Get The App

અભિનેત્રી એલ્નાઝ નુરુઝીને તેની બોલ્ડ ઇમેજ નડી રહી છે

Updated: Sep 25th, 2025

GS TEAM

Google News
Google News
અભિનેત્રી એલ્નાઝ નુરુઝીને તેની બોલ્ડ ઇમેજ નડી રહી છે 1 - image

- શું એલ્નાઝે બિગ બોસની અત્યારે ચાલી રહેલી સિઝન-૧૯માં જવાની ઓફર ઠુકરાવી હતી? આ ઇરાની-જર્મન અભિનેત્રીને બોલિવુડ ફાવી ગયું છે

ભારતીય ફિલ્મ ઉદ્યોગમાં વિવિધ દેશમાં જન્મેલી અને વિવિધ દેશોમાં અભિનયની તાલીમ મેળવનારી અનેક અભિનેત્રીઓ કામ કરી રહી છે. આ બધામાં ઇરાનમાં જન્મેેલી અને જર્મન નાગરિકત્વ ધરાવતી એલ્નાઝ નુરૂઝી તેની વિવિધ ભાષાઓ પરની પક્કડને કારણે નોખી તરી આવે છે. આજે બોલિવૂડમાં અનેક ફિલ્મ સ્ટાર રોમન લિપિમાં લખાયેલાં સંવાદો વાંચીને ગાડી ગબડાવે છે ત્યારે એલ્નાઝ ઇંગ્લીશ, જર્મન, ફ્રેન્ચ, પર્શિયન અને હિન્દી પણ બોલી શકે છે. તેના ભાષા જ્ઞાાનને કારણે તેને દુનિયાની વિવિધફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં કામ મળતું રહે છે. 

તહેરાનમાં જન્મેલી એલ્નાઝના માતાપિતા તેને લઇને જર્મનીના હેનોવર શહેરમાં રહેવા જતાં રહ્યા હતા. હેનોવરમાં ઉછરેલી એલ્નાઝે ન્યુયોર્કમાં એક્ટિંગનો અભ્યાસ પણ કર્યો છે. ૧૪ વર્ષની ઉંમરથી જ  જર્મનીના હેનોવર શહેરમાં  મોડેલ તરીકે કામ કરવાની શરૂઆત કરી હતી . એલ્નાઝે પાકિસ્તાનની ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં માન જાઓ  ના ફિલ્મમાં રાનિયાની ભૂમિકા ભજવી ૨૦૧૮માં  સિનેમા ક્ષેત્રમાં પ્રવેશ કર્યો હતો. એ પછી ભારતમાં તેણે નેટફલિક્સની ખૂબ ગાજેલી સિરિઝ સેક્રેડ ગેમ્સમાં ઝોયાનું પાત્ર ભજવી પોતાની આગવી ઓળખ સ્થાપી હતી. એ પછી તેને અનેક ફિલ્મોમાં કામ કરવાની તક મળી. તેની તાજેતરમાં રજૂ થયેલી ફિલ્મ તેહરાનમાં તેના કામ વિશે વાત કરતાં એલ્નાઝ કહે છે, મને આ ફિલ્મમાં લાયલાની ભૂમિકા કરવા મળી તેના પાછળની કહાણી રસપ્રદ છે. પહેલાં તો આ કેમિયો હતો પણ પછી તેમાં ડાન્સ નંબર પણ ઉમેરાયો અને તેના કારણે મને ફિલ્મમાં ડાન્સ નંબર કરવાની પણ તક મળી. 

રસપ્રદ બાબત એ છે કે હવે તે મિલાપ ઝવેરીની ફિલ્મ મસ્તી ફોરમાં જોવા મળશે. તેને આ ફિલ્મ કેવી રીતે મળી તેની વાત કરતાં એલ્નાઝ કહે છે, મને શરૂઆતમાં આ ફિલ્મમાં કામ કરવામાં અચકાટ થતો હતો. મેં આગ્રહ રાખ્યો હતો કે મિલાપ સરને મળીશ નહીં ત્યાં સુધી હું આ ફિલ્મ કરીશ નહીં. તેમણે મને ફિલ્મ નેરેટ કરી અને તેમાં કામ કરવા માટે મનાવી હતી. આ એડલ્ટ કોમેડી અગાઉની ફિલ્મો કરતાં અલગ પડે છે. એલ્નાઝે ઉમેર્યું હતું કે મારી બોલ્ડ ઇમેજને કારણે મને ઘણી સમસ્યાઓ નડે છે. બોલ્ડ ઇમેજને કારણે હું ઘણાં ઓડિશન કરી શકતી નથી.