Get The App

PLI સ્કીમ હેઠળ ટેલિકોમ સાધનોનો વેચાણ આંક રૂ. 50,000 કરોડને પાર

- ટેલિકોમ પીએલઆઈ સ્કીમ હેઠળ રૂપિયા ૩૪૦૦ કરોડનું ઈન્વેસ્ટમેન્ટ આવ્યાનો દાવો

Updated: Jul 11th, 2024


Google NewsGoogle News
PLI સ્કીમ હેઠળ ટેલિકોમ સાધનોનો વેચાણ આંક રૂ. 50,000 કરોડને પાર 1 - image


મુંબઈ : પ્રોડકશન લિન્કડ ઈન્સેન્ટિવ સ્કીમ (પીએલઆઈ) ટેલિકોમ સાધનોના ઉત્પાદકો માટે લાભકારક સાબિત થઈ રહ્યાનું જોવા મળી રહ્યું છે. ટેલિકોમ સાધનોનું ઉત્પાદન કરતી કંપનીઓનો વેચાણ આંક રૂપિયા ૫૦,૦૦૦ કરોડને પાર કરી ગયાનું સરકાર દ્વારા જાહેર કરવામાં આવ્યું છે.

ટેલિકોમ સાધનોમાં રેડિઓસ, રાઉટર્સ તથા નેટવર્ક સાધનો સહિત અન્ય સાધનોનો સમાવેશ થાય છે.  

ત્રણ વર્ષની અંદર ટેલિકોમ પીએલઆઈ સ્કીમ હેઠળ રૂપિયા ૩૪૦૦ કરોડનું ઈન્વેસ્ટમેન્ટ થયું છે અને ટેલિકોમ સાધનોનું વેચાણ રૂપિયા ૫૦,૦૦૦ કરોડને પાર કરી ગયું છે એટલું જ નહીં દેશમાંથી રૂપિયા ૧૦,૫૦૦ કરોડના ટેલિકોમ સાધનોની નિકાસ થઈ હોવાનું સરકારી ડેટા જણાવે છે.

પીએલઆઈ સ્કીમ હેઠળ અંદાજે ૧૭૮૦૦ સીધા રોજગાર ઊભા થઈ શકયા છે. પીએલઆઈ સ્કીમની સરકારની પહેલથી સ્થાનિક સ્તરે ઉત્પાદનને પ્રોત્સાહન મળ્યું છે એટલું જ નહીં આયાત નિર્ભરતા ઘટી છે અને ઉત્પાદન ક્ષમતામાં પણ વધારો જોવા મળ્યો છે. 

પીએલઆઈ સ્કીમ હેઠળ સરકાર ઉત્પાદકોને નાણાંકીય ટેકા પૂરા પાડે છે. સરકારી ડેટા પ્રમાણે સ્કીમને પરિણામે દેશમાં મોબાઈલ ફોન્સના ઉત્પાદન તથા નિકાસને પ્રોત્સાહન મળ્યું હોવાનું સરકારી સુત્રોએ જણાવ્યું હતું.


Google NewsGoogle News