વધુ એક સરકારી કંપનીમાંથી પોતાનો હિસ્સો વેચવા કાઢશે મોદી સરકાર, જાણો
નવી દિલ્હી, તા. 09 ફેબ્રુઆરી 2020, રવિવાર
કેન્દ્ર સરકાર વધુ એક સરકારી કંપનીમાંથી પોતાનો હિસ્સો વેચવાની તૈયારી કરી રહી છે. સરકારે સ્ટીલ ઓથોરિટી ઓફ ઈન્ડિયાનો પાંચ ટકા હિસ્સો વેચીને 1000 કરોડ રુપિયા ઉભા કરવાની યોજના બનાવી છે. આ માટે સિંગાપુર અને હોંગકોંગમાં રોકાણકારોને આકર્ષવા માટે રોડ સો પણ કરાશે. જોકે કોરોના વાયરસના કારણે હોંગકોંગનો રોડ શો રદ થઈ શકે છે.
હાલમાં સેઈલમાં સરકારનો 75 ટકા હિસ્સો છે. આ પહેલા 2014માં પણ સરકારે પોતાનો પાંચ ટકા હિસ્સો વેચ્યો હતો.આ વખતે પાંચ ટકા બીજો હિસ્સો વેચવા માટે સરકાર ઓપન ઓફર આપશે.રોડ શોમાં રોકાણકારોનો કેટલો રસ છે તે જોવામાં આવશે.
સરકારે વિવિધ સરકારી કંપનીઓમાં ડિસઈન્વેસ્ટમેન્ટ થકી 65000 કરોડ રુપિયા એકઠા કરવાનુ લક્ષ્ય મુક્યુ છે.જેને હાંસલ કરવા માટે સરકાર સેઈલમાં પાંચ ટકા હિસ્સો આ જ વર્ષે વેચવાનો પ્રયત્ન કરશે.અત્યાર સુધીમાં સરકાર 34000 કરોડ રુપિયા જ ડિસઈવન્વેસ્ટમેન્ટ થકી એકઠા કરી શકી છે. સરકાર ગાર્ડન રિચ શિપ બિલ્ડર્સ લિમિટેડમાંથી પણ 10 ટકા હિસ્સો વેચીને 200 કરોડ રુપિયા ઉભા કરવા માંગે છે.