- 'સાહેબ, મારે શું કરવું જોઈએ? મારી પાસે પૈસા નથી. મને બીજો કોઈ ઉકેલ દેખાતો નથી. યહાં હમ સબ અકેલે હૈ. કોઈ મિત્ર નથી. મારે આ કટોકટીનો સામનો જાતે જ કરવો પડશે.'
બોલિવુડના માંધાતા અને અગ્રણી કલાકારો તરફથી કોમેડિયન રાજપાલ યાદવને સહાય કરવાની પ્રક્રિયા ધીમે ધીમે આગળ વધી રહી છે અને શક્ય એટલાં કલાકારો પોતાનાથી થાય એટલી મદદ કરી રહ્યા છે. અભિનેતા સોનુ સુદે ચેક બાઉન્સ કેસમાં ફસાયેલા રાજપાલ યાદવે તિહાર જેલમાં આત્મસમર્પણ કર્યું ત્યાર પછી લોકોને અપીલ કર્યા પછી સહાયનો ધોધ ધીમે ધીમે આગળ વધી રહ્યો છે.
પાંચમી ફેબુ્રઆરીએ રાજપાલ યાદવે આત્મસમર્પણ કર્યું એ પછી સોનુ સુદે કહ્યું, તેમને મદદ કરવી એ તો સાથીદારો તરીકે અમારી જવાબદારી છે અને મને આશા છે કે અમે આ શક્ય બનાવી શકીશું. અભિનેતાને (રાજપાલ યાદવ) ભવિષ્યમાં કામ સામે એકજસ્ટેબલ નાની રકમ આપવામાં આવશે. અમારા ઉદ્યોગના ઘણા લોકોએ રાજપાલભાઈ સાથે કામ કર્યું છે. તેઓ મારી ફિલ્મનો એક ભાગ બનશે અને હું બધા નિર્માતાઓને વિનંતી કરું છું કે તેઓ પણ આવું જ કરે જેથી તેઓ જે મુશ્કેલ તબક્કાનો સામનો કરી રહ્યાં છે તેમાંથી બહાર આવી શકે.
ચેક બાઉન્સ કેસ તો રાજપાલ યાદવે ૨૦૧૦માં દિગ્દર્શક તરીકે 'અતા પતા લાપતા' ફિલ્મ શરૂ કરી ત્યારે મુરલી પ્રોજેક્ટ્સ પ્રા. લિ. પાસેથી પાંચ કરોડ રૂપિયાની લોન લીધી ત્યાર પછી શરૂ થયો હતો. આ ફિલ્મ બોક્સ ઓફિસ પર નિષ્ફળ જતા રાજપાલને જોરદાર નુકસાન થયું હતું અને લોન ચુકવવામાં ઘણી મુશ્કેલી આવી. આ કેસમાં ૨૦૧૮ના એપ્રિલમાં રાજપાલ અને તેની પત્નીને છ મહિનાની જેલની સજા સંભળાવવામાં આવી હતી. આ રકમ વધીને રૂ .નવ કરોડ થઈ હતી, જેના કારણે તેણે પાંચમી ફેબુ્રઆરીએ આત્મસમર્પણ કર્યું હતું. આ કેસ રાજપાલ યાદવ અને તેની પત્ની-એમ બંને પર છે. તેમણે જે ચેક આપ્યા હતા, એ બાઉન્સ થઈ ગયા. કેમ કે ધિરાણ આપનારાએ કોર્ટમાં અરજી કરી હતી. બેશક, તેણે આંશિક રકમ ચુકવી હતી, પરંતુ નોંધપાત્ર રકમ બાકી હતી. દિલ્હી કોર્ટે આ કેસ વધુ લંબાવવાનો ઈનકાર કર્યો હતો અને પાંચ ફેબુ્રઆરીએ રાજપાલે આત્મસમર્પણ કર્યું હતું.
કોર્ટમાં રાજપાલે શું કહ્યું?
રાજપાલે કોર્ટમાં કહ્યું હતું, સાહેબ મારે શું કરવું જોઈએ? મારી પાસે પૈસા નથી. મને બીજો કોઈ ઉકેલ દેખાતો નથી. જ્યારે તેને પૂછવામાં આવ્યું કે શું તેણે ઉદ્યોગમાં મિત્રો પાસેથી મદદ લીધી છે? ત્યારે યાદવે કહ્યું, સાહેબ, યહા હમ સબ અકેલે હૈ. કોઈ મિત્ર નથી. મારે આ કટોકટીનો સામનો મારી જાતે જ કરવો પડશે.
ગુરમીત મદદ માટે આવ્યો
અભિનેતા ગુરમીત ચૌધરીએ રાજપાલને ટેકો આપ્યો છે. તાજેતરમાં 'એક્સ' પર વાત કરતાં તેણે લખ્યું - એક વરિષ્ઠ અને અત્યંત પ્રભાવશાળી કલાકારને જોઈને મારું હૃદય ભાંગી જાય છે. રાજપાલ ખૂબ જ દુ:ખદ સમયમાંથી પસાર થઈ રહ્યા છે, તેમણે આપણને અસંખ્ય સ્મિત, હાસ્ય અને વિસ્મરણીય ક્ષણો આપી છે. આજે તેને આપણી જરૂર છે. એક સાથી કલાકાર તરીકે અને એક માનવી તરીકે હું શક્ય એટલી મદદ કરવા માટે આગળ વધી રહ્યો છું. હું બધાને નમ્ર વિનંતી કરું છું કે નિર્માતા, દિગ્દર્શકો અને આપણા ફિલ્મ સમુદાયના સભ્યો આગળ આવે. ચાલો, કરુણા અને માનવતા સાથે મળીને ઉકેલ શોધીએ.
બિહારના તેજ પ્રતાપ યાદ
બિહારના ભૂતપૂર્વ મંત્રી અને લાલુપ્રસાદના અલગ પડેલા પુત્ર તેજ પ્રતાપ યાદવે રૂ .૧૧ લાખ રાજપાલ યાદવને આપવાની ઘોષણા કરી છે.


