સોનું અસલી છે કે બનાવટી? આ સરકારી એપ કરી લો ડાઉનલોડ, તુરંત જાણી શકશો સાચી માહિતી
BIS Care App: ભારતમાં વાર-તહેવારે સોનાની ખરીદી થાય છે. ભારતીયો રોકાણ ઉપરાંત સાંસ્કૃતિ પરંપરાના ભાગરૂપે સોનાની ખરીદી કરતાં હોય છે. પરંતુ તેમના દ્વારા ખરીદવામાં આવી રહેલું સોનું શુદ્ધ છે કે નહીં, તેની જાણકારી મેળવવી આવશ્યક છે. સરકારે સોનાની ખરીદીમાં થતી છેતરપિંડીથી લોકોને બચાવવા હોલમાર્કિંગની સાથે સાથે HUID (હોલમાર્ક યુનિક આઈડેન્ટિફિકેશન) નંબર અનિવાર્ય બનાવ્યો છે. જેનો ઉદ્દેશ જ્વેલરી નિર્માતા નિશ્ચિત માપદંડોને અનુરૂપ શુદ્ધતાનું પાલન કરે અને ગ્રાહકોને બનાવટી નકલી સોનાથી બચાવી શકાય.
છ ડિજિટનું HUID નંબર આવશ્યક
સોનાની ખરીદી કરતી વખતે છ ડિજિટનો HUID નંબર જરૂરથી ચકાસો. આ નંબરની મદદથી તમને સોનાની ખરાઈ કરી શકો છો. સોનાની શુદ્ધતા માપવા માટે તમે બ્યૂરો ઓફ ઈન્ડિયન સ્ટાન્ડર્ડ્સ (BIS) ની સહાય લઈ શકો છો. BIS ભારતમાં ગોલ્ડ જ્વેલરીને હોલમાર્ક નંબર આપી તેની શુદ્ધતા પ્રમાણિત કરે છે.
આ રીતે ચકાસો સોનાની શુદ્ધતા
જો ગ્રાહક પોતાના સોનાના ઘરેણાંની પ્રમાણિકતા કરવા માગતું હોય તો તેણે તે ઘરેણાં પર આપેલો HUID નંબર BIS Care એપમાં નોંધી તપાસ કરી શકે છે. આ એપ ગુગલ પ્લે સ્ટોર અને એપલ એપ સ્ટોર પર ઉપલબ્ધ છે. એપ ઈન્સ્ટોલ કરી સોનાના ઘરેણાં પર આપેલો HUID નંબર નાખી તમે તેને ખરાઈ કરી શકો છો.
આ પણ વાંચોઃ EPFO Rules Change: હવે PFથી ઘર ખરીદવું થયું સરળ, કેન્દ્ર સરકારે બદલ્યા નિયમ
આ રીતે કરો એપનો ઉપયોગ
- સૌ પ્રથમ ગુગલ પ્લે સ્ટોર અથવા એપલ એપ સ્ટોર પરથી BIS CARE એપ ડાઉનલોડ કરો.
- તેમાં તમારૂ નામ, મોબાઈલ નંબર, અને ઈમેઈલ આઈડી નોંધી લોગઈન કરો.
- લોગઈન કર્યા બાદ એપમાં “Verify HUID” ઓપ્શન પર ક્લિક કરો.
- ત્યારબાદ તમે સોનાના ઘરેણાં પર અંકિત છ ડિજિટનો HUID નંબર ઉમેરો.
- નંબર નાખતાં જ ગ્રાહક તે ઘરેણાં સંબંધિત રજિસ્ટ્રેશન નંબર, હોલમાર્કિંગ સેન્ટરનું નામ, જ્વેલરીનો પ્રકાર, એએચસી રજિસ્ટ્રેશન નંબર, હોલમાર્કિંગની તારીખ અને તેની શુદ્ધતા જેવી તમામ વિગતો જોઈ શકશે.