Get The App

2025 : બોલિવુડનાં લવ અફેર્સ !

Updated: Dec 25th, 2025

GS TEAM

Google News
Google News
2025 : બોલિવુડનાં લવ અફેર્સ ! 1 - image

કાર્તિક  આર્યન અને તૃપ્તિ ડિમરી 

 ૨૦૨૫ના  સૌથી વધુ ચર્ચિત  નવા યુગલોમાં  કાર્તિક આર્યન અને તૃપ્તિ  ડિમરીનો  સમાવેશ થાય  છે. એક રોમાન્ટિક  ડ્રામા  ફિલ્મમાં  સ્ક્રીન -સ્પેસ  શરે કર્યા પછી  તેમની વચ્ચે   કેમિસ્ટ્રી  જામી ગઈ.    ફિલ્મ  હિટ થવાથી સ્ક્રીન  પર તો આ જોડી  સુપરહીટ  બની,  પણ   પછી તો બંને વચ્ચે નાજૂક સંબંધો  પાંગર્યા  આથી બધાનું ધ્યાન  તેમના ભણી ખેંચાયું. 

સારા અલી ખાન અને આદિત્ય રૉય કપૂર 

પોતાના  ખુશમિજાજ વ્યક્તિત્વ અને નિખાલસ  ચાર્મ માટે જાણીતી  અભિનેત્રી  સારા અલી ખાન  ફરી ચર્ચા જગાવી રહી છે.  આ વખતે તેનું દિલ  આદિત્ય રોય કપૂર  સાથે મળ્યું  છે. બેશક્  ઘણા તો  આ રોમાન્સને  સાચો નથી માનતા.  પણ અફવા માને  છે, પણ કોઈ ક્યાં કોઈના દિલમાં શું ચાલી રહ્યું છે તેનો અંદાજ  બાંધી શકાતો હોય છે!

અનન્યા પાંડે અને વેદાંગ રૈના

આ યુવા-પ્રેમીની  બોલિવુડમાં  ઘણી ચર્ચા ચાલી રહી છે.  આ એક એવી  જોડી છે, જે અંગે સતત નવી નવી વાતો જાણવા  મળે છે.  અનન્યા પાંડે   અને વેદાંગ રૈના  તેમની નિકટતાની અફવા  શરૂ થઈ એ જ અરસામાં તેમણે તેમના નેટફ્લિક્સ  પ્રોજેક્ટનું  શૂટિંગ શરૂ કર્યું હતું.  પરંતુ ૨૦૨૫ના વર્ષમાં  તેમની નિકટતા  વધુ ગાઢ બની છે,  અને હવે  તો તેઓ ખુલ્લેઆમ  તેમનો  પ્રેમ પ્રગટ કરે  છે.

જ્હાન્વી  કપૂર અને  શિખર પહાડિયા 

કેટલીક  પ્રેમકથાઓ  નવી નથી, પણ ફરીથી   શોધાયેલી   હોય છે અને આ વાત જાહન્વી  કપૂર અને શિખર  પહાડિયા  માટે એકદમ  સાચી છે.  એક સમયે કિશોરાવસ્થામાં  ડેટ કરતાં હોવાની અફવા હતી. પરંતુ હવે આ બંને ફરી  એક વાર  પ્રેમમાં પડયાં છે. તેમનો પ્રેમ  પ્રગટ  કર્યો છે. તેમનો સંબંધ  ઓન-ઓફ થતો રહે છે.  

શ્રધ્ધા કપૂર અને રાહુલ મોદી 

પોતાના સામાન્ય  અંગત જીવન માટે જાણીતી  અભિનેત્રી શ્રધ્ધા કપૂરનું નામ તાજેતરમાં   લેખક-ફિલ્મ નિર્માતા  રાહુલ મોદી સાથે જોડાયું  છે.  તાજેતરમાં જ એક ફિલ્મના પોસ્ટ  પ્રોડક્શન  દરમિયાન બંને વચ્ચે ગાઢ મિત્રતા  બંધાઈ  હતી,  જે ધીમે ધીમે  રોમાન્ટિક  બની ગઈ  છે અને તે અવનવા  રંગ  ધારણ કરી રહી છે. હિરોઈન-રાઇટરનો કોમ્બો આકર્ષક છે!

તારા સુતરિયા અને વીર પહાડિયા 

તારા  અને આદરે તેમનો  પ્રેમ ફરી જીવંત  કર્યો  હતો, પણ પછી આદરે જોકે બીજી કન્યા સાથે લગ્ન કરી લીધાં. તારા હવે વીર પહાડિયા સાથે રિલેશનશિપમાં છે.  વીર એ શિખર પહાડિયાનો સગો ભાઈ છે.

રશ્મિકા મંદાના  અને અહાન શેટ્ટી

આ એક અનપેક્ષિત  જોડી છે, એમ જરૂર  કહી શકાય.  કદાચ  ૨૦૨૫ની  સૌથી અણધારી   જોડી રશ્મિકા મંદાના અને અહાન  શેટ્ટીની  છે.દક્ષિણની   ફિલ્મોની  રશ્મિકા  અને    અહાન  શેટ્ટી  તેમની આ અફવા ધરાવતા  રોમાન્સે ચાહકોને  આશ્ચર્ય  અને આનંદ પણ આપ્યો  હતોે.

વાસ્તવિક  સંબંધો

બ્રેકઅપની  પુષ્ટિ :  તમન્ના  ભાટિયા  અને વિજય વર્માએ  મહિલાઓથી ચાલી રહેલી અટકળોનો અંત લાવીને  તેઓ અલગ  થયાની વાતની  પુષ્ટિ કરી છે. 

સંભવિત  લગ્ન :  ૨૦૨૫માં  સંભવિત  લગ્ન વિશે  તો સૌથી વધુ  ચર્ચા તો હૃતિક રોશન અને સબા આઝાદ ની થઈ રહી  છે.  આ બંને ઉપરાંત અન્ય કેટલીક  જોડીનાં પણ નામ બોલાઈ રહ્યાં છે,  જે વહેલાં-મોડાં લગ્ન કરી શકે છે. જે હશે તે વાજતેગાજતે માંડવે આવ્યા વગર રહેવાનું નથી.