ઈમિગ્રન્ટ્સ ન હોત તો અમેરિકાનું દેવું GDPના 200%ને કૂદાવી ગયું હોત, થિંક ટેન્કનો દાવો
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

USA Debt News : યુનાઇટેડ સ્ટેટ્સની લાંબા સમયથી વૈશ્વિકરણ દ્વારા આકાર પામેલી ખુલ્લી અર્થવ્યવસ્થા તરીકેની છબી હોવા છતાં યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે વારંવાર ઇમિગ્રેશન પર કડક વલણ અપનાવ્યું છે. ટ્રમ્પ સ્થળાંતર કરનારાઓને સામાજિક અને આર્થિક તાણનું મુખ્ય કારણ ગણાવી રહ્યાં છે. જોકે નવો અભ્યાસ દર્શાવેે છે કે ઇમિગ્રન્ટ્સે લાભો કરતાં ટેક્સમાં વધુ યોગદાન આપ્યું છે.
ઈલેક્શન કેમ્પેઈનની રેલીઓથી લઈને પોલીસીગત ભાષણો સુધી પ્રમુખે 'ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સ'ને ગુનેગારો તરીકે વર્ણવ્યા છે. 'મેક અમેરિકા ગ્રેટ અગેઇન'ના નારામાં વિદેશમાં સ્થાળાંતરિત થયેલા વ્યક્તિઓનો વિરોધ એજન્ડામાં છે.
યુએસ સ્થિત લિબર્ટેરિયન થિંક ટેન્ક, કેટો ઇન્સ્ટિટયૂટ દ્વારા પ્રકાશિત થયેલા શ્વેતપત્રમાં જાણવા મળ્યું છે કે ઇમિગ્રન્ટોએ 1994 થી 2023 સુધીના 30 વર્ષના સમયગાળા દરમિયાન સ્થાનિક, રાજ્ય અને સંઘીય લાભો કરતા ટેક્સમાં આપેલા યોગદાન વધુ હતુ. પેપરમાં આ સમય દરમિયાન 14.5 ટ્રિલિયન ડોલરના સંચિત નાણાકીય સરપ્લસનો અંદાજ છે.
અહેવાલ મુજબ, ઇમિગ્રેશન વિના યુએસ સરકારની નાણાકીય સ્થિતિ નોંધપાત્ર રીતે ખરાબ થઈ હોત. અમેરિકાનું જાહેર દેવું હાલ 30 ટ્રિલિયન ડોલર આસપાસ યુએસની જીડીપીના 100 ટકા આસપાસ પહોંચ્યું છે. જોકે આ આંકડો વિદેશથી આવીને વસેલા ઈમિગ્રન્ટ વિના કુલ સ્થાનિક ઉત્પાદનના ૨૦૦ ટકાથી વધુ થઈ ગયો હોત. રિપોર્ટ અનુસાર ગેરકાયદેસર ઇમિગ્રન્ટોએ આ જ સમયગાળા દરમિયાન ખાધમાં ઓછામાં ઓછો 1.7 ટ્રિલિયન ડોલરનો ઘટાડો કર્યો હશે.








