For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

અમેરિકાની નાની બેંકોની જમા થાપણમાં માર્ચ, 2017 બાદનો સૌથી મોટો ઘટાડો

- ૧૫ માર્ચે પૂરા થયેલા સપ્તાહમાં નાની બેંકોમાં થાપણો ૧૧૯ અબજ ડોલર ઘટીને ૫.૪૬ લાખ કરોડ ડોલર રહી

- SVB બેંકના ફિયાસ્કાની અસર

Updated: Mar 26th, 2023

Article Content Image

અમદાવાદ : અમેરિકાની નાના કદની દિગ્ગજ બેંક, સિલિકોન વેલી બેંકના પતન પછી નાની યુએસ બેંકોમાં થાપણોમાં રેકોર્ડ ઘટાડો નોંધાયો છે. યુએસ ફેડરલ રિઝર્વ દ્વારા શુક્રવારે જાહેર કરાયેલ ડેટા દર્શાવે છે કે નાના કદની બેંકોની ડિપોઝીટમાં ઐતિહાસિક ઘટાડો આ સપ્તાહે જોવા મળ્યો છે.

૧૫ માર્ચે પૂરા થયેલા સપ્તાહમાં નાની બેંકોમાં થાપણો ૧૧૯ અબજ ડોલર ઘટીને ૫.૪૬ લાખ કરોડ ડોલર થઈ છે, જે અગાઉના રેકોર્ડ ઘટાડા કરતાં બમણા કરતાં વધુ હતી. ૧૬ માર્ચ, ૨૦૦૭ના રોજ પૂરા થયેલા સપ્તાહ પછીનો આ ડિપોઝીટમાં ટકાવારીની દ્રષ્ટિએ સૌથી મોટો ઘટાડો હતો.

ફેડના સાપ્તાહિક ડેટા અનુસાર સૌથી મોટી ૨૫ કોમશયલ યુએસ બેંકો સિવાયની તમામ નાની બેંકો પર ણ ૨૫૩ બિલિયન ડોલર વધીને રેકોર્ડ ૬૬૯.૬ અબજ ડોલર થયું છે. આમ નાની બેંકો પાસે સપ્તાહના અંતે ૯૭ અબજ ડોલરની જ સરપ્લસ રોકડ હતી. આ આંકડો સૂચવે છે કે ડિપોઝીટરો દ્વારા ડિપોઝીટના ઉપાડની સાવચેતીના પગલા તરીકે આગોતરી તૈયારીઓ તરીકે ઉાર બેંકોએ લીધું હતુ.

જોકે સામે પક્ષે અમેરિકાની મોટી બેંકોમાં થાપણો આ રિપોર્ટિંગ સપ્તાહમાં ૬૭ અબજ ડોલર વધીને ૧૦.૭૪ લાખ કરોડ ડોલર થઈ છે, ફેડ ડેટા દર્શાવે છે.

ફેડના આંકડા દર્શાવે છે કે નાની બેંકોમાં થાપણમાં થયેલા ઘટાડાનો અડધો ભાગ જ મોટી બેંકોમાં ગયો છે. આ ટ્રેન્ડ સૂચવે છે કે કેટલીક રોકડ મની માર્કેટ ફંડ્સ અથવા અન્ય સાધનોમાં ગઈ હશે. મોટી બેંકોએ પણ આ સપ્તાહમાં ણમાં ૨૫૧ અબજ ડોલરનો વધારો કર્યો હતો.

ફેડના અધ્યક્ષ જેરોમ પોવેલે બુધવારે જણાવ્યું હતું કે, બેંકિંગ સિસ્ટમમાં ડિપોઝીટનો ફ્લો છેલ્લા અઠવાડિયામાં સ્થિર થયો છે. કોરોના મહામારીના કપરાકાળ ૨૦૨૦ અને ૨૦૨૧માં અમેરિકન બેંકોની થાપણોમાં તીવ્ર વધારા બાદ હવે ઘટાડો થયો છે.

Gujarat