ઓકટોબરમાં M&A સોદામાં મૂલ્યની દ્રષ્ટિએ 45 ટકાનું ગાબડું
- વર્તમાન વર્ષમાં મર્જર અને એકવિઝિશનની કામગીરી નબળી
મુંબઈ, તા. 21 નવેમ્બર 2019, ગુરૂવાર
ઓકટોબરમાં ભારતીય કંપનીઓએ મર્જર એન્ડ એકવિઝિશનના ૧.૫૦ અબજ ડોલરના ૨૮ સોદા કર્યા હતા, જે ગયા વર્ષના ઓકટોબરમાં ાૃથયેલા સોદાની સરખામણીએ મૂલ્યની દ્રષ્ટિએ ૪૫ ટકા ઓછા છે. ગયા વર્ષના ઓકટોબરમાં ૨.૮૦ અબજ ડોલરના ૪૭ આવા સોદા ાૃથયા હતા, એમ એક રિપોર્ટમાં જણાવાયું હતું.
મર્જર એન્ડ એકવિઝિશનના સોદામાં વેલ્યુ અને વોલ્યુમની દ્રષ્ટિએ વાર્ષિક ાૃધોરણે ભલે ઘટાડો નોંાૃધાયો હોય પરંતુ માસિક ાૃધોરણે તેમાં સુાૃધારો જોવા મળી રહ્યો છે. જે વેપાર માનસ સુાૃધરી રહ્યાના સંકેત આપે છે.
કોર્પોરેટ ટેકસમાં ઘટાડાને કારણે રોકાણકારોના માનસ અને વિશ્વાસમાં વાૃધારો ાૃથયો છે. વર્તમાન વર્ષના સપ્ટેમ્બરમાં સોદાનું સરેરાશ મૂલ્ય ૨.૪૦ કરોડ ડોલર રહ્યું હતું તે ઓકટોબરમાં વાૃધીને ૫.૫૦ કરોડ ડોલર ાૃથયું છે.
ઓકટોબરમાં એમએન્ડએના ાૃથયેલા કુલ સોદામાંાૃથી મૂલ્યની દ્રષ્ટિએ ૬૪ ટકા સોદા ઊર્જા ક્ષેત્રની કંપનીને લગતા હતા, જ્યારે બીજા ક્રમે ફાર્મા ક્ષેત્ર રહ્યું હતું. ત્યારબાદ ઓટોમોટિવ, બેન્કિંગ અને ઊર્જા ક્ષેત્રોનો ક્રમ આવે છે.
મોટા કદના એમ એન્ડ એ સોદાના અભાવે સોદાની એકંદર પ્રવૃત્તિ નબળી જોવા મળી છે. જાન્યુઆરીાૃથી ઓકટોબરના ગાળાના સોદાની પ્રવૃત્તિ ગયા વર્ષના આ ગાળાની સરખામણીએ મૂલ્ય અને વોલ્યુમ બન્ને દ્રષ્ટિએ નબળી રહી છે.
વર્તમાન વર્ષના પ્રાૃથમ ૧૦ મહિનામાં ૨૫૧૬.૨૦ કરોડ ડોલરના ૩૫૦ એમ એન્ડ એ સોદા ાૃથયા છે જે ગયા વર્ષના આ ગાળામાં ૮૦૬૪ કરોડ ડોલરના ૪૧૪ સોદા ાૃથયા હતા.