કુણાલ રૉય કપૂર માટે અભિનય-દિગ્દર્શન ડાબી-જમણી આંખ સમાન

Updated: Jan 19th, 2023


- કુણાલ રૉય કપૂર માટે અભિનય-દિગ્દર્શન ડાબી-જમણી આંખ સમાન

હિ ન્દી ફિલ્મોના રસિયાઓ આદિત્ય રૉય કપૂર અને સિધ્ધાર્થ રૉય કપૂરના નામથી સારી રીતે વાકેફ  છે. પરંતુ તેમનો ત્રીજો ભાઇ કુણાલ રૉય કપૂર પણ પ્રતિભાવાન કલાકાર છે એ વાત કદાચ ઝાઝા લોકો નહીં જાણતા હોય.કુણાલે અત્યાર સુધી 'ડેલી બેલી', 'નૌટંકી સાલા', 'બંદિશ બેન્ડિટ્સ' અને 'ટ્રિપલિંગ' જેવી વેબ સીરિઝો તેમ જ  ફિલ્મોમાં કામ કર્યું છે. જોકે  છેલ્લે રજૂ થયેલું તેનું ટેલીપ્લે 'ષડયંત્ર' પણ દર્શકોને ગમી રહ્યું છે. 

અભિનતા આ ટેલી પ્લે વખતના અનુભવોને વાગોળતાં કહે છે કે મારા માટે આ એક તદ્દન નોખો અનુભવ હતો. મેં પહેલી વખત ટીવી પર નાટક ભજવ્યું છે. ચંદન રૉય સાન્યાલ અને હીના ખાન સાથેના આ ટેલીપ્લેમાં મેં એક ઇન્સપેક્ટરની ભૂમિકા ભજવી છે. તેને ે માટે  અમે ચારથી પાંચ દિવસ સુધી રીહર્સલ કર્યું હતું. ત્યાર પછી એક જ વખતમાં અમે તેનું શૂટિંગ પૂરું કર્યું. કુણાલ વધુમાં કહે છે કે આજથી ૧૦-૧૫ વર્ષ પહેલા મેં રંગમંચ પર પુષ્કળ કામ કર્યું છે. મેં સંખ્યાબંધ અંગ્રેજી નાટકો ભજવ્યાં છે. પરંતુ મેં ક્યારેય હિન્દી નાટક નહોતું ભજવ્યું. આ ટેલી પ્લે સાથે મારી હિન્દી નાટકમાં કામ કરવાની ઇચ્છા પણ પૂરી થઇ.તેના રીહર્સલ વખતે તેમ જ કેમેરા સામે તે ભજવતી વખતે મને મારા સ્ટેજ શોઝના અનુભવોં ખપ લાગ્યાં. આ ટેલી પ્લે માટે મેં વર્ષો પછી મેં આખેઆખા સીન યાદ કર્યાં હતાં.

કુણાલ ટેલી પ્લે વિશે જાણકારી આપતાં ે કહે છે કે તેમાં થિયેટર અને ફિલ્મનો સુભગ સમન્વય હોય છે. જ્યારે તમે રંગમંચ પર નાટક ભજવો છો ત્યારે થિયેટરમાં  તમારી સામે લાઇવ દર્શકો બેઠાં હોય છે. જ્યારે ટેલી પ્લે થિયેટરના રૂપમાં દર્શકો સુધી પહોંચે છે.અલબત્ત, થિયેટરમાં પ્લે  કરતી વખતે તમે ભૂલેચૂકેય કોઇ ભૂલ ન કરી શકો. જ્યારે ટેલી પ્લેમાં તમારાથી ભૂલ થાય તો તેમાં સુધારો  થઇ શકે.મારા મતે આ બહુ સારી પહેલ છે. આપણી પાસે કેટલા બધા હિન્દી,મરાઠી, અંગ્રેજી નાટકો છે. અને દર્શકો સુધી સારી સ્ટોરીઝ પહોંચાડવાનું આ  બહુ સરસ માધ્યમ છે. 

'ષડયંત્ર'માં કુણાલને ચંદન રૉય સાન્યાલ સાથે કામ કરવાની તક મળી તે બદલ અભિનેતા બહુ ખુશ છે. પરંતુ તેને એ વાતનો વસવસો પણ છે કે તેને ચંદન સાથે ઝાઝાં દૃશ્યો કરવા ન મળ્યા. તે કહે છે કે  ચંદનને હું ઘણાં વર્ષથી જાણું છું. અમે બહુ  સારા મિત્રો પણ છીએ. ચંદન બહુ અનુભવી અભિનેતા છે. અમે અગાઉ પણ બે નાટકોમાં સાથે કામ કર્યું છે. મને ભલે તેની સાથે વધુ દૃશ્યો ભજવવા ન  મળ્યાં. પરંતુ રિહર્સલના ે ચાર-પાંચ દિવસ અમને સાથે રહેવા મળ્યું એ પણ મારા માટે બહુ ખુશીની વાત છે. તે હીના ખાન સાથે કામ કરવાના અનુભવ વિશે કહે છે કે તે પોતાના કામ પ્રત્યે સંપૂર્ણપણે સમર્પિત અભિનેત્રી છે. તેની સાથે ે  આ મારો બીજો પ્રોજેક્ટ હતો. મહત્વની વાત એ છે કે ક્યારેક અમને સ્ક્રીપ્ટમાં સુધારો કરવા  જેવું લાગે તો હીના પોતાના ઇનપુટ્સ અચૂક આપતી. તેના જેવી સમર્પિત અને ઊર્જાવાન અદાકારા સાથે કામ કરવાથી તમારી અંદરપણ નવી ઊર્જા પેદા થવા લાગે છે.

એવું નથી કે કુણાલ માત્ર અભિનય ક્ષેત્રે જ કાર્યરત છે. તે અચ્છો દિગ્દર્શક પણ છે.તેણે થિયેટર ઉપરાંત ફિલ્મનું દિગ્દર્શન પણ કર્યુ ંછે. તે કહે છે કે દિગ્દર્શન કરતી વખતે તમે સામે ઊભેલા કલાકારની અંદર રહેલી પ્રતિભાનો બખૂબી ઉપયોગ કરી શકો છો. મને ડાયરેક્શનમાં પણ અભિનય જેટલો જ રસ છે. તે વધુમાં કહે છે કે ઘણાં લોકો મને પૂછે છે કે તને બંનેમાંથી વધુ શું ગમે? પરંતુ તેનો જવાબ આપવો બહુ  અઘરો છે. જેમ કોઇ પિતા પોતાના બે સંતાનોમાંથી કયું સંતાન વધુ વહાલું તેનો જવાબ ન આપી શકે તેમ હું અભિનય અને દિગ્દર્શનમાંથી  મને શું વધુ ગમે તે ન કહી શકું.આ બંને સર્જનાત્મક ક્ષેત્ર મારા માટે ડાબી-જમણી આંખ જેવા છે. ક્રીએટિવિટીની વાત ચાલી રહી છે ત્યારે કુણાલ પોતાના ભાઇઓ વિશે વાત કરવાનું પણ નથી ચૂકતો. તે કહે છે કે અમે ત્રણેભાઇ સર્જનાત્મક્તાના અલગ અલગ ક્ષેત્રોમાં છીએ.પરંતુ અમારો ખાવાપીવાનો શોખ એકસમાન છે. હા, અમે ત્રણે ભેગાં થઇને બેઠાં હોઇએ ત્યારે પોતાપોતાના ક્ષેત્રની પુષ્કળ વાતો કરીએ છીએ.


    Sports

    RECENT NEWS