પોલીસ ઓફિસરની ભૂમિકાઓમાં અભિનેત્રીઓ જોવા મળી છે. બોલીવૂડમાં હેમા માલિનીથી લઇને દીપિકા પદુકોણે પોલીસના રોલ કર્યા છે.
હેમા માલિની
હેમા માલિનીએ ૧૯૮૩મા રિલીઝ થયેલી અંધા કાનૂન ફિલ્મમાં પોલીસ ઓફિસર દુર્ગા દેવીનો રોલ કર્યો હતો. તેના આ અંદાજે દર્શકોના દિલ જીતી લીધા હતા. આ ફિલ્મ સુપરહિટ થઇ હતી અને એ વરસની સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ બની હતી.
રાણી મુખર્જી
મર્દાની ફિલ્મમાં રાણી મુખર્જીએ શિવાની શિવાજી રોયનું પોલીસ ઓફિસરનું પાત્ર ભજવ્યું હતું. ફિલ્મમાં તે મહિલાઓ અને બાળકો પ્રતિ થતા ક્રાઇમ સામે લડતી જોવા મળી હતી. મર્દાની વન અને ટુ બન્ને ફિલ્મો સુપરહિટ નીવડી હતી.
શેફાલી શાહ
શેફાલી શાહે દિલ્હી ક્રોઇમમા પોલીસ ઓફિસરનો રોલ કર્યો હતો. જે નિર્ભયા ગેંગ રેપ કેસને સોલ્વ કરતી દાખવવામાં આવી હતી.
સાન્યા મલ્હોત્રા
સાન્યા મલ્હોત્રાએ કટહલ ફિલ્મમાં પોલીસ ઓફિસરની ભૂમિકા ભજવી હતી. આ ફિલ્મને નેશનલ એવોર્ડ મળ્યો હતો. સમાંજમાં જ્ઞાાતિ, અમીર-ગરીબી અને પુરુષ -મહિલાને લઇને ભેદભાવ પર લડતી જોવા મળી હતી.
દીપિકા પદુકોણ
દીપિકા પદુકોણે સિંઘમ અગેનમાં પોલીસ ઓફિસરો રોલ કર્યો હતો. તેણે પ્રેગનન્સી દરમિયાન આ ફિલ્મનું શૂટિંગ કર્યું હતું. તેનું પાત્ર દર્શકોને પસંદ પડયું હતું.
શિલ્પા શેટ્ટી
શિલ્પા શેટ્ટીએ રોહિત શેટ્ટીની વેબ સીરીઝ ઇન્ડિયન પોલીસ ફોર્સમાં પોલીસનો રોલ કર્યો હતો.
સોનાક્ષી સિંહા
સોનાક્ષી સિંહાએ દહાડમાં સબ ઇન્સપેકટરની ભૂમિકા ભજવી હતી. જે મહિલાઓના અચાનક ગાયબ થઇ જવાની ફરિયાદો પર કામ કરતી હોય છે.
પ્રિયંકા ચોપરા
પ્રિયંકા ચોપરાએ ફિલ્મ જય ગંગાજલમાં એસપી આભા માથુરનું પાત્ર ભજવ્યું હતું. ફિલ્મમાંના તેના અભિનયના વખાણ થયા હતા.
તબ્બુ
ફિલ્મ દ્રશ્યમાં તબ્બૂએ એક મહિલા પોલીસ અધિકારની ભૂમિકા ભજવી હતી. અભિનેત્રીએ આ પાત્ર માટે સખત મહેનત કરી હતી.
સુષ્મિતા સેન
સુષ્મિતા સેને૨૦૦૩ ની સમય: વ્હેન ટાઇમ સ્ટ્રાઇક્સમાં કામ કર્યું હતું. આ ફિલ્મનો અભિનેતા સુશાંત સિંહ હતો. અભિનેત્રીએ આ ફિલ્મમાંમહિલા એસીપી માલવિકા ચોહાણજે વિધવા હોય છે અને તેને ૧૦ વરસની પુત્રી હોય છે.
નેહા ધુપિયા
નેહા ધૂપિયાએ ક્રાઇમ થ્રિલર અ થર્સડેમાંએક કક પોલીસ મહિલા અધિકારીની ભૂમિકા ભજવી હતી. આ ફિલ્મમાં શિક્ષિકાએ જ વિદ્યાર્થીનીઓનું અપહરણ કર્યું હતું અને પ્રધાનમંત્રીને મળવાની માંગણી કરી હતી. નેહા ધુપિયાએ પોલીસ અધિકારીના રોલમાં અપહરણકર્તાના મિશનને નિષ્ફળ બનાવ્યું હતું.
અદા શર્મા
ફિલમ કમાન્ડોમાં અદા શર્માએ પોલીસ અધિકારી ભાવના પ્રિયાની ભૂમિકા ભજવી હતી.જેમાં તે જબરદસ્ત એકશન દ્રશ્યો કરતી જોા મળી હતી.
પ્રીતિ ઝિન્ટા
સંઘર્ષ ફિલ્મમાં પ્રીતિ ઝિન્ટાએ એક સીબીઆઇ એજન્ટની ભૂમિકા ભજવી હતી. જે એકમ નોપોગી હત્યારાને શોધવાનું મિશન હતું.
કરીના કપૂર ખાન
બકિંધમમાં કરીના કપૂર ખાને પોલીસ અધિકારની પાત્ર ભજવીને ચર્માં આવી હતી.
રવીના ટંડન
અરણ્યક ફિલ્મમાં રવીના ટંડને કસ્તૂરી ડોંગના નામની પોલીસ અધિકારીનો રોલ કર્યો હતો. તેનું પાત્ર અપરાધોની સાથેસાથે અંગત જીવનની જટિલ સમસ્યાઓનું હલ કરવાનું પણ હતું.


