For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

દેશની નિકાસમાં 61 ટકાથી વધુની વૃદ્ધિ સાથે ઈલેકટ્રોનિકસ ક્ષેત્ર ટોચના સ્થાને

- ભારતના સ્માર્ટફોન્સના વિદેશ વેચાણમાં નોંધપાત્ર વધારો

Updated: Mar 18th, 2023

Article Content Image

મુંબઈ : પ્રોડકશન લિન્કડ ઈન્સેન્ટિવ (પીએલઆઈ) સ્કીમને પરિણામે  સ્માર્ટફોન્સની આગેવાની હેઠળ  દેશમાંથી ઈલેકટ્રોનિકસની નિકાસમાં સૌથી ઊંચી વૃદ્ધિ જોવા મળી રહી છે. 

વર્તમાન નાણાં વર્ષના પ્રથમ ૧૧ મહિનામાં દેશમાંથી ઈલેકટ્રોનિકસની નિકાસમાં   વાર્ષિક ધોરણે  ૬૧.૫૭ ટકા જેટલો વધારો જોવા મળ્યો છે.  ૬૦.૭૦ ટકા સાથે  બીજા ક્રમે પેટ્રો પ્રોડકસની નિકાસ રહી છે, એમ વાણિજ્ય તથા ઉદ્યોગ મંત્રાલય દ્વારા જારી કરાયેલા આંકડા જણાવે છે. 

નાણાં વર્ષ ૨૦૨૧-૨૨ના પ્રથમ ૧૧ મહિનામાં રૂપિયા ૧૦૩૦૨૭.૧૯ કરોડની સરખામણી વર્તમાન નાણાં વર્ષના આ ગાળામાં ઈલેકટ્રોનિકસ નિકાસનો આંક રૂપિયા ૧૬૬,૪૫૬.૫૪ કરોડ રહ્યો છે. 

નાણાં વર્ષ ૨૦૨૨ પીએલઈ સ્કીમનું પ્રથમ વર્ષ હતું. ભારતમાંથી મોબાઈલ ફોનોની મજબૂત નિકાસને કારણે ઈલેકટ્રોનિકસ નિકાસમાં વધારો જોવા મળી રહ્યો હોવાનું વાણિજ્ય મંત્રાલયના સુત્રોએ જણાવ્યું હતું. 

ઈલેકટ્રોનિકસ નિકાસમાં મોબાઈલ ફોન્સનો હિસ્સો ૪૭ ટકા રહ્યો છે. વર્તમાન નાણાં વર્ષના પ્રથમ ૧૧ મહિનામાં દેશમાંથી કુલ રૂપિયા ૭૮૩૭૫ કરોડના મોબાઈલની નિકાસ થઈ છે, જે ગયા નાણાં  વર્ષના આ ગાળાની સરખામણીએ લગભગ બમણી હોવાનું પણ સુત્રોએ ઉમેર્યું હતું. 


Gujarat