અને ગીતની અધવચ્ચે કાર એક બાજુએ અચાનક નમી ગઈ. સૌને લાગ્યું કે બીયોન્સે કેટલાય ફૂટ ઉપરથી ધડામ્ કરતી નીચે પછડાશે.  દર્શકોમાં ભયથી ચીસાચીસ કરી મૂકી. સદ્નસીબે બીયોન્સે પડી નહીં. એની ટીમે એને હેમખેમ નીચે ઉતારી. શ્વાસ ઊંચા ચડી જાય તેવી આ પળો હતી, પણ બીયોન્સે જેનું નામ. એનું સંતુલન બિલકુલ વિચલિત નહોતું થયું. એ પોતાની વિશિષ્ટ ગરિમા સાથે મંચ પર પાછી ફરી અને હસીને બોલી, 'મને ખાતરી હતી કે જો હું પડી જઈશ તો તમે મને સંભાળી લેશો!' આ શબ્દો સાંભળતા જ ઓડિયન્સને તાળીઓનો ગડગડાટ કરી મૂક્યો. પછી સડસડાટ, વિના વિઘ્ને પૂરો થયો. 

'૧૬ કેરેજીસ' અને 'ટેક્સાસ હોલ્ડ એમ' જેવાં હિટ ગીતો સાથે બીયોન્સે કંટ્રી મ્યુઝીકની સાઉન્ડ અને ર્ફોર્મને નવો આકાર આપી રહી છે. એણે પોતાની અશ્વેત, દક્ષિણ અમેરિકન વિરાસત અને અમેરિકન કલ્ચરનું મિશ્રણ કર્યું છે.  જોકે સોશિયલ મીડિયા પર એક વર્ગે, ખાસ કરીને મેક્સિકન અમેરિકન સમુદાયે ભારે નારાજગી દર્શાવી હતી. એમણે આરોપ લગાવ્યો કે બીયોન્સે અમેરિકી મૂડીવાદને પ્રોત્સાહન આપી રહી છે. બીયોન્સેએ આ પ્રત્યાઘાતનો સીધો જવાબ આપવાનું ટાળ્યું છે.  બીયોન્સે વર્તમાન અમેરિકન મ્યુઝિક ઇન્ડસ્ટ્રીનું એક બહુ મોટું નામ છે. એ ગ્લોબલ સુપરસ્ટાર છે. એની નકલ કરનારાઓ આખી દેશમાં ફૂટી નીકળ્યા છે. બીયોન્સે સતત ન્યુઝમાં રહેતી સેલિબ્રિટી છે. એ સાચા અર્થમાં ઇન્ફ્લુએન્સ છે.  બાકી પેલા મ્યુઝિકલ શોમાં એના પરથી ઘાત ગઈ એ વાત સાવ સાચી. પણ કહે છેને કે બડે બડે શોઝમાં છોટી છોટી બાતેં હોતી રહતી હૈં.... 

Tags :