Get The App

અયુબ ખાન : મેં ક્યારેય મારા કાકા દિલીપકુમારની નકલ નથી કરી

Updated: Aug 17th, 2023

GS TEAM


Google News
Google News
અયુબ ખાન : મેં ક્યારેય મારા કાકા દિલીપકુમારની નકલ નથી કરી 1 - image


હા લના  તબક્કે 'નીરજા એક નયી પહચાન'માં જોવા મળી રહેલા અભિનેતા  અયુબ ખાને ટચૂકડા પડદે અન્ય સંખ્યાબંધ ધારાવાહિકોમાં  પોતાની અભિનય  પ્રતિભાનો પરચો બતાવ્યો  છે. દર્શકો  હંમેશાથી તેના વ્યક્તિત્વથી  પણ પ્રભાવિત રહ્યા છે. તેની બોેડી લેંગ્વેજ ચારેકોર પ્રભાવ પાડે છે.  સ્વાભાવિક રીતે જ એક તબક્કે  દર્શકો તેને તેના કાકા અને દંતકથા સમાન કલાકાર દિલીપકુમાર સાથે સરખાવતાં હતાં. જો કે અયુબ ખાને ક્યારેય ન તો તેમનું નામ વટાવી ખાધું છે કે ન તેમની નકલ કરી છે.

અભિનેતા   આજે પણ  બહુ નમ્રતાથી  કહે છે કે દિલીપકુમાર બહુ  ઊંચા ગજાના કલાકાર હતા. તેઓ  દંતકથા  સમાન અભિનેતા  હતાં. હું તો તેમની  સામે તણખલુંય  ન લેખાઉં.  આમ છતાં હું તેમનો ભત્રીજો  હોવાથી લોકો મારા  અભિનયમાં તેમની છાંટ શોધવાનો  પ્રયાસ કરતા. જોકે હું ક્યારેય તેમની નકલ કરવાની  તરફેણમાં નહોતો.  મેં હંમેશા   મારી આગવી શૈલીથી  અભિનય કરવાનો પ્રયાસ કર્યો  છે. અને તેમાં હું સફળ પણ  રહ્યો  છું.  વાસ્તવમાં હું મારા કાકા કે પિતાના નામે ઓળખાવા નહોતો માગતો. હું અગાઉ પણ એમ જ ઈચ્છતો  હતો અને આજે પણ  એમ જ  ઈચ્છું  છું કે લોકો મને મારા પોતાના  કામથી  પિછાણે.

અયુબ ખાને ફિલ્મોમાં કામ નથી કર્યું અને  તેને આ વાતનો કોઈ રંજ પણ નથી.  અભિનેતા  કહે  છે કે આજની તારીખમાં  ટીવી, ઓટીટી અને  ફિલ્મોમાં  કામનો રાફડો ફાટયો  છે. 

મેં એક ઓટીટી  પ્રોજેક્ટ  'ધ ફેમિલી  વેકેશન' માં કામ કર્યું છે.  હકીકતમાં  આ પ્રોજેક્ટની  કહાણી પારિવારિક   હતી તેથી    મેં તેમાં કામ કર્યું. આ મંચ પર પુષ્કળ વિષય વૈવિધ્ય મળી રહ્યું  છે. પરંતુ  સેક્સને  લગતાં દ્રશ્યો  આપવાના હોય એવી કહાણીઓ  ધરાવતી  સીરિઝમાં  કામ કરવાનું  મને   બિલકુલ  ન ફાવે.  તે વધુમાં કહે છે કે મને ઘણાં લોકો એમ પૂછતાં હોય છે કે હું  ફિલ્મોમાં કામ કેમ નથી કરતો?  હકીકતમાં મને ઘણી  ફિલ્મોની ઓફરો આવે છે. પણ ટચૂકડા પડદે મારી  પાસે એટલું બધું કામ  છે કે  હું મૂવી માટે સમય નથી ફાળવી શકતો. 

દરેક કલાકારને ચોેક્કસ   ફિલ્મ પસંદ હોય તેમ અયુબ ખાનને 'ગંગા જમના' (૧૯૬૧) અત્યંત  પ્રિય  છે. તે કહે  છે કે આ  ફિલ્મ વિશે આજની યુવા પેઢી  ભાગ્યે જ કંઈ  જાણતી હશે.  પરંતુ હિન્દી   ફિલ્મોદ્યોગની  તે યાદગાર  ફિલ્મ  છે.  તેમાં મારા કાકા  દિલીપકુમાર અને પિતા નસિર ખાને સાથે કામ કર્યું હતું.  રીઅલ  લાઈફના  આ સગાભાઈઓએ 'ગંગા જમના' માં ભાઈઓની જ  ભૂમિકા ભજવી હતી. આ  મૂવી પ્રત્યે  મને વિશેષ લગાવ છે.  

Tags :