Get The App

અરવિંદ વૈદ્ય : અભિનય તો આજેય નસ નસમાં લોહીની જેમ વહે છે

Updated: Feb 12th, 2026

GS TEAM

Google News
Google News
અરવિંદ વૈદ્ય : અભિનય તો આજેય નસ નસમાં લોહીની જેમ વહે છે 1 - image

અભિનેતા અરવિંદ વૈદ્ય તેમની ટીવી સીરિયલ 'ખિચડી' અને 'સારાભાઈ વર્સેસ સારાભાઈ'ને લીધે લોકોમાં ખૂબ જ લોકપ્રિય નિવડયા છે. આટલું જ નહીં તેમને આ વર્ષે જ 'પદ્મશ્રી' જેવા રાષ્ટ્રીય સન્માનથી સન્માનવામાં આવ્યા છે. અભિનેતા શેર પણ કરે છે કે તેઓ આ સન્માનથી કેટલાં અભિભૂત છે.

પદ્મશ્રી એનાયત થયાની જાહેરાત થઈ એ પછી મારો ફોન બંધ થવાનું નામ જ લેતો નથી. મને ચોમેરથી શુભેચ્છા મળી રહી છે. અમદાવાદથી ઘરે પાછા ફરેલા દરેક વ્યક્તિ અત્યંત ખુશખુશાલ છે, એમ આ ૮૫ વર્ષના કલાકાર કહે છે.

અરે આ અદાકારે જીવનના છ-છ દાયકા અભિનયને સમર્પિત કર્યા છે. જો કે આ અભિનેતાને લાગે છે કે તેને આ ઓળખ થોડી મોડી મળી. મને લાગે છે કે થોડું મોડું થયું કારણ કે જે લોકો મારી સાથે ઊભા હતા, જે લોકો મને આ ક્ષેત્રમાં આવવાનું કારણ બન્યા હતા, તેમાંથી કેટલાંક લોકો હવે અહીં નથી, ફક્ત મારી પત્ની, જે મારા માટે આજે પણ ઉપસ્થિત છે.

અરવિંદ વૈદ્ય તેમની પોતાની સફળતાનું શ્રેય તેમના શ્રેષ્ઠ મિત્ર અને ગુરુ જશવંત ઠાકરને આપે છે, જેઓ ઇન્ડિયન પીપલ્સ થિયેટર એસોસિયેશન (ઈપ્ટા)ની સ્થાપનામાં મુખ્ય વ્યક્તિ હતા. આ બધા લોકોએ મને માત્ર કામ જ આપ્યું નથી, પરંતુ થિયેટર અને અભિનયની ઝીણવટ પણ શીખવી છે. મને તેમની યાદ આવે છે, એમ અરવિંદ વૈદ્યએ જણાવ્યું હતું.

પોતાના જીવનભરના સમર્પણ વિશે વાત કરતાં તેઓ કહે છે. આજે હું ટીવી સાથે સૌથી વધુ આરામદાયક છું, પણ થિયેટર પ્રત્યેનો મારો પ્રેમ અકબંધ છે. મારો દીકરો કહે છે. તમે એક પુરુષમાંથી એક અભિનેતાને અલગ કરી શકતા નથી. મને લાગે છે કે તે માણસ હું જ છું. અગર અભિગમ નહીં કરુંગા તો મૈં ખતમ. મૈં ઝિંદા હી નહીં રહુંગા.

પદ્મશ્રી અંગે પોતાનો ઉત્સાહ શેર કરતાં તેઓ ઉમેરે છે, હું ક્યારે અને ક્યાં જવાનું તેની વિગતોની રાહ જોઈ રહ્યો છું. અપના પદ્મશ્રી લેને કબ જાના હૈ યે પતા તો ચલેગા હી. અરવિંદ વૈદ્યએ ૧૦૦થી વધુ ટીવી સીરિયલો કરી છે જેમાં અત્યારે 'અનુપમા'માં 'બાપુજી'ની ભૂમિકા ભજવી રહ્યા છે. તેઓ અભિનેત્રી વંદના પાઠકના પિતા છે.