Today Gold and Silver Latest Price : વૈશ્વિક બજારમાં સર્જાયેલી અસ્થિરતા અને ભૌગોલિક તણાવની સીધી અસર ભારતીય કોમોડિટી બજાર પર જોવા મળી રહી છે. આજે સવારના કારોબારમાં સોના અને ચાંદીના ભાવમાં જબરદસ્ત તેજી નોંધાઈ છે. આજના દિવસ દરમિયાન સોનાના ભાવમાં 4000 રૂપિયાની, જ્યારે ચાંદીના ભાવમાં 12000 રૂપિયાની ઉથલપાથલ જોવા મળી છે.
સોનાના ભાવમાં 4000 રૂપિયા સુધીની ઉથલપાથલ
ફ્યૂચર સોનાનો ભાવ રાત્રે 11.00 વાગ્યા સુધીમાં 1,57,199 રૂપિયા પર પહોંચી ગયો છે. ગઈકાલે 1,56,341 રૂપિયા પર બંધ થયા બાદ આજે તેનો ભાવ 1,58,889 રૂપિયા ઓપન થયો હતો. દિવસ દરમિયાન સોનાએ 1,59,226 રૂપિયાની ઊંચી સપાટી પણ સ્પર્શી હતી. જ્યારે નીચેમાં 1,55,248 પર પહોંચ્યો હતો. એટલે દિવસ દરમિયાન સોનાના ભાવમાં 3978 રૂપિયાની ઉથલપાથલ જોવા મળી છે.
ચાંદીના ભાવમાં 12000 રૂપિયાની ઉથલપાથલ
ચાંદીના વાત કરીએ તો, રાત્રે 11.00 વાગ્યા સુધીમાં ચાંદી ફ્યૂચર 3,35,000 રૂપિયા પર ટ્રેડ કરી રહી હતી. આજે ચાંદીનો ભાવ 3,33,333 રૂપિયાથી ઓપન થયો હતો. દિવસ દરમિયાન ચાંદીએ 3,39,927 રૂપિયાની ઊંચી સપાટી પણ સ્પર્શી હતી. જ્યારે નીચેમાં 3,27,502 પર પહોંચ્યો હતો. એટલે દિવસ દરમિયાન સોનાના ભાવમાં 3978 રૂપિયાની ઉથલપાથલ જોવા મલી છે. એટલે દિવસ દરમિયાન તેના ભાવમાં 12,425 રૂપિયાની ઉથલપાથલ જોવા મળી છે.
આ પણ વાંચો : ભારત-યુરોપીય સંઘ વચ્ચે થશે ઐતિહાસિક ડીલ, ટ્રમ્પને લાગશે ઝટકો
સોનાના ભાવમાં ઉછાળાના ત્રણ કારણો
- પ્રથમ કારણ : વૈશ્વિક તણાવ અને અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ગ્રીનલેન્ડ મુદ્દે યુરોપીય દેશોને આપવામાં આવેલી ટેરિફની ધમકી છે. આ વિવાદને કારણે વિશ્વભરના શેરબજારોમાં અસ્થિરતા વધી છે અને રોકાણકારો સુરક્ષિત રોકાણ તરીકે સોના તરફ વળ્યા છે.
- બીજું કારણ : ભારતીય રૂપિયાની નબળાઈ છે. રૂપિયો અત્યારે ડોલર સામે 91.10ની રેકોર્ડ નીચી સપાટીએ પહોંચ્યો હોવાથી આંતરરાષ્ટ્રીય સ્તરે ખરીદવામાં આવતા સોનાનો પડતર ભાવ ભારત માટે ખૂબ મોંઘો થઈ ગયો છે.
- ત્રીજું કારણ : દુનિયાભરની સેન્ટ્રલ બેંકો દ્વારા સોનાની કરવામાં આવતી મોટા પાયે ખરીદી છે. આરબીઆઈ સહિતની કેન્દ્રીય બેંકો પોતાના વિદેશી મુદ્રા ભંડારને સુરક્ષિત રાખવા માટે સોનાનો સંગ્રહ વધારી રહી છે જેના કારણે બજારમાં માંગ સામે સપ્લાય ઓછો વર્તાઈ રહ્યો છે.
ચાંદીના ભાવમાં ઉછાળાનું કારણ
ચાંદીના ભાવ વધવા પાછળ માત્ર રોકાણ નહીં પણ ઔદ્યોગિક માંગ પણ મોટું કારણ છે. સોલર પેનલ, ઈલેક્ટ્રોનિક્સ અને ઈલેક્ટ્રિક વ્હીકલ્સ (EV) માં ચાંદીનો પુષ્કળ ઉપયોગ થતો હોવાથી તે હવે માત્ર ઘરેણું મટીને એક આવશ્યક કાચો માલ બની ગઈ છે. અમેરિકન ટેરિફના ડરથી ઘણી કંપનીઓ અત્યારથી જ ચાંદીનો સ્ટોક કરી રહી છે જેથી ભવિષ્યમાં ઉત્પાદન અટકે નહીં. આ સંજોગોમાં ચાંદીની વૈશ્વિક સપ્લાયમાં ઘટાડો થયો છે અને કિંમતો આસમાને પહોંચી છે.
સોના-ચાંદીના ભાવમાં વધારો થવાની સંભાવના
મીડિયા રિપોર્ટ મુજબ, જો અમેરિકન ટેરિફ અને મધ્ય પૂર્વમાં તણાવ વધુ વધશે તો વર્ષ 2026માં સોનું 1,90,000 રૂપિયા પ્રતિ 10 ગ્રામ સુધી પહોંચી શકે છે. જ્યારે ચાંદી 3.20 લાખથી લઈને 3.94 લાખ રૂપિયા સુધી જઈ શકે છે.


