અદા શર્મા એક એવી અભિનેત્રી છે જે કદીય કોઈ સીમામાં બંધાય નથી. છેલ્લે એ રીટા સંન્યાલ : સિઝન-૨ માં નજરે પડશે.
તેણે ધ કેરલા સ્ટોરી (૨૦૨૩) કરી જે માટે તેને આ વર્ષેે નેશનલ એવોર્ડ્સ સુધ્ધાં મળ્યા. આથી જ અદા શર્મા આવી- કંઈક નોખી-અનોખી વાર્તાથી ખૂબ જ ખુશ છે, જે તેના માર્ગમાં આવી રહી છે અને તેને અવનવી ઓફર પણ મળી રહી છે.
જુદાં જુદાં પાત્રો અપનાવવા અંગે અદા શર્મા કહે છે, સારી ભૂમિકા મને આકર્ષિત કરે છે અને મને આવી ભૂમિકા ઘણી ગમે છે, જેમાં કેટલીક વિચિત્રતા નવીનપણું હોય છે. એક સમયે હું બુરખામાં હતી અને પછી તરત જ પાતળા બ્લાઉઝ અને નિરાળી સાડીમાં આવી ગઈ હતી. અને પછી તરત બસ્તર (૨૦૦૪)માં આર્મી યુનિફોર્મમાં એક્શનમાં આવી ગઈ હતી. તેથી મને ટાઈપકાસ્ટ થઈ એવું લાગતું જ નથી, એમ અદાએ કહ્યું હતું.
ઘણા કલાકારો તેમના પારિવારિક સંબંધો અથવા ગોડફાધરથી લાભ મેળવે છે, પરંતુ અદા માટે તો પોતાનું જીવન એકલા આગળ ધપાવવું, એ એક આશીર્વાદ સમુ રહ્યું છે. મેં ૧૯૨૦ ફિલ્મ ૨૦૦૮માં કરી, જે મારી પ્રથમ ફિલ્મ હતી. મેં હોરર ફિલ્મથી લોન્ચ થવાનું વિચાર્યું ન હતું. હું આ ઉદ્યોગમાં નહોતી અને મારી પાસે કોઈ મારા માટે ફિલ્મો બનાવતું નહોતું. તેથી મેં બહુ બધી પસંદગીઓ ન રાખવાનું પસંદ કર્યું, પરંતુ આ એક સારી વાત હતી, કારણ કે તે સમયે મેં મારી જાતને કોઈ ચોક્કસ શૈલી સુધી મર્યાદિત નહોતી રાખી, એમ તે કહે છે. ક્યારેક જ્યારે તમારી પાસે કોઈ યોજના નથી હોતી ત્યારે તમારા માટે ઘણું બધુ સંગ્રહિત હોય છે. કારણ કે તમે કોઈ સીમા નક્કી કરી નથી હોતી. એમ તે ઉમેરે છે. એ કહે છે કે ધ કેરલા સ્ટોરી (૨૦૨૩) પછી મેં સનફ્લાવર-ટુમાં કરી હતી. મને શિફોન સાડી પહેરવાની તક મળી, પરંતુ તેમાં હું એક બાર ડાન્સર હતી, જેણે દર્શકોનું ધ્યાન ખેંચ્યું હતું.


