For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

બોલ્ડ ફિલ્મોમાં કામ કરું છું, પણ મારી નિયત સાફ છે: ગહના વશિષ્ઠ

Updated: May 25th, 2023


- 'મને કહેવામાં આવ્યું કે જો હું ના પાડીશ તો બાલાજીમાંથી પછી ક્યારેય કોઈ કામ નહીં મળે. તેથી મારે નાછૂટકે 'ગંદી બાત' શોમાં કામ કરવાની હા પાડવી પડી.'

એ કતા કપૂરની વેબ સિરીઝ 'ગંદી બાત'માં કામ કરીને ગહના વશિષ્ઠ બોલ્ડ દ્રશ્યો અને બોલ્ડ નિવેદનોને કારણે હમેંશા ચર્ચામાં રહી છે. કમ્પ્યુટર સાયન્સમાં ડિગ્રી હાંસલ કરનારી ગહના, શિલ્પા શેટ્ટીના પતિ રાજ કુન્દ્રા અને ઉમેશ કામત સાથે મળીને પોર્ન ફિલ્મો બનાવવાના આરોપમાં ત્રણ મહિના જેલની સજા કાપી ચુકી છે.

ગહના અનેક હિન્દી અને દક્ષિણની ફિલ્મોમાં અભિનય પણ કરી ચુકી છે તેમજ અનેક ટીવી સિરીયલોમાં લાંબો સમય કામ કર્યું છે. ગહનાના પરિવારમાં તમામ સભ્યો શિક્ષિત છે. તેની માતા ડોક્ટર છે જ્યારે પિતા અને બે ભાઈ એન્જિનીયર છે. તેના પર પોર્ન ફિલ્મોમાં કામ કરવાના આરોપ કેટલા સાચા છે તેના વિશે ગહનાએ ખુલાસા કર્યા છે.

પોતાના પર પોર્ન ફિલ્મ બનાવવાના આરોપ વિશે ગહના કહે છે કે મેં ક્યારે પણ પોર્ન ફિલ્મોમાં કામ નથી કર્યું, તેમજ કોઈ પોર્ન ફિલ્મ બનાવી પણ નથી. મારી પાસે પૂરતા પૂરાવા છે જેને હું કોર્ટમાં રજૂ કરીશ.  હું ભલે બોલ્ડ ફિલ્મોમાં કામ કરતી હોઉં પણ મારી નિયત સાફ છે.

એકતા કપૂરની વેબ સિરીઝ ગંદી બાત સાથે ચર્ચામાં આવેલી ગહના કહે છે કે જ્યારે તેને આ વેબ સીરીઝ ઓફર થઈ અને તેણે સ્ક્રિપ્ટ વાંચી ત્યારે તેને પસંદ નહોતી આવી, કારણ કે સીરીઝમાં મારે એક વૃદ્ધ વ્યક્તિ સાથે બોલ્ડ સીન કરવાનો હતો, જે મને બિલકુલ પસંદ નહોતું. એથી જ  આ વેબ સિરીઝ કરવાની મેં શરૂઆતમાં મનાઈ કરી દીધી. ત્યાર બાદ મને કહેવામાં આવ્યું કે વૃદ્ધ વ્યક્તિ સાથેનો બોલ્ડ સીન કાઢી નાખવામાં આવશે. છતાં મે મનાઈ કરી દીધી, કારણ કે મેં અગાઉ આવું કામ ક્યારે પણ નહોતું કર્યું. પણ પછી મને કહેવામાં આવ્યું કે જો હું આ સિરીઝ નહિ કરું તો બાલાજીના સાહેબો મને ફરી ક્યારે પણ નહીં બોલાવે. આથી મારે નાછૂટકે સીરીઝમાં કામ કરવાની હા પાડવી પડી. અગાઉ મેં ક્યારે પણ આવા ઈન્ટીમેટ દ્રશ્યો નહોતા આપ્યા. આ વેબ સીરીઝમાં મારો હીરો પૌરાણિક સીરીયલોમાં રાક્ષસની ભૂમિકા નિભાવતો હતો. એણે પણ આવી ફિલ્મ ક્યારેય નહોતી કરી. આથી જ આવા દ્રશ્યોમાં અમે બંને નર્વસ થઈ ગયા હતા. છતાં અમે દિગ્દર્શકના કહેવા મુજબ જેમ તેમ શોટ આપી દીધા. એમાં સૌથી સારી બાબત એવી બની કે સિરીયલમાં લોકોને મારુ કામ પસંદ પડયું અને હું લોકપ્રિય થઈ ગઈ. સૌ પ્રથમ મેં 'ગંદી બાત' માટે બોલ્ડ શોટ આપ્યો હતો. શરૂઆતમાં તો ભયના માર્યા મારી હાલત ખરાબ થઈ ગઈ હતી. આવાં દ્રશ્યો જોનારાને ભલે આનંદ આવતો હોય પણ શૂટ 

