Get The App

મે માં જથ્થાબંધ ફુગાવો વધીને 2.61 ટકા : 15 મહિનાની ટોચે

Updated: Jun 15th, 2024


Google News
Google News
મે માં જથ્થાબંધ ફુગાવો વધીને 2.61 ટકા : 15 મહિનાની ટોચે 1 - image


- શાકભાજી સહિતની ખાદ્ય વસ્તુઓ મોંઘી થઇ

- જથ્થાબંધ ફુગાવો છેલ્લા ત્રણ મહિનાથી સળંગ વધી રહ્યો છે : એપ્રિલમાં જથ્થાબંધ ફુગાવો 1.26 ટકા હતો

નવી દિલ્હી : ભીષણ ગરમીના પ્રકોપ વચ્ચે ખાદ્ય વસ્તુઓ અને મેન્યુફેકચર્ડ વસ્તુઓના ભાવ વધવાને કારણે મે મહિનામાં જથ્થાબંધ ફુગાવોે વધીને ૨.૬૧ ટકા રહ્યેો છે જે ૧૫ મહિનાની ઉંચી સપાટી છે.

ઉલ્લેખનીય છે કે હોલસેલ પ્રાઇસ ઇન્ડેક્સ (ડબલ્યુપીઆઇ) આધારિત ફુગાવો છેલ્લા ત્રણ મહિનાથી સળંગ વધી રહ્યો છે. એપ્રિલ, ૨૦૨૪માં જથ્થાબંધ ફુગાવો ૧.૨૬ ટકા હતો. મે, ૨૦૨૩માં જથ્થાબંધ ફુગાવો માઇનસ ૩.૬૧ ટકા હતો.

વાણિજય અને ઉદ્યોગ મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું છે કે ખાદ્ય વસ્તુઓ, ખાદ્ય વસ્તુઓનું ઉત્પાદન, ક્રૂડ પેટ્રોલિયમ, કુદરતી ગેસ, ખનીજ તેલ સહિતની વસ્તુઓના ભાવ વધવાને કારણે મે, ૨૦૨૪માં જથ્થાબંધ ફુગાવામાં વધારો થયો છે.

મે, ૨૦૨૪નો જથ્થાબંધ ફુગાવો ૧૫ મહિનાની ટોચે છે. આ અગાઉ ફેબુ્રઆરી, ૨૦૨૩માં જથ્થાબંધ ફુગાવો ૩.૮૫ ટકા હતો. મે મહિનામાં ખાદ્ય વસ્તુઓનો ફુગાવો ૯.૮૨ ટકા રહ્યો છ જે ૧૦ મહિનાની ટોચે છે.

મેમાં શાકભાજીનો ફુગાવો ૩૨.૪૨ ટકા રહ્યો છે. ગયા મહિને શાકભાજીનો ફુગાવો ૨૩.૬૦ ટકા રહ્યો હતો. મેમાં ડુંગળીનો ફુગાવો ૫૮.૦૫ ટકા, બટાકાનો ફુગાવો ૬૪.૦૫ ટકા અને કઠોળનો ફુગાવો ૨૧.૯૫ ટકા રહ્યો છે.

ચાલુ સપ્તાહની શરૂઆતમાં મે મહિનાના રીટેલ ફુગાવાના આંકડા જાહેર કરવામાં આવ્યા હતાં. મે, ૨૦૨૪માં રીટેલ ફુગાવો ૪.૭૫ ટકા રહ્યો છે. જે એક મહિનાની નીચલી સપાટી છે. આરબીઆઇએ આ મહિનાની શરૂઆતમાં સળંગ આઠમા મહિને વ્યાજ દરો યથાવત રાખ્યા હતાં.

Tags :