Get The App

અનુપ સોની: સિરીયલો નહીં કરવાનું વાજબી કારણ આ છે...

Updated: Sep 18th, 2025

GS TEAM

Google News
Google News
અનુપ સોની:  સિરીયલો નહીં કરવાનું વાજબી કારણ આ છે... 1 - image

- 'એકનાં એક કોસ્ચ્યુમ્સ પહેરી મારે ગણ્યાગાંઠયા  એક્ટર્સ  સાથે લાગલગાટ 2-3 વરસ કામ કરવું નથી. મારે વિકસવું  છે, ફેલાવું છે...' 

કેટલાક  એક્ટર્સને  ઘણા બધા  પ્લેટફોર્મ્સ પર સફળ થયા બાદ  પણ બહુ પ્રસિદ્ધિ  મળતી નથી.  તેઓ લાઈમલાઈટમાં  નથી આવતા.  અનુપ સોની સાથે આવું જ બન્યું છે. એમણે  'બાલિકા વધુ' અને 'શ્રધ્ધા' જેવી  ઘરઘરમાં  જોવાયેલી ટીવી  સિરીયલોમાં  દમદાર રોલ કર્યા,  એક દાયકા સુધી 'ક્રાઈમ પેટ્રોલ' નું હોસ્ટિંગ કર્યું,  ફિલ્મો કરી, થિયેટર કરી અને   હવે ઓટીટી પ્લેટફોર્મ્સ  ચમકી રહ્યા  છે. આટલું બધું કર્યા પછી  પણ અનુપને  ઈન્ડસ્ટ્રીમાં આગલી  હરોળમાં  સ્થાન નથી મળ્યું.  અલબત્ત,  એમને એ વાતનો  ઝાઝો  અફસોસ નથી કારણ  કે એક્ટિંગ  એમનો પહેલો પ્રેમ  છે.

હમણાં   એક ફંક્શનમાં  રાજ બબ્બરના જમાઈ અને જુહી  બબ્બરના પતિ સોનીને પૂછાયું  કે તમારો ટીવી  શો સરજી એ ૧૫માં પ્રસારિ થયો હતો. એ વાતને ૧૦ વરસ  થવા આવ્યા.    હવે તમને ટીવી સિરીયલોથી કેમ છેટું કરી લીધું છે? એક્ટર એનું વાજબી  અને  ગળે ઉતરે એવું કારણ આપે છે, ' એવું નથી  કે હવે મને ટીવી શોઝ કરવા  સામે કોઈ વાંધો  છે.  મેં  ઘણી સિરીયલો  કરી છે અને પુષ્કળ  લોકપ્રિયતા માણી છે.  પરંતુ હું  આજે કોઈ ટીવી શો કરું  તો શું થાય?  એકના એક પ્રકારના  કોશ્ચ્યુમ્સ પહેરી મારે ગણ્યાગાંઠયા  એક્ટર્સ  સાથે લાગલગાટ  ૨-૩ વરસ કામ કરવું પડે.  એમાં હું એક્ટર તરીકે હું વિકસી ન શકું અને મારે વિકસવું  છે, ફેલાવું છે, આય વોન્ટ ટુ ગ્રો : ધેઈસ ઈટા' 

અને  અનુપને  ખપતો ગ્રોથ ક્યાંથી આવી?  એ વરાઈટીમાંથી  ાવે, હવે ઓટીટી છે, મૂવીઝ છે, ઈન્ડિપેન્ડન્ટ સિનેમા  છે.  કેટલા બધા મંચ  છે અને હું બધામાં  કામ કરતો  રહેવા માગું છું.  એક પ્રોજેક્ટમાં  એક વિશિષ્ટ  કેર્ક્ટર ભજવીને નીકળી જાઉં પછી  બીજી પ્રોજેક્ટમાં  જુદા એક્ટર્સ  અને અલગ ડિરેક્ટર સાથે કામ કરવાનું આવે.  આ પ્રકારના આદાન-પ્રદાનમાં એક્ટર  વિકસી શકે  છે. તમે નહીં માનો પણ મને દર ૪ મહિને  કશુંક નવું કરવા મળી રહ્યું છે.  આથી વધુ બીજું શું  જોઈએ? એમ કહી  સોની સંતોષનો  શ્વાસ લે છે.