Get The App

બેરોજગારીના ઊંચા સ્તરને ધ્યાનમાં રાખી સરકાર નવી રોજગાર પોલિસી ઘડશે

- તૈયાર થનારી નવી નીતિમાં વ્યાપક ફેરબદલ જોવા મળવાની ધારણા

Updated: Jan 15th, 2020

GS TEAM

Google News
Google News
બેરોજગારીના ઊંચા સ્તરને ધ્યાનમાં રાખી સરકાર નવી રોજગાર પોલિસી ઘડશે 1 - image

મુંબઈ, તા. 15 જાન્યુઆરી 2020, બુધવાર

દેશમાં બેરોજગારીના ઊંચા દરને ધ્યાનમાં રાખીને સરકાર નવી નેશનલ એમ્પ્લોયમેન્ટ પોલિસી તૈયાર કરવા વિચારી રહી છે. પ્રધાનોની પરિષદની તાજેતરમાં જ મળી ગયેલી બેઠકમાં શ્રમ તથ રોજગાર મંત્રાલય દ્વારા આ પ્રસ્તાવ રજુ કરાયો હોવાનું આધારભૂત સુત્રોએ જણાવ્યું હતું. 

નવી પોલિસીમાં વ્યાપક ફેરબદલ કરવા શ્રમ  મંત્રાલયે નિર્ણય કર્યો છે. નેશનલ એમ્પ્લોયમેન્ટ પોલિસી પર છેલ્લા એક દાયકાથી કામ થઈ રહ્યું  છે. પોલિસીને લગતી પ્રથમ દરખાસ્ત ૨૦૦૭માં રજુ કરવામાં આવી હતી એમ રોજગાર મંત્રાલયના સુત્રોએ જણાવ્યું હતું. 

રોજગાર પર પોલિસી ડોકયુમેન્ટ તૈયાર કરવા સરકારે ૨૦૧૮માં ઈન્ટર-મિનિસ્ટરિઅલ કમિટિની રચના કરી હતી. રોજગાર સુધારા માટે શ્રમ મંત્રાલયને પ્રાપ્ત થયેલા મુસદ્દાથી તે ખૂશ નહોતું. 

કેન્દ્રમાં નરેન્દ્ર મોદીની આગેવાની હેઠળની સરકાર બીજી વખત રોજગાર પર વ્યાપક પોલિસી  પર કામ કરી રહી હોવાનું સુત્રોએ ઉમેર્યું હતું. 

પોલિસી તૈયાર કરવા સરકાર વેપાર સંગઠનો, ઉદ્યોગો તથા રાજ્ય સરકારો પાસેથી માહિતી મેળવી રહી છે. આ સંદર્ભમાં દરેક હિસ્સેદારોની  ટૂંક સમયમાં બેઠક મળવા વકી છે. 


Tags :