Get The App

અચ્છા સિલા દિયા: નોરા ફતેહીનું અંગત અંગત ...

Updated: Jan 29th, 2026

GS TEAM

Google News
Google News
અચ્છા સિલા દિયા: નોરા ફતેહીનું અંગત અંગત ... 1 - image

ડાન્સર-ભિનેત્રી નોરા ફતેહી અને ટી-સીરિઝના માલિક ભૂષણકુમાર વચ્ચે અફેર છે, એવી અફવા અત્યારે બોલિવુડમાં ઝડપભેર  ફેલાઇ રહી છે. ભૂષણકુમારે તો દિવ્યા ખોસલા સાથે લગ્ન કર્યાં જ છે ત્યારે આ અફવા વધારે જોરશોરથી જામી રહી છે. આ અંગે સાચી હકીકત શી છે તે જાણવા માટે નોરા ફતેહ અલીનો સંપર્ક કરવામાં આવ્યો અને તેણે જે કહ્યું એ પણ જાણવી જેવું છે. એક ફિલ્મી લેખકે એક પોસ્ટ શેર કરીને જેમાં જણાવ્યું હતું કે આ અફેર તો છેલ્લાં બે વર્ષથી ચાલી રહ્યું છે અને ભૂષણકુમારની પત્ની દિવ્યાને પણ આ વાતની જાણ છે.

આ સાથે ભૂષણકુમાર અને દિવ્યા પણ અલગ થઈ રહ્યા છે એવી અટકળો પણ જોરશોરથી ચાલી રહી છે. 

જોકે આ દંપતિએ આ અટકળોનું જોરશોરથી ખંડન કરી જ દીધું છે. આ બાબત અંગે એક ઇન્ફ્લુઅન્સરે એક પોસ્ટ શેર કરી એ પછી તો આ વિવાદ વધુ ગાઢ બન્યો છે અને તે અંગે ચર્ચા વધુ જાગી છે. આ પછી રેડિટ-થ્રેડ વાઈરલ થયો હતો. એ પછી નોરા ફતેહ અલી અને ભૂષણકુમારના સંબંધની અફવા વધુ ફેલાઈ હતી. પેલી વ્યક્તિએ આ કથિત અફેરની વિગતો જાહેર કરતો ત્રણ વર્ષનો રેડિટ-થ્રેડ શેર કર્યો. અભિનેત્રીએ કહ્યું, 'વાહ... (હસતો ઈમોજી)' એવી ટિપ્પણી સાથે જવાબ આપ્યો. એક યુઝરે તેની ટિપ્પણીનો સ્ક્રીન શોટ લીધો અને તેને રેડિટ પર 'ભૂષણકુમાર સાથેની તેના કથિત અફેર વિશે નોરાની ટિપ્પણી' શીર્ષક સાથે પોસ્ટ કર્યો. પછી તો કમેન્ટ્નો વરસાદ વરસ્યો. કોઈએ રસના ઘૂંટડા ભર્યા તો કોઈએ 'આ એમનો અંગત મામલો છે... લીવ ધેમ અલોન' કહ્યું. 

ભ'ઈ, ફિલ્મલાઇનમાં તો ન થાય એટલું ઓછું!