- નોરાની મ્યુઝિક કરિઅરમાં નવો વળાંક
ડાન્સર-સિંંગર અને એક્ટ્રેસ નોરા ફત્તેહી પોતાના ઉન્મુક્ત ડાન્સ નંબરને કારણે જાણીતી છે. તેની ફીટનેસ અને શાનદાર ફિગરને કારણે તે સોશ્યલ મિડિયામાં છવાયેલી રહે છે. ભારતીય ફિલ્મ ઉદ્યોગમાં વિવિધ દેશમાં જન્મેલી અને વિવિધ દેશોમાં અભિનયની તાલીમ મેળવનારી અનેક અભિનેત્રીઓ કામ કરી રહી છે. આ બધામાં મોરોક્કન કૂળની કન્યા નોરાએ કેેનેડાના ટોરોન્ટોમાં જન્મી અને ભણી લીધાં બાદ ભારતમાં ફિલ્મ ઉદ્યોગમાં કારકિર્દી બનાવી છે.
કેનેડામાં ઉછરેલી નોરા હવે પહેલીવાર પંજાબી રેપ ગીત રજૂ કરવા જઇ રહી છે. યોયો હની સિંહ સાથે તેનું આ હીપહોપ પંજાબી ગીત ધૂમ મચાવશે તેમ તેના ચાહકો માને છે. આ પજાબી ટ્રેકની ખાસિયત એ છે કે નોરા પહેલીવાર પંજાબીમાં સિંગલ રજૂ કરી રહી છે. હવે જ્યારે નોરા આ ગીત રજૂ કરી રહી હોય ત્યારે તે ટિપિકલ પંજાબી ગીત તો નહીં જ બની રહે. હાલ નોરા તેના પંજાબીમાં ઉચ્ચારો સુધારી રહી છે. આ સિંગલ આલ્બમનું શૂટિંગ લોસ એન્જલસ શહેરમાં કરવામાં આવશે તેવી વાત મળી છે. નોરાને એલએમાં આમ પણ કામ કરવાની ખૂબ મજા આવે છે. ઓ મામા ડાન્સ ટ્રેક પર તેણે કરેલી ધમાલને એલએ વાસીઓ હજી ભૂલ્યા નથી.
નોરાએ તેની એક્ટિંગ અને મ્યુઝિક કરિઅરમાં સરસ સંતુલન સાધ્યું છે. હવે હોરર કોમેડી ફિલ્મ કંચના ફોરમાં તે મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. ગમે તે કહો સિંગર-ડાન્સર નોરાના ચાહકોની સંખ્યા સતત વધી રહી છે.
'ઓ મામા! ટેટેમા...' અમેરિકામાં નોરાની મસ્તી
નોરા હાલ તેની લોસ એન્જેલસમાં યોજાયેલી ડાન્સ વર્કશોપને કારણે ન્યુસમાં છે. આ વર્કશોપમાં નોરાએ તેના ચાહકો સાથે 'ઓ મામા! ટેટેમા' ગીત પર ડાન્સ કરી જબરી ધમાલ મસ્તી કરી હતી. નોરાનું આ ગીત ઓ મામા ગ્લોબલ વાઇરલ સોંગ ચાર્ટ પર ૨૯મા સ્થાને પહોંચી ગયું છે.ભારતમાં આ ગીત લોકપ્રિયતાના મામલે ચોથા સ્થાને છે. નોરાને આ ગીત ઓ મામા બહું ફળ્યું છે. નોરાના આ ગીતને ઇન્સ્ટા પર પણ ખૂબ પસંદ કરવામાં આવ્યું છે. નોરાએ સોશિયલ મિડિયા પર જણાવ્યું હતું કે બધાં આ ગીત પર ડાન્સ કરી રહ્યા છે. એક સિંગર અને મ્યુઝિકલ આર્ટિસ્ટ તરીકે મારા માટે આ મોટી સિદ્ધિ છે. હું તમને બધાંને બહું ચાહું છું. હવે તે પંજાબીમાં નવું રેપ સોંગ હનીસિંહ સાથે ગાઇ તેના પંજાબી ચાહકોને ખુશ કરી દેશે.


