Get The App

- શેરબજાર ફેબુ્રઆરીમાં પ્રથમ શનિવારે ખુલ્લું રહે તેવી વકી

- નાણામંત્રી માટે આ વખતનું બજેટ એક મોટી કસોટી સમાન પુરવાર થશે

- તા. ૧ ફેબુ્રઆરીએ બજેટ રજૂ થશે

Updated: Jan 9th, 2020

GS TEAM

Google News
Google News
- શેરબજાર ફેબુ્રઆરીમાં પ્રથમ શનિવારે ખુલ્લું રહે તેવી વકી 1 - image

નવી દિલ્હી, તા. 09 જાન્યુઆરી 2020, ગુરૂવાર

આગામી ૧ ફેબુ્રઆરીએ નાણાંપ્રધાન નિર્મલા સીતારામન બજેટ રજૂ કરશે૧ ફેબુ્રઆરી શનિવાર છે. શેરબજારો સામાન્ય રીતે શનિવાર, રવિવારે બંધ રહે છે. પરંતુ બજેટ રજૂ થવાને કારણે શનિવારે શેરબજાર ખુલ્લું રહેવાની સંભાવના છે. જો કે, હજી સુધી તેની સત્તાવાર પુષ્ટિ થઈ નથી.

નાણાંમંત્રીની કારકિર્દી માટે આ વખતનું બજેટ એક મોટી કસોટી હશે. અર્થતંત્રના આંકડા પ્રોત્સાહક નથી. ચાલુ નાણાંકીય વર્ષના ત્રીજા ક્વાર્ટરમાં આર્થિક વિકાસદર ૪.૫ ટકા પર આવી ગયો છે. ગ્રાહક વિશ્વાસ ૨૦૧૪ પછીના સૌથી નીચેના સ્તરે છે. વિશ્લેષકો અપેક્ષા રાખે છે કે સરકાર અર્થવ્યવસ્થામાં સતત ધીમી પડી રહેલી નાણાંકીય વર્ષ ૨૦૨૦- ૨૦૨૧ના નાણાંકીય વર્ષના સામાન્ય બજેટમાં અર્થવ્યવસ્થાને પાટા પર લાવવાના પગલા જાહેર કરશે.

સંસદનું બજેટ સત્ર ૩૧ જાન્યુઆરીથી શરૂ થશે અને ૩ એપ્રિલ સુધી ચાલશે સંસદીય બાબતો અંગેની કેબિનેટ સમિતિએ ૩૧ જાન્યુઆરીથી ૩ એપ્રિલ સુધી સંસદના બજેટ સત્રને બે તબક્કામાં રાખવા સૂચન કર્યું છે. બજેટ સત્રનો પ્રથમ તબક્કો ૩૧ જાન્યુઆરીથી ૧૧ ફેબુ્રઆરી અને બીજો તબક્કો ૨ માર્ચથી ૩ એપ્રિલ સુધી ચાલશે.


Tags :