Get The App

2026માં રજૂ થનારી બોલિવૂડની રોમેન્ટિક ફિલ્મોની ઝલક

Updated: Jan 8th, 2026

GS TEAM

Google News
Google News
2026માં રજૂ થનારી બોલિવૂડની રોમેન્ટિક ફિલ્મોની ઝલક 1 - image

૨૦૨૫ના વર્ષમાં રાજકારણથી પ્રેરિત ફિલ્મો અને હિંસાપ્રધાન ફિલ્મોની બોલબાલા રહી, પણ ૨૦૨૬ના વર્ષમાં રજૂ થનારી રોમેન્ટિક ફિલ્મોના નામો પર નજર નાખીએ તો એમ લાગે છે કે આ વર્ષે રોમેન્ટિક લવસ્ટોરીઝનો બોક્સ ઓફિસ પર દબદબો રહેશે. ૨૦૨૬માં રજૂથનારી પ્રેમભીની ફિલ્મોનું એક ટીઝર... 

ચાંદ મેરા દિલ 

 આ ફિલ્મનું નિર્દેશન વિવેક સોની નામના નિર્દેશકે કર્યું છે. ધર્મા પ્રોડકશન્સ એટલે કે કરણ જોહરની આ ફિલ્મ ૨૦૨૬માં રજૂ કરવામાં આવશે. મુખ્ય ભૂમિકામાં લક્ષ્ય અને અનન્યા પાંડે છે. દસ એપ્રિલ ૨૦૨૬ના રોજ આ ફિલ્મ સિનેમાઘરોમાં રજૂ થશે. અનન્યા પાંડે છેલ્લે વિક્રમાદિત્ય મોટવાણીની કન્ટ્રોલમાં જોવા મળી હતી તો લક્ષ્ય ધર્મા પ્રોડકશન્સની જ ફિલ્મ કીલમાં જોવા મળ્યો હતો. 

આવારાપન-૨

આ ફિલ્મમાં ઇમરાન હાશ્મીની મુખ્ય ભૂમિકા છે. આ રોમેન્ટિક ફિલ્મનું નિર્દેશન નિતિન કક્કર કર્યું છે. આ ફિલ્મમાં દિશા પટણીનીમુખ્ય ભૂમિકા છે આ ઉપરાંત શબાનાઆઝમી પણ પહેલીવાર વિશેષ ફિલ્મ્સના પ્રોડકશનમાં મહત્વની ભૂમિકામાં જોવા મળશે. ત્રીજી એપ્રિલ ૨૦૨૬ના રોજ રજૂ થશે. 

હૈ જવાની તો ઇશ્ક હોના હૈ 

આ ફિલ્મમાં વરૂણ ધવન મુખ્ય ભૂમિકામાં  છે. વરૂણ ધવનની સાથે પૂજા હેગડે અને મૃણાલ ઠાકુરને ચમકાવતી આ રોમેન્ટિક ફિલ્મ પાંચમી જુને રજૂ થશે. આ ફિલ્મનું નિર્દેશન ડેવિડ ધવને કર્યું છે. 

તુ મેરી ઝિંદગી હૈ

અનુરાગ બાસુ નિર્દેશિત આ મ્યુઝિકલ રોમેન્ટિક ફિલ્મ પહેલી મેના રોજ રજૂ કરવાની ધારણાં છે. અગાઉ આ ફિલ્મનું નામ આશિકી ૩ રાખવામાં આવ્યું હતું. પણ પછી કાનુની અડચણ થતાં તે ફિલ્મના લોકપ્રિય ગીતના મુખડાને ફિલ્મનું ટાઇટલ બનાવવામાં આવ્યું છે. તુ મેરી ઝિંદગી હૈ ફિલ્મમાં કાર્તિક આર્યન અને શ્રીલીલા રોમાન્સ કરતાં જોવા મળશે. 

સિલા 

હર્ષવર્ધન રાણેની નવી ફિલ્મ સિલા ૨૦૨૬માં આવી રહી છે. આ ફિલ્મમાં હર્ષવર્ધન રાણેની સાથે સાદિયા ખતીબે જોડી જમાવી છે. સિલા ફિલ્મમાં ખલનાયક તરીકે કરણવીર મહેરા જોવા મળશે. આ ફિલ્મના નિર્દેશક ઉમંગ કુમાર છે. સરબજીત અને મેરી કોમ જેવી સફળ ફિલ્મોના નિર્દેશકની રોમેન્ટિક ફિલ્મ કેવી હશે તેવી ઉત્સુકતા ચાહકોમાં પ્રવર્તી રહી છે. 

લાયકી લાયકા 

આ ફિલ્મમાં હીરો અભય વર્મા  અને હિરોઇન રાશા થડાની છે. લાયકા લાયકી નામની આ રોમેન્ટિક એક્શન ફિલ્મ પણ ૨૦૨૬માં રિલિઝ કરવામાં આવશે. આ ફિલ્મનું નિર્દેશન સૌરભ ગુપ્તાએ કર્યું છે.

 ટોક્સિક: એ ફેરી ટેલ ફોર ગ્રોન અપ્સ

આ ફિલ્મનું નામ જ ઝેરી છે. યશ અભિનિત આ ફિલ્મમાં કિઆરા અડવાણી  નાદિયાની ભૂમિકામાં અને હુમા કુરેશી એલિઝાબેથની ભૂમિકામાં જોવા મળશે. ૧૯ માર્ચ ૨૦૨૬માં રજૂ થનારી આ ફિલ્મની  નિર્દેશિકા ગીતુ મોહનદાસ છે. તેમાં નયનતારા અને તારા સુતરિયાની પણ  મહત્વની ભૂમિકાઓ છે. તાજેતરની હીટ ફિલ્મ ધુરંધરના બીજા ભાગ સાથે તેની સ્પર્ધા થશે એમ લાગે છે.