કરતાં કલાકારોને જાણ હોય છે કે કેટલી તકલીફ પડી રહી છે. એવા સમયે દિગ્દર્શક, મેકઅપ આર્ટિસ્ટ તમામ હાજર હોય છે. દિગ્દર્શક ખીજથી બોલી રહ્યા હોય છે કે આમ કરો, આવી રીતે કરો, બરાબર કિસ કરો... વગેરે. એવા સમયે કલાકારોની હાલત કફોડી હોય છે.

પણ 'ગંદી બાત' વેબ સિરીઝ હિટ જતા આનંદ પણ થયો. આ સિરીઝ વાયરલ થતાં હું ચર્ચામાં આવી ગઈ અને મને કામ મળવા લાગ્યાં. ગહના માને છે કે કેટલાક કલાકારોને ઈન્ટીમેટ દ્રશ્યો કરતી વખતે સાચે જ પ્રેમ થઈ જતો હોય છે. ઘણા કલાકારો પછી સિરીઝ અથવા ફિલ્મ પૂરી થયા પછી પણ રિલેશનશીપ ચાલુ રાખતા હોય છે. ગહના કબૂલ કરે છે કે ઈન્ટીમેટ દ્રશ્યોના શૂટીંગ દરમ્યાન લગભગ તમામ હીરો કાબૂ બહાર થઈ જતા હોય છે. તેમને યાદ કરાવવું પડે છે કે કેમેરા ચાલુ છે માટે નિયંત્રણમાં રહો.

પોતાની ઈમેજ બોલ્ડ હિરોઈનની બની ગઈ છે તેના વિશે ગહનાને કોઈ ચિંતા નથી. ગહના માને છે કે આજના સમયે સ્ટાર નહીં, પણ કોન્ટેન્ટ વેચાય છે તેમજ હાલ લોકો વધુ પ્રમાણમાં બોલ્ડ ફિલ્મો જ જોવાનું પસંદ કરતા હોય છે. આ જ કારણસર મને બોલ્ડ સિરીઝથી નામ અને દામ બંને મળ્યા છે. મેં નિર્માતા  દિગ્દર્શક તરીકે અત્યાર સુધી અનેક બોલ્ડ ફિલ્મો કરી છે, જેમાં ૭૨ એક્ટરોને તક આપી છે. મને મારા કામ બદલ કોઈ પસ્તાવો નથી. મેં જે પણ કામ કર્યાં છે તે વ્યાવસાયિક ધોરણે કર્યા છે. જેલમાં રહેવાના પોતાના અનુભવ વિશે ગહના કહે છે કે એ કઠિન સમય દરમ્યાન મારા પરિવાર, મારા કલાકાર મિત્રો, મારા દિગ્દર્શક મિત્રો તમામે મને જે સાથ અને સહકાર આપ્યો તેના માટે હું તેમની આભારી રહીશ. એ સમયે મારું બેન્ક એકાઉન્ટ પણ ફ્રીઝ થઈ ગયું હતું. ત્યારે મારા વકીલની ફીઝ, મારા ખર્ચના પૈસા માટે મારા પરિવારે જ મને સાથ આપ્યો. એટલું જ નહીં પણ મારા દિગ્દર્શક મિત્રો, મારા મેકઅપ આર્ટિસ્ટ અને અન્ય મિત્રોએ મારો જન્મદિવસ પણ ઉજવ્યો.

પોતાના રિલેશનશિપ્સ વિશે ગહના કબૂલે છે કે તેને અગાઉ અનેક પ્રેમસંબંધો થયા હતા, પણ કોઈ ટક્યા નહીં. હવે ફરી તે સિંગલ છે.   

Gujarat