Get The App

આયુષ્માન ખુરાનાઃ અમે લાગણી વેચવાનો ધંધો કરીએ છીએ...

Updated: Nov 6th, 2025

GS TEAM

Google News
Google News
આયુષ્માન ખુરાનાઃ અમે લાગણી વેચવાનો ધંધો કરીએ છીએ... 1 - image

-  'ધ ઓન્લી ફોર્મ્યુલા ઈઝ ટુ બ્રેક એવરી ફોર્મ્યુલા... અને ફોર્મ્યુલા દર પાંચ વરસે બદલાતી રહે છે. આજે જે પ્રસ્તુત કે પ્રાસંગિક છે તે પાંચ વરસ બાદ બિલકુલ ઇર્રિલેવન્ટ હોઈ શકે છે.' 

તા જેતરમાં યોજાયેલી ફિક્કી (ફેડરેશન ઓફ ઇન્ડિયન ચેમ્બર્સ ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ) ફ્રેમ્સની ૨૫મી એડિશનમાં સિનેમાના જાણકારોએ શ્રોતાઓ સાથે વિવિધ વિષયો પર પોતાના વિચારો શેર કર્યા. એક્ટર આયુષ્માન ખુરાનાએ સેશનની થીમનું ટાઇટલ હતું, 'બિયોન્ડ સ્ટારડમ'. 

સૌપ્રથમ 'વિકી ડોનર'ના આ એકટર પોતાની કેફિયતમાં કહ્યું, 'મેં હમેશાં મનોરંજન અને મેસેજનું મિશ્રણ ધરાવતી હાઇબ્રિડ ફિલ્મ્સ કરી છે. મને એ બહુ ફાવે છે. 'વિકી ડોનર'થી લઈ 'દમ લગા કે હઈસા' અને 'શુભ મંગલ...' સિરીઝ સુધી મેં આ જ પ્રકારની મૂવીઝ કરી છે. મારા કેસમાં રિસ્ક સામે રિવોર્ડનો રેશિયો જુદો છે. એ બધી ઓછાથી મધ્યમ બજેટ અને હાઈ કોન્ટેન્ટ ધરાવતી ફિલ્મો હતી એટલે જોખમ ઓછું હતું. એસે સિનેમા મેં આપ ઈતના તો રિસ્ક લે હી સકતે હૈં. હું સ્ટ્રીટ થિયેટરનું બેકગ્રાઉન્ડ ધરાવું છું અને મારા ફિલ્મી કરિઅરને તમે એનું જ એક્સટેન્શન કહી શકો. અમે શેરી નાટકોમાં સામાજિક પ્રશ્નોનું મનોરંજન સાથે મિશ્રણ કરતા, પરંતુ ફિલ્મોની વાત જુદી છે. અહીં મેસેજ કરતા મનોરંજનનો ભાગ વધુ રાખવો પડે. ઈસ લિયે કી ઓડિયન્સ બચ્ચે કી તરહ હોતી હૈ. ઉનકો મીઠી ગોલી દેની પડતી હૈ, નહિ તો દવાઈ કડવી લગેગી તો મઝા નહિ આયેગા. એટલે જ સિનેમામાં સૂક્ષ્મ સંદેશ સાથે મનોરંજન  આપવું વધુ મહત્ત્વનું બની જાય છે.

પછી પોતાના વક્તવ્યમાં ખુરાનાએ વાર્તાકથન વિશે કહ્યું, 'સાચુ પૂછો તો સ્ટોરીટેલિંગની કોઈ ફિકસ્ડ મેથડ જ નથી. એટલું પાકુ કે અમે લાગણીઓ વેચવાના ધંધામાં છીએ. પરંતુ સ્ટોરીની કોઈ ફોર્મ્યુલા નથી. ધ ઓન્લી ફોર્મ્યુલા ઈઝ ટુ બ્રેક એવરી ફોર્મ્યુલા અને ફોર્મ્યુલા દર પાંચ વરસે બદલાતી રહે છે. આજે જે રલેવન્ટ (પ્રસ્તુત, પ્રાસંગિક) છે એ પાંચ વરસ બાદ બિલકુલ ઇર્રિલેવન્ટ (અપ્રાસાંગિક) હોઈ શકે છે.'

સૌ જાણે છે એમ આયુષ્માન અભ્યાસુ જીવ છે. એણે ઓફબીટ ફિલ્મો કરીને પોતાની સફળ કરીઅર બનાવી છે. એટલે સ્વાભાવિક છે કે એની પાસે પોતાના મૌલિક વિચારો અને મત હોય. એનો પુરાવો આપવા ખુરાનાએ ફિક્કીના સેશનમાં સિનેમાઘરોમાં અને ઓટીટી પ્લેટફોર્મસ પર ચાલે એવી ફિલ્મોના વિષયો વચ્ચેનો તફાવત દોરી બતાવ્યો. 'પુરુષોમાં શીઘ્ર સ્ખલન જેવી સમસ્યા જેવા વર્જ્ય (ટેબુ) સબજેક્ટ્સ પરની 'શુભ મંગલ સાવધાન' ફિલ્મ ઓટીટી માટે બરાબર છે. એલજીબીટીક્યુઆઈને લગતી થીમ પરની કમર્શિયલ ફિલ્મ મુખ્ય પ્રવાહના પ્રેક્ષકો માટે વર્જ્ય બની રહે, પરંતુ 'બધાઈ હો' બહુ કમર્શિયલ ફિલ્મ ગણાય, કારણ કે એ અજીબ હોવા છતાં દર્શકોને એકદમ પ્રસ્તુત લાગી. ભારતમાં ૫૦ વરસની સ્ત્રી ગર્ભવતી થાય એવા બનાવો ખરેખર બને છે. ઈન શોર્ટ, દર્શકોના બહોળા વર્ગને સ્પર્શી જાય એવો કોઈ પણ વિષય થિયેટ્રીકલ ફિલ્મ માટે યોગ્ય છે, જ્યારે વર્જ્ય વિષયો માટે ઓટીટીનું મિડીયમ તો છે જ. વિધિની વક્રતા એ છે કે એ વર્જ્ય સ્ટોરીઝ જન સામાન્ય સુધી પહોંચવી જોઈએ, પણ એવું થતું નથી...' 

વાત તો સાચી.