Get The App

સિંગતેલમાં તેજીનો ચમકારો : ચીનની માગ વધતાં નિકાસ ત્રણ ગણી વધી 40થી 45 હજાર ટન

- કપાસિયા તેલ ઉચકાયું : સોયા ડિગમના ભાવમાં ઝડપી સુધારો જોવાયો : હડતાળના પગલે મધ્ય-પ્રદેશની મંડીઓ બંધ રહી

- પામતેલમાં આંચકા પચાવી ભાવ ફરી ઉછળ્યા

Updated: Dec 20th, 2019

GS TEAM

Google News
Google News
સિંગતેલમાં તેજીનો ચમકારો : ચીનની માગ વધતાં નિકાસ ત્રણ ગણી વધી 40થી 45 હજાર ટન 1 - image

મુંબઈ, તા. 20 ડિસેમ્બર 2019, શુક્રવાર

મુંબઈ તેલ-બિયાં બજારમાં આજે  સિંગતેલમાં આંચકા પચાવી ભાવ ફરી વધી આવ્યા હતા. પામતેલના ભાવ પણ ફરી ઉછળ્યા હતા.  વિસ્વ બજારમાં ખાદ્યતેલો ફરી ઉંચા બોલાતા થયાના સમાચાર હતા.  મુંબઈ બજારમાં આજે સિંગતેલના હાજર ભાવ ૧૦ કિલોના રૂ.૧૧૧૫ વાળા  રૂ.૧૧૨૫ રહ્યા હતા જ્યારે  રાજકોટ બાજુ ભાવ વધી રૂ.૧૧૦૦ તથા ૧૫ કિલોના રૂ.૧૭૭૦ રહ્યા હતા.  ત્યાં આજે કોટન વોશ્ડના ભાવ પણ વધી રૂ.૮૨૫થી ૮૨૮ રહ્યા હતા જ્યારે મુંબઈ બજારમાં  કપાસિયા તેલના ભાવ વધી રૂ.૮૬૩ બોલાતા  હતા.  

દરમિયાન, સિંગતેલ બજારનાં જાણકારોના જણાવ્યા મુજબ  ચીનની માગ વધી છે તથા સિંગતેલની નિકાસ આ વર્ષે અત્યાર સુધીમાં  ત્રણ ગણી ઉંચી ગઈ છે તથા આવી નિકાસ વધી આશરે ૪૦થી ૪૫ હજાર ટન આસપાસ થઈ ગઈ છે  ચીન  દ્વારા ભારતથી સિંગતેલની આયાત કરાયા પછી આ જથ્થા પૈકી અમુક જથ્થો ચીનમાં આંતરીક વપરાશ માટે ઉપયોગમાં લેવાઈ રહ્યો છે જ્યારે અમુક જથ્થો ચીનથી અન્ય દેશોમાં ફરીથી નિકાસ પણ કરાઈ રહ્યાની ચર્ચા બજારમાં સંભળાઈ હતી.

દરમિયાન,  મુંબઈ બજારમાં  આજે પામતેલના ભાવ ૧૦ કિલોના હવાલા રિસેલના ફરી વધી રૂ.૭૯૮ તથા જેએનપીટીના રૂ.૭૯૩ રહ્યા હતા. જોકે નવી માંગ ધીમી રહી હતી.  ક્રૂડ પામ ઓઈલ સીપીઓ કંડલાના ભાવ વધી રૂ.૭૩૮થી ૭૪૦ રહ્યા હતા.  વાયદા બજારમાં આજે સાંજે સીપીઓના ભાવ રૂ.૭૪૪ થઈ રૂ.૭૩૭.૪૦ રહ્યા હતા. 

જ્યારે સોયાતેલ વાયદાના ભાવ ઉંચામાં  રૂ.૯૧૧.૮૦ થઈ સાંજે રૂ.૯૦૩  રહ્યા હતા.  વિશ્વ બજારમાં  આજે મલેશિયા ખાતે પામતેલનો વાયદો ઉછળી છેલ્લે ૪૪,૪૮, ૪૦ તથા ૩૬ પોઈન્ટ પ્લસમાં બંધ રહ્યો હતો જ્યારે  ત્યાં પામ પ્રોડકટના ભાવ શાંત રહ્યા હતા અમેરિકામાં શિકાગો સોયાતેલ વાયદો ઓવરનાઈટ  ૩૬ પોઈન્ટ વધ્યા પછી  આજે સાંજે  પ્રોજેકશનમાં  ભાવ ૮થી ૯ પોઈન્ટ ઊંચા બોલાઈ રહ્યા હતા.

દરમિયાન, મુંબઈ હાજર બજારમાં સોયાતેલના ભાવ ડિગમના વધી રૂ.૮૫૦ તથા રિફા.ના વધી રૂ.૮૭૫ રહ્યા હતા.  જ્યારે સનફલાવરના  ભાવ રૂ.૮૫૫ તથા રિફા.ના રૂ.૮૮૦ રહ્યા હતા. મસ્ટર્ડના  ભાવ રૂ.૯૦૦ તથા કોપરેલના રૂ.૧૦ કિલોના રૂ.૧૩૨૦  રહ્યા હતા. 

દિવેલના ભાવ આજે વધુ રૂ.૧ વધ્યા હતા જ્યારે મુંબઈ હાજર એરંડાના ભાવ રૂ.૪૪૨૫ વાળા ૪૪૩૦ રહ્યા હતા.  મુંબઈ ખોળ બજારમાં આજે સિંગખોળના ભાવ ટનના રૂ.૨૭૦૦૦ વાળા રૂ.૨૭૫૦૦ જ્યારે કપાસિયા ખોળના ભાવ રૂ.૨૩૫૦૦ વાળા રૂ.૨૩૦૦૦ રહ્યા હતા.   સોયાખોળના ભાવ રૂ.૩૫૦૬૦ વાળા આજે  રૂ.૩૪૪૩૫ રહ્યા હતા  જ્યારે  એરંડા ખોળના રૂ.૫૮૫૦ વાળા ૫૭૫૦ રહ્યા હતા. અન્ય ખોળો શાંત હતા.


Tags :