Get The App

એની હેથવે: રાત થોડી ને વેશ ઝાઝા

Updated: Jan 29th, 2026

GS TEAM

Google News
Google News
એની હેથવે: રાત થોડી ને વેશ ઝાઝા 1 - image

એની હેથવે નિર્વિવાદપણે તેની કારકિર્દીના સૌથી વ્યસ્ત સમયગાળામાંથી પસાર કરી રહી છે. ૪૩ વર્ષની વયે આ ઓસ્કર વિજેતા અભિનેત્રી ધીમી પડવાનું નામ લેતી નથી.  હાલ તેની પાસે ઓછામાં ઓછા સાત મસ્તમજાના પ્રોજેક્ટ્સ છે, જેમાંના છ પ્રોજેક્ટો કાં તો પૂર્ણ થઈ ચૂક્યા છે અથવા પૂરા થવાની તૈયારીમાં છે. એન હેથવે વિવિધ ફોર્મેટ અને શૈલીમાં પ્રભુત્વ જમાવવાની તૈયારી કરી રહી છે.

એન હેથવેની આ યાદીમાં ટોચ પર છે, ડેવિડ લોવેરી દિગ્દર્શિત 'મધર મેરી'. ફિલ્મમાં ઇમોશનલ કોમ્પલેક્સિટી છે, અને આવા રોલ્સમાં એન હેથવે ખીલી ઉઠે છે. 

ક્રિસ્ટોફર નોલનની 'ધી ઓડીસી'માં પણ તેનો એવો જ હાઈ પ્રોફાઈલ રોલ છે. નોલનની ફિલ્મમાં તક મળવી તે જ કોઈ પણ કલાકાર માટે બહુ મોટી વાત છે. આ ફિલ્મને કારણે એન હેથવેનું સ્ટાર સ્ટેટસ મજબૂત થઈ જવાનું છે એ તો નક્કી. 

હેથવેની પ્રારંભિક કારકિર્દીને આકાર આપનાર ૨૦૦૬ની આઈકોનિક ફિલ્મની સીક્વલ 'ધી ડેવિલ વેર્સ પ્રાડા-ટુ'ની ફિલ્મરસિકો ઊંચા જીવે રાહ જોઈ રહ્યા છે. એન હેથવે 'ફ્લાવરવેલ સ્ટ્રીટ' સાથે સાયન્સ ફિક્શનમાં પણ પ્રવેશ કરી રહી છે. કલ્ટ હોરર હિટ 'ઈટ ફોલોઝ' માટે પ્રસિદ્ધ ડેવિડ રોબર્ટ દિગ્દર્શિત આ પ્રોજેક્ટમાં મનોવૈજ્ઞાાનિક ઊંડાણ સાથે વિવિધ શૈલીનું મિશ્રણ હોવાની સંભાવના છે. આ સિવાય, કોલીવ હૂવરની બેસ્ટસેલિંગ નવલકથા પર આધારીત આગામી ફિલ્મ 'વેરિટી'માં સાહિત્યિક ઊંડાણ હશે એવું લાગે છે. 

હાઇક્લાસ ફિલ્મ ડિરેક્ટર રોન હાવર્ડની 'અલોન એટ ડૉન'માં એન હેથવેના કો-એક્ટર છે એડમ ડ્રાઈવર. એન હેથવેની ઝોળીમાં સૌથી લેટેસ્ટ અને કદાચ સૌથી  રોમાંચક ઉમેરો છે, છ એપિસોડની ક્રાઈમ સિરીઝ 'ફિઅર નોટ'. આમાં હેથવે એક સિરીયલ કિલર દ્વારા અપહરણ પામેલી યુવતીનો રોલ કરશે. એન હેથવો આ શોની  એક્ઝિક્યુટિવ પ્રોડયુસર પણ છે. 

આ અસાધારણ યાદી સાબિત કરે છે કે હેથવે જોખમો ઉઠાવવામાં, આઈકોનિક ભૂમિકા ભજવવામાં અને નવાં માધ્યમમાં પ્રયોગો કરવામાં અચકાતી નથી. અમસ્તીલ જ એ હોલિવુડની સૌથી બિઝીએસ્ટ સ્ટાર નથી!