- આ વખતે સૌથી વધુ ચર્ચાસ્પદ તો બસીર અલી અને નેહલ ચુડાસમાં વચ્ચેના સંબંધો રહ્યા. તેમનું ઇવિક્શન તદ્ન અણધાર્યું સાબિત થયું
'બિગ બોસ-૧૯'ના હાઈ ડ્રામા વર્લ્ડમાં જે કંઈ બને છે, તે વ્યાપક ઉત્તેજના જગાવે છે અને અખબારોની હેડલાઈન્સ સુધ્ધા બને છે. આ વર્લ્ડમાં મિત્રતા જોડાણ કે રોમાન્ટિક સંબંધો અનેરી ઊંચાઈ પર પહોંચે છે અને લોકોમાં અનેરી લાગણી જન્માવે છે. જોકે પછી પ્રતિસ્પર્ધીઓ સાથે વાત કરવામાં આવે ત્યારે સાચી વાત જાણવામાં આવે છે. આ વખતે સૌથી વધુ ચર્ચાસ્પદ તો બસીર અલી અને નેહલ ચુડાસમાં વચ્ચેના સંબંધો રહ્યાં. તેમના અણધાર્યા ઇવિક્શન પછી બસીર અલીએ મીડિયા સાથે વાતો કરી અને સત્ય શું હતું તેની સ્પષ્ટતા કરી, જે લોકો માટે ખરેખર ચોંકાવનારું બની રહેશે.
જ્યારે શોમાં બસીર રેકોર્ડ સ્થાપિક કરવા માટે આગળ વધ્યો- તેણે કહ્યું કે શોમાં જે પ્રેમના ટ્રેક તરીકે દર્શાવવામાં આવ્યું હતું તે ન તો તેમના દ્વારા લખાયેલું હતું કે ન તો વાસ્તવિક રોમાન્ટિક પ્રતિબધ્ધતા આધારિત હતું! જ્યારે બસીરને પૂછવામાં આવ્યું કે અઠવાડિયા સુધી દુશ્મન રહ્યા પછી બસીર અને નેહલ અચાનક આટલા બધા નિકટ કેવી રીતે આવી ગયા? ત્યારે મોડેલ કહે છે, 'મારી પાસે વિકલ્પો જુઓ. અમારી પાસે કેટલા લોકો હતા તે જુઓ ઘરમાં લગભગ ૧૪-૧૫ લોકો હતા. જેમાંથી પાંચ-છ તો મારા મિત્રો સુદ્ધાં નહોતા! હું મારા સ્વભાવને શોધવા માટે સંઘર્ષ કરી રહ્યો હતો. જે લોકો સાથે હું વાઈલ કરતો હતો તેઓ ઘરે ગયાં. હું બીજું શુંકરવાનો હતો? હું બીજા લોકો સાથે બેસવાનો નહોતો. હું આ લોકો સાથે મારા શ્રેષ્ઠ પ્રયાસ કરી રહ્યો હતો અને નેહલ સાથે તો હું જેટલો પણ સમય વિતાવતો હતો તેથી મને લાગતું હતું કે ઓછામાં ઓછું મારી સાથે એવી માનસિકતા ધરાવતી કોઈ વ્યક્તિ છે જેની સાથે વાત કરી શકાય.'
આટલું જ નહીં. બસીરે તો નેહલે જે કબૂલાત કરી હતી તે વાત કરી અને એ પછી હવે મને ઝેરી કહ્યો. તેણી મને ભાવનાત્મક રીતે અપરિપક્વ લાગી વગેરે. તે મારી પાસે આવે છે, 'મને તમારા માટે લાગણી છે, એવું કહે છે, ફરહાના, નેહલ અને હંુ આ અંગે વાતચીત કરીએ છીએ ફરહાના મારી પાસે આવે છે, 'મને ખબર છે કે નેહલને તારા માટે લાગણી છે. મે નેહલનો સામનો કર્યો અને તેણે કહ્યું, 'તે કહે છે રાષ્ટ્રીય ટેલિવિઝન પર કોઈ મને આવું કહે અને હું તેને નકારી શકું? હું કંઈ એવા પ્રકારનો માણસ નથી. અને આવું બન્યા પછી પણ, હું તેની સાતે સમય વિતાવતો હતો અને અમે બંને એકબીજા સાથે સારો વર્તાવ કરતાં હતાં. જેથી લોકો એમ ન કહે કે હું કોઈની લાગણી કે લાગણીનો આદર કરતો નથી. આનું કારણ કે એ પણ કોઈ પરિસ્થિતિમાં મુકવામાં આવી રહ્યો હતો ખરું ને? હું બસ એ જ કરી રહ્ય હતો- બસ પ્રયાસ કરો- હું એક શૂરવીર માણસ બનવા માગતો હતો.
બસીર, વાસ્તવમાં સ્ક્રીન પર શું બતાવવામાં આવે છે અને ખરેખર શું બન્યું તે વચ્ચે અંતર પણ ભાર મૂકે છે. તે સમજાવે છે કે ઘરમાં મિત્રતામાં નજીકના નિકટના હાવભાવનો પણ સમાવેશ થઈ શકે છે. મિત્રોના ખોળામાં બેસનું, માથું મુકવાનું ભાન કરાવવું જ્યારે કોઈ બિમાર હોય ત્યારે! પરંતુ તે આગ્રહ રાખે છે કે દોઢ કલાકના એપિસોડમાં જો રાતે એક વાગ્યે નેહલ સાથેતે ફક્ત તે જ કરતો બતાવવામાં આવે તો તે લોકોની નજરમાં કંઈક રોમાન્ટિક લાગશે. તેથી નિયંત્રણ સ્પર્ધકોનું નહીં, પરંતુ શોના નિર્માતાનું છે.
માથાના માલિસની ઘટના વિશે બસીર સ્પષ્ટતા કરે છે કે તે સંપૂર્ણપણે મૈત્રીપૂર્ણ હતું. આ અંગે બસીરે જણાવ્યું, 'તેને (નેહલ)ને ૧૦૨થી ૧૦૩ ડિગ્રીનો તાવ હતો અને હું ફક્ત કોઈપણ મિત્ર બની રહ્યો હતો. એક સામાન્ય મિત્ર!ૅ જો આપણે એકબીજા સાથે વાત કરાત હોત તો હું કોઈપણ વ્યક્તિ માટે ફરહાના માટે પણ આવું જ કરત.
છેલ્લે બસીર સતત પૂછાતાં પ્રશ્નનો જવાબ આપે છે- શું પ્રેમનો કોઈ એંગલ હતો? તે પુનરાવર્તન કરે છે કે તેણે હંમેશાં કહ્યું છે કે તેઓ મિત્ર હતાં. તેણે કહ્યું, 'જ્યારે માલતી એ મને બધાની સામે કહ્યું, 'તારી ગર્લફ્રેન્ડને સાંભળ.' અને મેં ઝડપથી સ્પષ્ટતા કરી હતી ત્યારે પણ તે મારી મિત્ર જ હતી. સલમાન ખાનની સામે મેં ફરીથી કહ્યું, 'સાહેબ અમે ફક્ત મિત્રો છીએ. એક માણસ આ સ્પષ્ટ કરવા માટે શું કરી શકે? આ માત્ર મિત્રતા હતી રોમાન્સ નહીં!'


