Get The App

Budget 2019: મોદી સરકાર 2.0 ના બજેટમાં તમને શું મળ્યું

Updated: Jul 5th, 2019

GS TEAM

Google News
Google News
Budget 2019: મોદી સરકાર 2.0 ના બજેટમાં તમને શું મળ્યું 1 - image

નવી દિલ્હી, તા.5 જુલાઈ 2019, શુક્રવાર

દેશની પ્રથમ મહિલા નાણાં પ્રધાન નિર્મલા સીતારમણે પોતાના બજેટ પ્રવચનમાં મહત્ત્વની કેટલીક યોજનાઓ જાહેર કરી હતી. તેમણે કહ્યું હતું કે આપણો દેશ હવે રોજગાર આપનારો દેશ બન્યો છે.

હવે આપણે ઇન્ફ્રાસ્ટ્રક્ચર વધારવાનું છે. ભારતમાલા અંતર્ગત દેશના દરેક ગામડા સુધી પાકી સડક પહોંચાડવાની છે અને નવા નેશનલ હાઇવે પણ તૈયાર કરવાના છે. સાથોસાથ અમારી સરકારે કેટલીક નવી યોજનાઓ વિચારી રાખી છે જેમાં મુદ્રા યોજના, સાગરમાલા અને મેક ઇન ઇન્ડિયા જેવી યોજનાઓનો સમાવેશ થાય છે.

પોતાના પ્રવચનના આરંભે નિર્મલાએ મતદારોનો આભાર માનતાં કહ્યું હતું કે દેશની જનતાએે અમને નવો દેશ રચવાની જવાબદારી સોંપી છે. અમારા પર વિશ્વાસ મૂકવા બદલ અમે જનતાનો આભાર માનીએ છીએ. છેલ્લાં પાંચ વર્ષમાં અમારી સરકારે અર્થતંત્રની કાયાપલટ કરવાના પ્રયાસો કર્યા હતા. એ દરમિયાન અમારો હેતુ ઘરે ઘરે જાજરૂ પહોંચાડવાન અને ઘરે ઘરે વીજળી પહોંચાડવાનો હતો.

બજેટ પ્રવચન પહેલાં નિર્મલાજીએ કેન્દ્રીય પ્રધાન મંડળ સમક્ષ પોતાની વિગતો રજૂ કરી હતી. કેબિનેટે એ મંજૂર કર્યા બાદ બજેટ પ્રવચનનો સંસદમાં આરંભ થયો હતો. આ પ્રસંગે પુત્રીને બજેટ રજૂ કરતી જોવા નિર્મલાજીનાં માતાપિતા પણ સંસદ ભવન પહોંચ્યાં હતાં.

નિર્મલા સીતારમણના બજેટના ચમકારા

-રેલવેમાં ખાનગી મૂડી રોકાણ વધારાશે

-વીજળી ટેરિફમાં સુધારા કરવાની યોજના છે

-ત્રણ કરોડ દુકાનદારોને પેન્શન આપવાની યોજના છે

-દરેકને પોતાનું ઘર હોય એવી યોજના પણ ચાલુ છે

-આદર્શ ભાડા યોજના તૈયાર કરાશે

-એમએસએમઇ માટે ઓનલાઇન પોર્ટલ હશે

-બધાં રાજ્યોને ગ્રીડથી વીજળી મળશે

-રેલવેમાં પીપીપી મોડેલનો ઉપયોગ કરાશે

-રેલવે તંત્રને સુધારા અને નવી યોજનાઓના અમલ માટે 50,000 કરોડની જરૂર છે

-આમ આદમીને સસ્તાં વાહનો મળે એવું કરાશે

-ઇલેક્ટ્રિક વાહનોને વધુ પ્રોત્સાહન અપાશે

-210 મેટ્રો લાઇન કામ કરતી થઇ છે

-જળ માર્ગનો વ્યવહાર વધારવામાં આવશે

-ડિજિટલ ઇન્ડિયાને દરેક ક્ષેત્રમાં પહોંચતું કરાશે

-બિઝનેસ કોરિડોરનો લાભ આમ જનતાને મળ્યો

-નાનકડાં શહેરોને વિમાન માર્ગે જોડ્યાં

-પાયાની સુવિધાઓ વધારવા ઇન્ફ્રાસ્ટ્રક્ચર સુદ્રઢ કરાશે

-છેલ્લાં પાંચ વર્ષમાં ભારતની અર્થ વ્યવસ્થા 2.7 ટ્રિલિયન ડૉલર જેટલી થઇ

-ફિતુરશાહી ઘટાડીને સરકારી કામકાજ સરળ કરી દેવાશે

-આગામી પાંચ વર્ષોમાં કામકાજ વધુ ઝડપી થશે

-ગ્રામ વિસ્તારોના વિકાસને અગ્રતા અપાશે

-મિડિયામાં વિદેશી મૂડીરોકાણને પ્રોત્સાહન અપાશે

-વીમા ક્ષેત્રમાં 100 ટકા વિદેશી મૂડી રોકાણને આવકારાશે

-સેટેલાઇટ લોંચ કરવાની ક્ષમતા વધારવામાં આવશે

-નેશનલ ટ્રાન્સપોર્ટ કાર્ડની યોજના ઘડાઇ રહી છે 

-અમારું લક્ષ્ય. રિફોર્મ, પર્ફોર્મ અને ટ્રાન્સફોર્મનું છે

-મેક ઇન ઇન્ડિયાની સાથોસાથ આધુનિકતાનો પણ ખ્યાલ રખાયો છે

-ખેડુતોને એમના ઉત્પાદનોનો વાજબી ભાવ મળે એની તકેદારી રખાશે

-ગામડાંઓમાં દરેક ઘરે પીવાનું પાણી પહોંચાડાશે

-જળઊર્જા મંત્ર્યાલય દરેક જળસ્રોતનો મહત્ત્મ ઉપયોગ કરશે

-એનઆરઆઇ ઇન્વેસ્ટરો માટે સરળ કેવાયસી નોર્મ્સ તૈયાર કરાશે

-વડા પ્રધાન ગ્રામીણ સડક યોજના અંતર્ગત 1.25 લાખ કિલોમીટર જેટલી સડકો બનાવાશે 

-ખેડૂતોને ઊર્જાદાતા બનાવવામાં આવશે, દસ હજાર કિસાન સંધો તૈયાર કરાશે

-દાળના ઉત્પાદન બાબતમાં દેશ સ્વનિર્ભર બની રહેશે

-2022 સુધીમાં દરેક નાગરિકને ઘર મળે એવા પ્રયાસો ચાલુ છે

-ઉજ્જવલા યોજના હેઠળ સાત કરોડ નવા ગેસ કનેક્શન આપ્યા છે

-2022 સુધીમાં દરેક ગામડાના દરેક ઘરમાં ગેસ કનેક્શન આપવામાં આવશે

-ભારતને મોસ્ટ ફેવરીટ એફડીઆઇ (વિદેશીઓના મૂડી રોકાણકારો) બનાવવાની યોજના છે

-સીંગલ બ્રાન્ડ રિટેલમાં એફડીઆઇની મર્યાદા વધારાશે

-ઇલેક્ટ્રીક વાહનોની બેટરી ચાર્જ કરવાના મથકો સ્થપવા ઉપરાંત એમની સંખ્યા વધારાશે 

-નાનકડાં શહેરોને જોડતી રેલવે સેવા પર વધુ ભાર મૂકાશે

Tags :