- 'પ્રેમભાવ ખાસ કરીને હિન્દી સિનેમામાં હંમેશા એક પ્રેરકબળ રહ્યો છે. દરેક પેઢી પ્રેમને અલગ અલગ રીતે વ્યક્ત કરે છે.'
અનુ અગ્રવાલ અને રાહુલ રોયની ફિલ્મ 'આશિકી'ને રિલીઝ થયાને ૩૫ વર્ષ થયા છે. આ ફિલ્મ ૧૯૯૦માં રિલીઝ થઈ હતી, આજે આ ફિલ્મ કલ્ટ ક્લાસિક બની ગઈ છે. આ ફિલ્મ થિયેટર રિલીઝ થઈ અને તેના બંને કલાકારો રાતોરાત સ્ટાર બનીિ ગયા અનેઆજે તો આ ફિલ્મ સીમાચિહ્ન રૂપ બની ગઈ છે. આ પછી જે લોકપ્રિયતાનુંવાવાઝોડું ફૂંકાયું- જે ખ્યાતિ ફેલાઈ તેની સ્મૃતિ અહીં અનુ અગ્રવાલ વાગોળે છે.
મહેશ ભટ્ટનો એ ફોન હજુ પણ યાદ છે જે મે કહેતો તો કે 'આશિકી' એક હીટ ફિલ્મ બની ગઈ છે! એવું લાગ્યું મારા પર તો ૧૦૦૦ વોટની વીજળી પડી હોય. મારા ઘરની બહાર સેંકડોે ાચહકો હતા અને દીવાલો પર 'આઈ લવ યુ અનુ' લખી રહ્યાં હતા! આ તો એક પાગલપન હતું, એવું તે યાદ કરે છે.
મહેશ ભટ્ટ દ્વારા દિગ્દર્શિત 'આશિકી' ની જબરદસ્ત સફળતાને કારણે ૨૦૧૩માં આદિત્ય રોય કપૂર અને શ્રધ્ધા કપૂરની ફિલ્મ 'આશિકી' બનાવવામાં આવી, જેને મોહિત સૂરીએ દિગ્દર્શિત કરી. આ પછી કાર્તિક આયર્ન અને અનુરાગ બસુની 'આશિકી-૩' કાનૂની વિવાદને કારણે પડતી મુકાઈ, પણ હવે આ બંને જણા એક નવા પ્રોજેક્ટ પર સહકાર સાધી રહ્યાં છે.
શું તને (અનુ અગ્રવાલ) લાગે છે કે રિમેક ફિલ્મ મૂળ ફિલ્મ સાથે ન્યાય કરે છે? આ પ્રશ્નનો જવાબ આપતા અનુ કહે છે, 'સાચું કહું તો રિમેક ઘણીવાર મૂળ ફિલ્મ જેવી જ બનવાનો પ્રયાસ કરે છે, પરંતુ તે ક્યારેય સમાન ન હોઈ શકે. હમેશાં તફાવત તો રહેશે જ. ભલે તે ન્યાય કરે કે ન કરે. હું તો તેનો ન્યાય નથી કરતી. દરેક વ્યક્તિ પોતાની રીતે કળાને વ્યક્ત કરવાનો પ્રયાસ કરી રહી હોય છે. અને મને લાગે છે કે તેની તુલના કરવી જ અન્યાયી છે.
અનુને પૂછવામાં આવ્યું કે આ ફ્રેન્ચાઈઝને આગળ ધપાવતાં યુવા કલાકારો વિશે તેને કેવું લાગી રહ્યું છે? આ વાતનો ઉત્તર આપતા અનુ કહે છે, 'અમારી ફિલ્મની ટેગલાઈન હતી 'પ્રેમ જીવનને જીવંત બનાવે છે અને પ્રેમ ખાસ કરીને હિન્દી સિનેમામાં હંમેશાં એક પ્રેરકબળ રહ્યો છે. દરેક પેઢી પ્રેમને અલગ અલગ રીતે વ્યક્ત કરે છે. તેથી ૩૫ વર્ષ પહેલા બનેલી 'આશિકી' દસ વર્ષ પહેલા એક અને આજે બનેલી એક -દરેક તેમના સમય અને ભાવનાત્મક પાસાં-ભાષાને પ્રતિબિંબિત કરે છે,' એમ અનુ અગ્રવાલે જણાવ્યું હતું.


