પેટ્રોલ-ડીઝલ GST હેઠળ સામેલ કરાશે? સીતારમણે કહ્યું- અમે તૈયાર, પણ રાજ્યોનો ઇન્કાર
FM Nirmala Sitharaman On GST: જીએસટીમાં મોટા સુધારાની જાહેરાત બાદ નાણામંત્રી નિર્મલા સીતારમણે એક મીડિયા ઇન્ટરવ્યુમાં આજે ઘણા મુદ્દાઓ પર સ્પષ્ટતા આપી હતી. જેમાં તેમણે જીએસટીમાં રાહત મુદ્દે પેટ્રોલ અને ડીઝલને કેમ બાકાત રાખવામાં આવ્યા તે અંગે પણ સ્પષ્ટતા આપી હતી. તેમણે કહ્યું કે તેના ફાયદા સીધા સામાન્ય લોકો સુધી પહોંચશે. જો કોઈ કંપની કે સંગઠન તેના ફાયદા લોકોને પહોંચાડવામાં અસમર્થ રહ્યું તો તેની વિરુદ્ધ કાર્યવાહી હાથ ધરવામાં આવશે.
શા માટે પેટ્રોલ-ડિઝલ બાકાત?
પેટ્રોલ અને ડીઝલને જીએસટીના દાયરામાં કેમ રાખવામાં આવતા નથી? આ પ્રશ્નના જવાબમાં નાણામંત્રી નિર્મલા સીતારમણે કહ્યું કે સરકાર આ યોજના પર સંપૂર્ણપણે તૈયાર છે. સરકાર આજે પણ તેને જીએસટીના દાયરામાં રાખી શકે છે, પરંતુ તે જીએસટીના પ્રસ્તાવમાં નહોતું. જીએસટી લાવતી વખતે પણ અમે પેટ્રોલ અને ડીઝલને આ કેટેગરીમાં સામેલ કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ રાજ્યો તૈયાર નહોતા. જ્યારે પણ રાજ્યો તૈયાર થશે, ત્યારે પેટ્રોલ અને ડીઝલને જીએસટી હેઠળ સામેલ કરવામાં આવશે. જોકે, હાલમાં તેને જીએસટી હેઠળ રાખવાનો કોઈ પ્રસ્તાવ નથી.
આ પણ વાંચોઃ સોનાની ચમક સળંગ આઠમા દિવસે વધી, આજે ભાવ ફરી નવી 1,10,000ની ઐતિહાસિક ટોચે
99 ટકા સામાન સસ્તા થયા
નાણામંત્રીએ આગળ કહ્યું કે, GSTમાં નવા સુધારાથી 99 ટકા વસ્તુઓ સસ્તી થઈ છે. ખાદ્ય પદાર્થો શક્ય તેટલા સસ્તા બનાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. અમારી સરકારે દર વર્ષે GSTમાં સુધારો કરવાનો પ્રયાસ કર્યો છે અને GSTમાં ક્યાં અને કેટલો ઘટાડો શક્ય છે, તેની હંમેશા સમીક્ષા કરી નિર્ણય લીધો છે. આ જનતા માટે મોટો કર ઘટાડો છે, સામાન્ય કંપનીઓ માટે નહીં.
નાણામંત્રી નિર્મલા સીતારમણે GST ને ગબ્બર સિંહ ટેક્સ કહેવાના વિરોધ પર કહ્યું કે આજે 91 ટકા ટેક્સ વસૂલનારાઓ GSTનો શ્રેય લઈ રહ્યા છે. GSTને વિપક્ષો તરફથી સમર્થન મળી રહ્યું છે... કોંગ્રેસની ઇન્દિરા ગાંધી સરકાર ઇનકમ ટેક્સ પર 91 ટકા ટેક્સ વસૂલતી હતી અને આજે તે GSTમાં સુધારો કરવાનો શ્રેય લઈ રહ્યા છે.