For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

PSU કંપનીઓ પાસેથી સરકારને લક્ષ્ય કરતાં 26 ટકા વધુ ડિવિડન્ડ મળ્યું

- અપેક્ષિત કરતાં વધુ ડિવિડન્ડ સંગ્રહ ૨૦૨૦માં રજૂ કરાયેલ ટકાઉ ડિવિડન્ડ નીતિને કારણે

Updated: Apr 2nd, 2024

Article Content Image

નવી દિલ્હી : જાહેર કંપનીઓ પાસેથી સરકારને મળેલું ડિવિડન્ડ નાણાકીય વર્ષ ૨૦૨૩-૨૪ માટે સુધારેલા લક્ષ્યાંક કરતાં વધી ગયું છે. ડિપાર્ટમેન્ટ ઓફ ડિસઇન્વેસ્ટમેન્ટ એન્ડ પબ્લિક એસેટ મેનેજમેન્ટના સત્તાવાર ડેટા દર્શાવે છે કે નાણાકીય વર્ષ ૨૦૨૩-૨૪ દરમિયાન તે રૂ. ૬૨,૯૨૯.૨૭ કરોડ હતો, જે સુધારેલા લક્ષ્ય કરતાં લગભગ ૨૬ ટકા વધુ છે.

અપેક્ષિત કરતાં વધુ ડિવિડન્ડ સંગ્રહ ૨૦૨૦માં રજૂ કરાયેલ ટકાઉ ડિવિડન્ડ નીતિને કારણે છે, જે હેઠળ સરકાર સંચાલિત કંપનીઓએ વાર્ષિક ચૂકવણીને બદલે વચગાળાનું ડિવિડન્ડ ચૂકવવું પડશે.

નાણાકીય વર્ષ ૨૦૨૪ની શરૂઆતમાં ડિવિડન્ડનો લક્ષ્યાંક રૂ. ૪૩,૦૦૦ કરોડ હતો, જે સુધારેલા અંદાજમાં વધારીને રૂ. ૫૦,૦૦૦ કરોડ કરવામાં આવ્યો હતો. સરકારે નાણાકીય વર્ષ ૨૦૨૫ માટે આ પ્રકારનું ડિવિડન્ડ રૂ. ૪૮,૦૦૦ કરોડ હોવાનો અંદાજ મૂક્યો છે.

નાણાકીય વર્ષ ૨૦૨૪માં ડિવિડન્ડમાં થયેલા તીવ્ર વધારાની સરખામણીમાં કેન્દ્રીય જાહેર ક્ષેત્રના સાહસો  દ્વારા ડિસઇન્વેસ્ટમેન્ટની રસીદ સરકારી અંદાજોથી પાછળ છે. સત્તાવાર માહિતી અનુસાર, સરકાર નાણાકીય વર્ષ ૨૦૨૩-૨૪ના અંતે નિર્ધારિત ડિસઇન્વેસ્ટમેન્ટ લક્ષ્યના લગભગ ૯૨ ટકા એટલે કે રૂ. ૧૬,૫૦૭.૨૯ કરોડ હાંસલ કરવામાં સફળ રહી છે.

તેમણે એમ પણ કહ્યું કે સરકાર આવતા વર્ષથી ડિસઇન્વેસ્ટમેન્ટ માટે કોઈ ચોક્કસ લક્ષ્ય નક્કી કરવાનું ટાળી રહી છે. વર્ષની શરૂઆતમાં, સરકારે ડિસઇન્વેસ્ટમેન્ટ પ્રક્રિયામાંથી રૂ. ૫૧,૦૦૦ કરોડ ઊભા કરવાનો અંદાજ મૂક્યો હતો.

Gujarat