Get The App

એક્ટ્રેસે કરી કાનૂની ફરિયાદ ઓનલાઈન સતામણીનો આરોપ

Updated: Nov 27th, 2025

GS TEAM

Google News
Google News
એક્ટ્રેસે કરી કાનૂની ફરિયાદ ઓનલાઈન સતામણીનો આરોપ 1 - image

- 'એક ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર મારા વિશે અને  મારા પરિવાર વિશે સાવ ખોટી વાતો લખી હતી. તેમાં મારી મોર્ફ કરેલી વાંધાજનક તસવીરો પણ હતી.'

છેલ્લાં  થોડા સમયથી સાઈબર  ક્રાઈમમાં  તો વધારો થયો જ છે તેની સાથે સાથે   સાઈબર હેરેસમેન્ટના કિસ્સા પણ વધી રહ્યાં છે.  હજુ થોડા  દિવસ પહેલાં જ 'પ્રેમ' (૨૦૧૫) 'જેએસકે : જાનકી વી વર્સેસ   સ્ટેટ ઓફ કેરાલા' (૨૦૨૫)  જેવી દક્ષિણી  ફિલ્મોની  અભિનેત્રી  અનુપમા  પરમેશ્વરન્ને  ઓનલાઈન  હેરેસમેન્ટનો  શિકાર બનવું પડયું છે. આ હેરાનગતિ  ૨૦ વર્ષની  એક યુવતીએ કરી છે. અભિનેત્રીએ  ઈન્સ્ટાગ્રામ પર જણાવ્યું હતું કે તેણે આ અંગે  સાઈબર   પોલીસમાં ફરિયાદ નોંધાવી છે અને પોેલીસે કાનૂની કાર્યવાહી શરૂ કરી છે.  જો કે અનુપમાએ  પેલી યુવતીની  ઓછી વયને  કારણે  ગુનેગારની  ઓળખ   જાહેર  ન કરવાનું  પસંદ કર્યું  છે. 

એક નોંધમાં  અનુપમાએ  લખ્યું : એક ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ  મારા,   મારા પરિવાર વિશે અત્યંત  અયોગ્ય  અને ખોટી માહિતી ફેલાવી રહ્યું હતું અને મારા મિત્રો  અને સહ-કલાકારોને પણ ટેગ કરી રહ્યું હતું.  પોસ્ટમાં  મોર્ફ કરેલા   ચિત્રો અને પાયા વિહોણા  આરોપો સામેલ હતાં.  જે ખૂબ જ દુ:ખદ  હતાં.

કેરળમાં  સાઈબર ક્રાઈમ પોલીસ દ્વારા   કરવામાં આવેલી તપાસમાં જાણવા મળ્યું  છે કે આરોપીને ખોટી  અને અયોગ્ય  ટિપ્પણીઓ પોસ્ટ  કરવા અને નફરત  ફેલાવવા માટે અનેક નકલી  એકાઉન્ટ બનાવ્યા હતા. 'સ્માર્ટફોન  રાખવાથી કે સોશિયલ મીડિયાનો ઉપયોગ  કરવાથી કોઈને પણ બીજાને હેરાન કરવાનો કે બદનામ કરવાનો  અધિકાર મળી  જતો નથી.  ઓનલાઈન  દરેક ક્રિયા એક છોપ છોડી  જાય છે અને તે સામે  જવાબદારીથી  અનુસરવામાં આવશે,  એમ અનુપમાએ જણાવ્યું હતું.

આ સાથે અનુપમાએ  ઉમેર્યું હતું  કે ૨૦ વર્ષની  યુવતીએ કાનૂની  પરિણામોનો  સામનો કરવો  પડશે.  અભિનેત્રી  કે જાહેર વ્યક્તિ હોવાનેકારણે  મૂળભૂત  અધિકારો  છિનવાઈ  જતાં નથી, સાઈબર  ધમકી એક સજાપાત્ર ગુનો  છે અને  જવાબદારી વાસ્તવિક  છે, એમ તેણે જણાવ્યું હતું.