Videocon Case : મની લોન્ડ્રિંગ કેસમાં ચંદા કોચર દોષિત જાહેર, લોન બદલે લીધી હતી રકમ
Videocon Case : મની લોન્ડ્રિંગ કેસમાં ICICI બેંકના પૂર્વ મુખ્ય કાર્યકારી અધિકારી ચંદા કોચર ભારે મુશ્કેલીમાં મુકાયા છે. ટ્રિબ્યુનલે વીડિયોકૉન ગ્રૂપ સંબંધીત ભ્રષ્ટાચાર કેસની સુનાવણી હાથ ધરી ચંદા કોચર અને તેમના પતિ દીપક કોચરે દોષિત જાહેર કર્યા છે. કોર્ટે કહ્યું કે, મની લોન્ડ્રિંગ કેસમાં પ્રથમ દ્રષ્ટિએ બંને વિરુદ્ધ કેસ બને છે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)એ 2020માં કોચર દંપત્તિનો મુંબઈ સ્થિત દંપત્તિનો કરોડો રૂપિયાનો ફ્લેટ જપ્ત કર્યો કર્યો હતો, તે આદેશને કોર્ટે યથાવત્ રાખ્યો છે.
ઈડી દ્વારા કોચર દંપત્તિની સંપત્તિ જપ્ત કરવાનો આદેશ યોગ્ય : ટ્રિબ્યુનલ
ટ્રિબ્યુનલે કહ્યું કે, ‘કોચર વિરુદ્ધના કેસનો નિર્ણય નીચલી અદાલત દ્વારા કરવામાં આવશે, પરંતુ પ્રથમ દ્રષ્ટિએ આરોપીઓએ મની લોન્ડરિંગનો ગુનો કર્યો હોવાનું દેખાય છે, તેથી તેમની સંપત્તિ જપ્ત કરવાનો ઈડીનો આદેશ યોગ્ય છે. દીપક કોચર અને વીડિયોકૉન ગ્રૂપ દ્વારા શરૂ કરાયેલ ઉદ્યોગોના કામમાં સંપૂર્ણ હેરાફેરી કરવામાં આવી હતી.
આ પણ વાંચો : વાહનચાલકો સાવધાન... આવી ભુલ કરશો તો ‘ફાસ્ટેગ’ બ્લેકલિસ્ટ કરાશે, NHAIનો કડક નિયમ લાગુ
બેંકના નિયમો અને નીતિ વિરુદ્ધ
ટ્રિબ્યુનલે એવું પણ કહ્યું કે, ‘ICICI બેંક દ્વારા વિડીયોકોન ઇન્ડસ્ટ્રીઝ ગ્રુપને રૂ. 300 કરોડની લોન મંજૂર કરવી, જેની સમિતિમાં ચંદા કોચર પણ સામેલ હતા, તે બેંકના નિયમો અને નીતિ વિરુદ્ધ હતું. દંપત્તિનો ફ્લેટ 64 કરોડ રૂપિયામાં ખરદીયો હતો, તેથી ઈડીએ ગુનાની આવક હેઠળ ફ્લેટ જપ્ત કર્યો હતો. ટ્રિબ્યુનલે ચંદા કોચરની એ અરજીને ફગાવી દીધી હતી કે તેમને તેમના પતિના વ્યવસાયિક બાબતોની જાણ નહોતી અને તેમણે પોતાની અરજીમાં અજ્ઞાનતાનો દાવો કર્યો હતો.
જાણો શું હતો મામલો?
ચંદા કોચર ડિરેક્ટર્સની એ બે સભ્યોની સમિતિના અધ્યક્ષ હતા જેણે ઓગસ્ટ 2009માં વીડિયોકોન ઈન્ટરનેશનલ ઈલેક્ટ્રોનિક્સ લિમિટેડ (VIEL)ને 300 કરોડ રુપિયાની RTL મંજૂર કરી હતી. એજન્સીએ આગળ કહ્યું કે ગુનાહીત કાવતરાંને આગળ વધારવા માટે ટર્મ લોન લેવાઈ હતી. કોચરના નેતૃત્વમાં ડિરેક્ટરની સમિતિએ 26 ઓગસ્ટ 2009ના રોજ વીડિયોકોન ઈન્ટરનેશનલ ઈલેક્ટ્રોનિક્સ લિમિટેડને 300 કરોડની લોન મંજૂર કરી હતી. આ રકમ 7 સપ્ટેમ્બર 2009ના રોજ ડિસ્ટ્રિબ્યુટ કરાઈ હતી. આ ઉપરાંત વીડિયોકોનની જુદી જુદી કંપનીઓ સંબંધિત એક જટિસ સંરચનાના માધ્યમથી વેણુગોપાલ ધૂતની કંપનીઓને ચંદા કોચરના પતિ દીપક કોચરની ન્યૂપાવર રિન્યૂએબલ લિમિટેડમાં રોકાણની આડમાં 64 કરોડ ટ્રાન્સફર કરાયા હતા.
આ પણ વાંચો : સંસદમાં સતત હોબાળાના કારણે આવતીકાલ સુધી લોકસભા અને રાજ્યસભાની કાર્યવાહી સ્થગિત