છોટા ઉદેપુર: નસવાડી સ્ટેશન વિસ્તારની પ્રાથમિક શાળામાં હોબાળો!, મહિલા આચાર્યને શિક્ષિકાએ લાફા ઝીંક્યા
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Chhota Udepur News: છોટા ઉદેપુર જિલ્લાના નસવાડીના સ્ટેશન વિસ્તારમાં આવેલી પ્રાથમિક શાળામાં ફરજ બજાવતા મહિલા આચર્ય દ્વારા એક મહિલા શિક્ષિકાને શાળાની કામગીરી સંદર્ભે પેપર લેવા માટે સૂચના આપવામાં આવી હતી. આ બાબતની અદાવત રાખીને શિક્ષિકા ઉશ્કેરાઈ ગઈ હતી અને ચાલુ શાળાએ આચાર્યને બે લાફા ઝીંકી દીધા હતા. જેના કારણે શાળામાં ભારે હોબાળો મચી ગયો હતો.
મહિલા આચાર્યે પોલીસ બોલાવવામાં આવી
મહિલા આચાર્ય પંડ્યા હેતલબહેનના જણાવ્યાનુસાર, શાળામાં ફરજ બજાવતા ગીતાબહેન ચૌહાણને શૈક્ષણિક કામગીરા અંગે પેપર લેવા માટે કહેવામાં આવ્યું હતું. આ સામાન્ય બાબત પર શિક્ષિકા રોષે ભરાયા હતા અને આચાર્ય સાથે બોલાચાલી કરીને લાફા ઝીંકી દીધા હતા. આ ઘટનાને પગલે આચાર્ય દ્વાર પોલીસને જાણ કરવામાં આવી હતી. આ ઘટનાને લઈને પોલીસ ટીમ શાળા પહોંચી હતી અને મહિલા શિક્ષિકાને પોલીસ સ્ટેશન લઈ ગઈ હતી.
અગાઉ પણ લેખિત રજૂઆત કરવામાં આવી હોવાનો ઘટસ્ફોટ
આચાર્યના જણાવ્યાનુસાર, આ મહિલા શિક્ષિકા અસ્થિર મગજ જેવુ વર્તન કરે છે અને શાળામાં યોગ્ય રીતે શિક્ષણ આપવાને બદલે અસામાન્ય હાસ્ય કરે છે. આ સંદર્ભે અગાઉ પણ ઉચ્ચ અધિકારીઓને લેખિતમાં રજૂઆત કરવામાં આવી ચૂકી છે. હાલમાં પોલીસ દ્વારા મહિલા કર્મચાલીને પોલીસ સ્ટેશન લાવવામાં આવ્યા છે અને આચાર્યની ઓપન ફરિયાદ નોધવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.




