Get The App

અક્ષયકુમાર અને સૈફ અલી ખાને 17 વર્ષે ફરી સાથે કામ કર્યું

Updated: Dec 4th, 2025

GS TEAM

Google News
Google News
અક્ષયકુમાર અને સૈફ અલી ખાને 17 વર્ષે  ફરી સાથે કામ કર્યું 1 - image

- મલયાલમ ફિલ્મ 'ઓપ્પમ' અને એની હિન્દી રીમેક 'હૈવાન'ના ડિરેક્ટર એક જ છે - પ્રિયદર્શન. 

હિન્દી ફિલ્મોમાં કશું નવું ન સૂઝે તો દક્ષિણની કોઇ હિટ ફિલ્મની રીમેક બનાવી રજૂ કરવાનો જુગાર નસીબ હોય તો સફળ નીવડે છે. આ મામલે પ્રિયદર્શન એક પટકથાલેખક અને દિગ્દર્શક તરીકે એકદમ સુસજ્જ હોય છે. મૂળમાં દક્ષિણની ઘણી ફિલ્મોમાં પટકથાલેખનનું કામ કરનારા પ્રિયદર્શનને હિન્દીમાં કઇ રીમેક ચાલે તેની ગજબની સૂઝ છે. હવે પ્રિયદર્શન ૨૦૦૬માં રજૂ થયેલી મલયાલમ સુપરસ્ટાર મોહનલાલ અભિનિત 'ઓપ્પમ' નામની ફિલ્મની રીમેક હિન્દીમાં 'હૈવાન' તરીકે બનાવી છે.

નવ વર્ષ અગાઉ ૨૦૧૬માં  આવેલી મલયાલમ ફિલ્મ 'ઓપ્પમ' ફિલ્મ ગોવિંદ વિજયને લખી હતી. એ સમયે પ્રિયદર્શને તેની પટકથા લખી છે. હવે આ ફિલ્મને ભારતભરમાં રજૂ કરી શકાય એ રીતે તેમાં ફેરફાર કરવામાં આવ્યા છે. મૂળ ફિલ્મના દિગ્દર્શક પ્રિયદર્શને આ ફિલ્મની કથાને હિન્દીમાં ફેરવવાનું કરવાનું કામ છેક ગયા વરસે આરંભી દીધું હતું. મૂળ 'ઓપ્પમ' ફિલ્મમાં મોહનલાલે  જયરામનની ભૂમિકા ભજવી હતી. જયરામનને દેખાતું નથી પણ તેની ગંધ, શ્રવણ અને સ્પર્શની ઇન્દ્રિયો એકદમ સાબૂત છે. એક ન્યાયાધીશે એક જણને ખોટી રીતે જેલની સજા કરી હોઇ આ કેદી બદલો લેવા માટે ન્યાયાધીશની હત્યા કરે છે ત્યારે તેની પુત્રીને આ હત્યારા કેદીથી બચાવવા માટે જયરામન મેદાને પડે છે.  

'હૈવાન'માં જયરામનની ભૂમિકા સૈફ અલી ખાનને ફાળે આવી છે જ્યારે ખૂંખાર નિર્દય કેદીની ભૂમિકા અક્ષયકુમાર ભજવી છે. ફિલ્મનું શૂટિંગ પુરૂ થતાં અક્ષયકુમારે એક સીન શેર કર્યો છે જેમાં તેની ચકળવકળ આંખો શિકારને શોધી રહી છે. તાજેતરમાં અવસાન પામેલાં અસરાનીએ પણ પ્રિયદર્શનની બંનેઆગામી ફિલ્મો 'ભૂત બંગલા' અને 'હૈવાન'માં કામ કર્યું છે. અક્ષયકુમારે અસરાની સ્કૂટી ચલાવી રહ્યા હોય અને પોતે તેમની પાછળ બેઠેલો હોય તેવો ફોટો શેર કરી અસરાનીને અંજલિ આપી હતી. 'ઓપ્પમ' ફિલ્મમાં મુખ્ય ભૂમિકા ભજવનારા મલયાલમ સુપરસ્ટાર મોહનલાલે આ ફિલ્મમાં એક મહેમાન ભૂમિકાનું પણ શૂટિંગ પુરું કરી લીધું છે. 

ફિલ્મનું છેલ્લુ શેડયુલ મુંબઇના જાણીતા રેલવે સ્ટેશનો છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ એટલે કે સીએસએમટી અને ચર્ચગેટની બહાર શૂટ કરવામાં આવ્યું હતુંં. આ બંને સ્ટેશનો પર ચોવીસે કલાક માણસોની ચહલપહલ રહેતી હોવાથી પ્રિયદર્શન માટે સૈફ અલી ખાન અને  અક્ષયકુમાર સાથે શૂટિંગ કરવું અઘરું હતું. આ શૂટિંગમાં ૪૦ કાર અને સોથી વધારે જુનિયર આર્ટીસ્ટોએ ભાગ લીધો હતો. એકશન ડાયરેક્ટર સ્ટન્ટ સિલ્વાએ પાંચ રાત સતત શૂટિંગ કરી કાર ચેઝના દિલધડક સીન ફિલ્માવ્યા હતા. પ્રિયદર્શને જણાવ્યું હતું કે સૈફ અને અક્ષય બંને પહેલેથી જ આ  સિકવન્સથી વાકેફ હતા. અક્ષય ુમાર તો વહેલો સૂઇ જવા માટે જાણીતો છે, પણ તેણે આ પાંચ રાત ખાસ સહકાર આપ્યો છે. પ્રિયદર્શને જણાવ્યું હતું કે ૨૦૨૫નુ વર્ષ મારા માટે વ્યસ્ત બની રહ્યું. નવ મહિનામાં મેં મારી બે ફિલ્મો 'ભૂત બંગલા' અને 'હૈવાન'નું કામ પુરૂ કરી નાંખ્યું છે. ૬૯ વર્ષની વયે મારા માટે આ શૂટિંગ પડકારભર્યા બની રહ્યા હતા. પણ હજી હું વધારે બે ફિલ્મો કરી શકું એમ છું. શક્ય છે કે ચોથો નેશનલ એવોર્ડ પણ મળી જાય! ધેટ્સ ધ સ્પિરીટ!