દોસ્તી તોડવાનો ટ્રમ્પનો પ્લાન ફેલ... ભારતની GDPની વૃદ્ધિની ગતિ યથાવત્, રશિયાથી થઈ બમણી, જુઓ યાદી

India-Russia GDP Growth : રશિયાના રાષ્ટ્રપ્રમુખ વ્લાદિમીર પુતિન આજે (4 ડિસેમ્બર) બે દિવસ માટે ભારતની મુલાકાતે આવી રહ્યા છે. પુતિનનો આ પ્રવાસ માત્ર ભારત જ નહીં, પરંતુ સમગ્ર વિશ્વમાં ચર્ચાનો વિષય બન્યો છે. ત્રણ મહિના પહેલા જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને પુતિન ચીનના તિયાનજિનમાં SCO સમિટમાં મળ્યા હતા, ત્યારે તેમની મિત્રતાની ચર્ચા વૈશ્વિક સ્તરે થઈ હતી.
ટ્રમ્પના દબાણ વચ્ચે પુતિનની ભારત મુલાકાત વૈશ્વિક સ્તરે ખૂબ મહત્ત્વની
એકતરફ અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ રશિયા મુદ્દે ભારત પર દબાણ કરી રહ્યા છે, ત્યારે પુતિનની ભારત મુલાકાત વૈશ્વિક સ્તરે ખૂબ મહત્ત્વની છે. વાસ્તવમાં ભારત રશિયા પાસેથી બહોળા પ્રમાણમાં તેલ ખરીદતું હોવાથી ટ્રમ્પને વાંધો પડ્યો છે અને આ કારણે ટ્રમ્પ તંત્રએ રશિયા પાસેથી તેલ ખરીદવા બદલ ભારત પર 25 ટકા ટેરિફની પેનલ્ટી લગાવી છે. અગાઉ પણ તેમણે 25 ટકા ટેરિફ વધાર્યો હતો. ટ્રમ્પનું માનવું છે કે, રશિયા ભારત પાસેથી કમાણી કરીને તે નાણાંનો યુક્રેન વિરુદ્ધના યુદ્ધમાં ઉપયોગ કરી રહ્યું છે.
ટેરિફ છતાં ભારતની અર્થવ્યવસ્થામાં ઉછાળો
અમેરિકાના દબાણ છતાં ભારતનો જીડીપી વૃદ્ધિ હરણફાળ ગતિએ આગળ વધી રહી છે. ગયા મહિને જ નાણા મંત્રાલયે જાહેર કર્યું હતું કે, જુલાઈથી સપ્ટેમ્બરની ત્રીજી ત્રિમાસિકમાં ભારતનો GDP ગ્રોથ રેટ 8.2 ટકા નોંધાયો છે. આમ તો અમેરિકાના ટેરિફના કારણે ભારતની અર્થવ્યવસ્થાને ગંભીર અસર થવાની આશંકા હતી, જોકે જીડીપીના આ આંકડોએ વિશ્વભરને ચોંકાવી દીધા છે.
ભારતની GDP રશિયા કરતાં બમણી
ભારતની અર્થવ્યવસ્થા રશિયા કરતાં લગભગ બમણી છે. ભારત આ વર્ષે જાપાનને પાછળ છોડીને દુનિયાની ચોથી સૌથી મોટી અર્થવ્યવસ્થા બની ગયું છે. ભારતની કુલ GDP 4.3 ટ્રિલિયન ડૉલર છે, જ્યારે રશિયાની GDP 2.54 ટ્રિલિયન ડૉલર છે અને તે વિશ્વની સૌથી મોટી અર્થવ્યવસ્થાઓમાં નવમા સ્થાને છે.
ભારતની જીડીપીમાં સતત વધારો
વર્લ્ડ બૅંકના ડેટા મુજબ, ભારતની જીડીપીમાં વર્ષ 2021થી વધારો થઈ રહ્યો છે. ડેટા મુજબ ભારતનો જીડીપી દર 2021માં 9.69%, 2022માં 6.99%, 2023માં અંદાજિત 8.15% અને 2024માં અંદાજિત 6.5% દર્શાવાયો છે. જ્યારે રશિયાની જીડીપીમાં પણ વધારો થયો છે. રશિયાનો જીડીપી દર 2023માં અંદાજિત 3.6% જ્યારે 2024માં અંદાજિત 4.1% દર્શાવાયો છે.
વર્લ્ડ બૅંકના ડેટા મુજબ ભારત-રશિયાની GDPનો ઇતિહાસ
|
Year |
India |
Russia |
|
1990 |
5.53% |
-2.8% |
|
1991 |
1.06% |
-5.0% |
|
1992 |
5.48% |
-14.5% |
|
1993 |
4.75% |
-8.7% |
|
1994 |
6.66% |
-12.7% |
|
1995 |
7.57% |
-4.1% |
|
1996 |
7.55% |
-3.6% |
|
1997 |
4.05% |
1.3% |
|
1998 |
6.18% |
-5.3% |
|
1999 |
8.85% |
6.4% |
|
2000 |
3.84% |
10.0% |
|
2001 |
4.82% |
5.7% |
|
2002 |
3.80% |
4.9% |
|
2003 |
7.86% |
7.3% |
|
2004 |
7.92% |
7.2% |
|
2005 |
7.92% |
6.4% |
|
2006 |
8.06% |
8.2% |
|
2007 |
7.66% |
8.5% |
|
2008 |
3.09% |
5.2% |
|
2009 |
7.86% |
-7.8% |
|
2010 |
8.50% |
4.1% |
|
2011 |
5.24% |
4.3% |
|
2012 |
5.46% |
3.4% |
|
2013 |
6.39% |
1.3% |
|
2014 |
7.41% |
0.7% |
|
2015 |
8.00% |
-2.0% |
|
2016 |
8.26% |
0.3% |
|
2017 |
6.80% |
1.8% |
|
2018 |
6.45% |
2.8% |
|
2019 |
3.87% |
2.2% |
|
2020 |
-5.78% |
-2.7% |
|
2021 |
9.69% |
5.6% |
|
2022 |
6.99% |
-1.2% |
|
2023 |
8.15% |
3.6% |
|
2024 |
6.5% |
4.1% |

